SearchBrowseAboutContactDonate
Page Preview
Page 166
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪૭. ૬. ગૃહસ્થના પ્રતિકમણના ૧૨૪ અતિચાર : જેમકે અડધા કુટાયેલા ચિચિણીનાં પાંદડા અને અર્ધ ઉકાળેલું ગરમ પાણી વાપરનારને આ અતિચાર જાણવે. ૪. સચિત્તપ્રતિબદ્ધ એટલે સચિત્ત ઝાડ વગેરે સાથે લાગેલ ગુંદર અથવા પાકા ફળ વગેરે. જેમાં સચિત્ત બીજ અંદર હોય એવી ખજૂર, કેરી વગેરેને જે આહાર તે સચિત્તત્યાગીને અનાગથી સાવદ્યાહારની પ્રવૃત્તિરૂપ હેવાથી અતિચાર છે. જેમકે સચિત્તબીજને હું છોડી દઉં છું અને અચિત્ત ગળને હું જાઉં છું આવી બુદ્ધિપૂર્વક ખજૂર વગેરે મોઢામાં નાખે, તે સચિત્તત્યાગીને સચિત્ત પ્રતિબદ્ધ ખાવાને અતિચાર લાગે છે. પ. તુચ્છૌષધિભક્ષણ એટલે અસાર અનિષ્પન્ન કુમળી (તૈયાર ન થયેલ કે મળ) મગ વગેરેની ફળી તેનું જે ભક્ષણ. પ્રશ્ન-તુરછૌષધિઓ અપક્વ છે કે દુષ્પકવ છે કે સમ્યફપક્વ છે? જે તે અપવ દુષ્પકવ હોય તે પહેલાં–બીજા અતિચારમાં તેને સમાવેશ થઈ જાય છે. માટે પુનરુક્તતા દેષને પ્રસંગ આવે છે. જે સભ્યપહવ હોય, તે નિરવદ્યાહાર હોવાથી તેને ખાવામાં અતિચાર શી રીતે ? ઉત્તરઃ-સાચી વાત છે. પરંતુ જેમ અપાવતા દુષ્પકવતાને અને સચિત્ત અને સચિત્તપ્રતિબદ્ધતા સચિપણમાં સમાન હોવા છતાં પણ ઔષધિ-અનૌષધિકૃત વિશેષતા છે. તેમ અહિં પણ સચેતનપણું અને ઔષધિપણું સમાન હોવા છતાં પણ તુરછ અને અતુચ્છરૂપ ભેદ જાણો. કેમળ મગ વગેરેની ફળી વિશિષ્ટ તૃતિકર ન હોવાથી તુચ્છસચેતન છે. તેને અનાભાગથી કે અતિક્રમાદિથી ખાતા તુચ્છૌષધિ ભક્ષણ નામને અતિચાર લાગે છે. અથવા અત્યંત પાપ ભરૂપણથી જેને સચિત્ત આહારનો નિયમ કર્યો હોય, તેને જે તૃપ્તિકારક હોય તે અચેતન કરી ખાય. કેમકે તેને સચિત્તને ત્યાગ કર્યો છે, હવે જે તૃપ્તિકર ન હોય તેવી ઔષધિ લેલુપતાથી પણ અચિત્ત કરીને ખાય તેને તુચ્છૌષધિ ભક્ષણને અતિચાર લાગે છે, ત્યાં ભાવથી વિરતિની વિરાધના કરી છે. અને દ્રવ્યથી પાલના કરી છે. એ પ્રમાણે રાત્રી–ભેજન, માંસ વગેરેનાં ત્યાગરૂપ વ્રતોમાં અનાભોગ અતિકમ વગેરે અતિચારો વિચારવા. આ પાંચ અતિચારો ઉપભેગપરિગ વ્રતમાં છે. તત્ત્વાર્થમાં ૧ સચિત્ત, ૨ સચિત્તસંબદ્ધ, ૩ સંમિશ્ર, ૪ અભિષવ, ૫ દુષકવાહાર–એ પાંચ અતિચારે જણવેલા છે. તેમાં સચિત્ત, સચિત્તસંબદ્ધ, દુષ્પક્વાહાર એ ત્રણ અતિચાર ઉપર કહ્યા પ્રમાણે જાણવા. સંમિશ્ર એટલે સચિત્ત સાથે મિશ્ર થયેલ શબલ આહાર, જેમ દાડમના દાણા સાથે કરં વગેરે મિશ્રિત થયેલ હોય, પૂરણ વગેરે તલ અથવા ગોળધાણ સાથે મિશ્રિત થયા હેય. આ પણ અનાગપણે અતિક્રમ વગેરેથી વાપરે તે અતિચાર
SR No.022022
Book TitlePravachan Saroddhar Part 01
Original Sutra AuthorN/A
AuthorAmityashsuri, Vajrasenvijay
PublisherShiv Jain Shwe Mu. Pu. Jain Sangh
Publication Year1992
Total Pages444
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy