SearchBrowseAboutContactDonate
Page Preview
Page 128
Loading...
Download File
Download File
Page Text
________________ ૪. પ્રત્યાખ્યાન દ્વાર : आलू तह पिंडालू हवंति एए अणतनामेहिं । अण्णमणंतं नेयं लक्खण- जुत्तीइ समयाओ ॥ २४० ॥ આલુ અને પિંડાલ બે કંદવિશેષ–આ પ્રમાણે બત્રીશ અનંતકાય આર્યદેશમાં પ્રસિદ્ધ છે. આટલા જ અનંતકા નથી પરંતુ બીજા પણ છે. બીજા અનંતકાયે આગળ કહેવાશે તે લક્ષણુનુસાર સિદ્ધાંતથી જાણવા. (૨૪૦) घोसाडकरीरंकुर तिंदुयअइकोमलंबगाईणि । वरूणवड निवगाईण अंकुराई अणंताई ॥ २४१ ।। ઘોષાતકી, કરીરના અંકુરા તથા હિંદુક, આંબા વિગેરેના અતિકે મળ એટલે જેમાં ઠળીયા બંધાયા નથી એવા ફળ તથા વરૂણવડ, લીમડા વિગેરે ઝાડના અંકુરા અનંતકાય છે. (૨૪૧) गढसिर-संधि-पव्वं समभंगमहीररूहं च छिन्नरुहं । साहारण सरीरं तव्विवरीयं च पत्तेयं ॥ २४२॥ જેની નસે સાંધા અને ગાંઠ ગુપ્ત હોય, જેને સમાન ભંગ થાય, જેને ભાંગતા તાંતણું નીકળતા ન હોય, જેને કાપીને વાવે તે ફરી ઉગે, તે સાધારણવનસ્પતિ-શરીર છે અને તેનાથી વિપરીત તે પ્રત્યેક વનસ્પતિ છે. જેના પાંદડા, થડ, નાલ, ડાળી વિગેરેની સિરા એટલે નસો-સાંધા, પર્વ એટલે ગાંઠ પ્રગટપણે જણાતી ન હોય, તે ગૂઢ કહેવાય છે. જેની શાખા, પાંદડા વિગેરેને તેડતા સરખા ભાગ થાય, તે સમભંગ કહેવાય. જેને છેદતા વચ્ચે તાંતણ ન દેખાય, તે અહિરક કહેવાય. જેને કાપીને ઘરે લાવ્યા પછી સુકાય ગયેલ હોય, તે પણ પાણી વિગેરે સામગ્રીનો સંગ થતાં ગડૂચી વિગેરેની જેમ ફરી ઉગી જાય, તે છિન્નરુહ કહેવાય. આ લક્ષણેથી સાધારણ (અનંતકાય) વનસ્પતિ જાણવી. આ લક્ષણથી વિપરીત હોય તે પ્રત્યેક વનસ્પતિ કહેવાય. (૨૪૨) चकं व भज्जमाणस्स जस्स गंठी हवेज्ज चुन्नधणो । तं पुढवीस रिसभेयं अणंत जीवं वियाणाहि ॥ २४३॥ જેને ભાંગતા ચકની જેમ સમાન ભાગ થાય, જેમ પૃથ્વીને ભાંગતા તેમાંથી ધૂળ ઉડે તેમ, જેના પર્વને (ગાંઠને) ભાંગતાં તેમાંથી ઝીણે પાવડર ઉડે, તે અનંતકાયરૂપ વનસ્પતિ જાણવી. (૨૪૩) જે વનસ્પતિના મૂળ, સ્કંધ, થડ, છાલ, ડાળ, પાંદડા, ફૂલ વિગેરેના કુંભારના ચક્રના આકાર સમાન ટુકડા થાય છે તે મૂળા વિગેરે અનંતકાય જીવ જાણવા. તથા ગ્રંથી એટલે પર્વ સ્થાન કે સામાન્ય વચ્ચેથી ભાંગતા પૃથ્વીકાય જેવું શુભ્ર (સફેદ) ચૂર્ણ ઉડતું દેખાય તે વનસ્પતિ અનંતજીવનું સાધારણ શરીર જાણવું. જેમ ભૂમિ
SR No.022022
Book TitlePravachan Saroddhar Part 01
Original Sutra AuthorN/A
AuthorAmityashsuri, Vajrasenvijay
PublisherShiv Jain Shwe Mu. Pu. Jain Sangh
Publication Year1992
Total Pages444
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy