________________
૧૬૨
પ્રવચનસારાદ્ધાર
सूरे १७ सुदंसणे १८ कुंभे १९, सुमित्त २० विजए २१ समुद्दविजए २२ य । राया य असणे २३ सिद्धत्थे २४ ऽविय खति ॥ ३२४ ॥ ११
૧. આદીશ્વરના પિતા નાભિરાજા, ૨. અજિતનાથના જિતશત્રુ, ૩. સ`ભવનાથના જિતારિ, ૪. અભિનંદનસ્વામીના સવર, ૫. સુમતિનાથના મેઘ, ૬. પદ્મપ્રભના ધર, ૭. સુપાર્શ્વનાથના પ્રતિષ્ઠ, ૮. ચંદ્રપ્રભના મહાસેન, ૯. સુવિધિનાથના સુગ્રીવ, ૧૦. શીતલનાથના રથ, ૧૧. શ્રેયાંસનાથના વિષ્ણુ, ૧૨. વાસુપૂજયસ્વામીના વસુપૂજ્ય. ૧૩. વિમલનાથના કૃતવર્મા, ૧૪. અનંતનાથના સિંહસેન, ૧૫, ધનાથના ભાનુ, ૧૬. શાન્તિનાથના વિશ્વસેન, ૧૭. કુંથુનાથના શૂર, ૧૮. અરનાથના સુદર્શન, ૧૯. મલ્લિનાથના કુંભ, ૨૦. મુનિસુવ્રતસ્વામીના સુમિત્ર, ૨૧. નમિનાથના વિજય, ૨૨. તેમનાથના સમુદ્રવિજય, ૨૩. પાર્શ્વનાથના અશ્વસેન, ૨૪. મહાવીરસ્વામીના સિદ્ધા ક્ષત્રિય મહારાજા. (૩૨૨-૩૨૪) ૧૨. માતા-પિતાનું કઈ ગતિમાં ગમન
હવે જિનેશ્વરનાં માતા-પિતાની ગતિરૂપ ખારમું દ્વાર કહે છે. अहं जणणीओ तित्थयराणं तु हुँति सिद्धाओ । अ य सणकुमारे माहिदे अट्ठ बोद्धव्वा ॥ ३२५॥ नागेसुं उस पिया सेसाणं सत्त हुंति ईसाणे |
अ य सणकुमारे माहिदे अट्ठ बोद्धव्वा ॥ ३२६॥
ઋષભદેવથી ચંદ્રપ્રભ સુધીના આઠ તીર્થંકરની માતા સિદ્ધ થઈ. સુવિધિનાથથી શાન્તિનાથ સુધીના આઠ તીર્થંકરની માતાએ ત્રીજા સનતકુમાર દેવલાકમાં ગઈ. કુંથુનાથથી મહાવીરસ્વામી સુધીની આઠ માતાએ માહેન્દ્રદેવલાકમાં ગઈ જાણવી.
ઋષભદેવના પિતા નાભિરાજા ભવનપતિની બીજી નિકાય નાગકુમારમાં ગયા. ખાકીના અજિતનાથથી ચંદ્રપ્રભ સુધીના સાત જિનેશ્વરના પિતા બીજા ઈશાન દેવલાકમાં ઉત્પન્ન થયા સુવિધિનાથથી શાન્તિનાથ સુધીના જિનેશ્વરના પિતા ત્રીજા સનત્કુમાર દેવલાકમાં ગયા અને કુંથુનાથથી મહાવીરસ્વામી સુધી આઠ જિનેશ્વરના પિતા ચાથા માહેન્દ્ર દેવલાકમાં ગયા.
સિદ્ધાંતકારા બીજા અજિતનાથના પિતા મેાક્ષમાં ગયા છે, એમ કહે છે. અનુયાગદ્વારમાં પણ એ પ્રમાણે કહ્યું છે તથા શ્રી હેમચ'દ્રસૂરિ મ. સા. એ પણ યાગશાસ્ત્ર તથા ત્રિષષ્ઠિ-ચરિત્રમાં પણ કહ્યું છે.
બાહુબલી, સૂયશા, સામયશા વગેરે અનેક રાજાઓમાંથી કેટલાક મેાક્ષમાં ગયા અને કેટલાક દેવલાકમાં ગયા. જિતશત્રુ રાજા મેાક્ષમાં ગયા. સુમિત્રરાજા દેવલાકમાં ગયા. ( ૩૨૫–૩૨૬ )