________________
૧૦૮
પ્રવચનસારોદ્ધાર વિગઈઓ મનને વિકારી કરવાના સ્વભાવવાળી હવાથી જીવને ન ઈચ્છવા છતાં પણ બલાત્કારથી નરક વિગેરેમાં લઈ જાય છે. (૨૩૫) અનંતકાય –
सव्वा हु कंदजाई सूरणकंदो य वज्जकंदो य ।
अल्लहलिद्दा य तहा अदं तह अल्लकच्चूरो ॥ २३६॥ બધી જ જાતના કંદ અનંતકાય છે. કંદ એટલે જમીનમાં રહેલ ઝાડનો અવયવ વિશેષ. તે કંદ લીલા સુકાયા વગરના લેવા કેમકે સુકા તે નિજીવ હેવાથી અનંતકાય રૂપે સંભવતા નથી. કેટલાંક વપરાતા કંદના નામ કહે છે.
(૧) સૂરણ કંદ જે મસા નાશક છે. (૨) વજ કંદવિશેષ છે. (૩) લીલીહળદર જે પ્રસિદ્ધ છે. (૪) લીલુ આદુ. (૫) લીલે કચુર જે તીખું દ્રવ્ય છે. (૨૩૬)
सत्तावरी विराली कुमारि तह थोहरीगलोईय ।
लहसणं वंसगरिल्ला गज्जर तह लोणओ लोढो ॥ २३७ ॥ (૬) સતાવરી, (૭) વિરાલિકા નામની વેલડીએ, (૮) કુમારી, જે માંસલ પ્રણાલાકાર પાંદડાવાળી વનસ્પતિ, (૯) શેર, (૧૦) ગડુચી, (ગળ) એક જાતની વેલડી, (૧૧) લસણ કંદવિશેષ (૧૨) વંસ કારેલા જે નવા કેમળ વાંસના અવયવ વિશેષ, (૧૩) ગાજર (૧૪) લવણુક વનસ્પતિવિશેષ, (જેને બાળવાથી સાજીખાર થાય છે) (૧૫) લેઢક એટલે પવિની કંદ. (૨૩૭)
गिरिकन्नि किसलपत्ता खरिंसुया थेग अल्लमुत्था य । तह लोणरूक्खछल्ली खेल्लुड्डो अमयवल्ली य ॥ २३८ ।। मूला तह भूमिरुहा विरुह तह ढक्कवत्थुलो पढमो ।
सूयरवल्लो य तहा पल्लंको कोमलंबिलिया ॥ २३९ ॥ (૧૬) ગિરિકર્ણિકા વેલડી વિશેષ. (૧૭) કિસલયરૂપ પાંદડા, જે પ્રૌઢ પાંદડાની પહેલી બીજની કમળ અવસ્થારૂપ છે તે બધાયે અનંતકાય છે. (૧૮) ખરિસુકા કંદ વિશેષ. (૧૯) થેગ કંદવિશેષ. (૨૦) લીલા મુસ્તા જે પ્રસિદ્ધ છે. (૨૧) લવણ નામના ઝાડની છાલ જ અનંતકાય છે. બીજા અવયવો નહીં. (૨૨) ખલ્ડકા કંદ વિશેષ. (૨૩) અમૃત–વેલડીવિશેષ. (૨૪) મૂળા, (૨૫) ભૂમિરેહ જે છત્રી આકારના હોય છે. જે વર્ષાઋતુમાં થાય છે અને બીલાડીના ટોપ નામથી લેક પ્રસિદ્ધ છે. (૨૬) વિરુઢ એટલે ફણગાવેલા કઠોળ (૨૭) ઠક્કવાસ્તુલ જે શાકવિશેષ. જે પહેલા ઉગતા જ અનંતકાય હોય છે. કાપ્યા પછી ફરી ઉગે ત્યારે નહીં. (૨૮) શૂકર નામના વાલ તે શ્કરવાલ તે અનંતકાય છે. (વાલ નામનું ધાન્ય નહીં) (૨૯) પથંક (પાલક) શાક વિશેષ. (૩૦) ઠળીયે બંધાયો નહીં હોય તે કમળ આંબલી. (૨૩૮-૨૩૯)