SearchBrowseAboutContactDonate
Page Preview
Page 46
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રબુદ્ધ શ્રીનમિરાજર્ષિનું ચરિત્ર. (૩૫) ઈષ્ટ વસ્તુ આપે તે પણ તું કંઈ સારું કરતું નથી. પિતાની મેળે આવેલા હસ્તિને બંધુએ ગ્રહણ કર્યો છે તે પછી પોતાના મોટા બંધુને વિષે શા માટે કોપ કરે છે? લોભી માણસ, ધન પ્રાપ્તિને જુએ છે. વિષયવાળી સ્ત્રી પુરૂષને જ જુએ છે. ગાંડ માણસ ભ્રમ દેખે છે, પરંતુ ક્રોધથી આકુલ થએલો માણસ તે કાંઈ પણ દેખતા નથી. કેપ મહા અગ્નિ રૂપ છે. ઉત્કૃષ્ટ વિષ રૂપ પણ કેપ છે. કેપથી મૃત્યુ થાય છે અને નરક ગતિ આપનારે પણ કેપજ છે. જો કે બીજા માણસ ઉપર કરેલો કોઇ મનુષ્યને નરકગતિ આપનારે થાય છે તે પછી જે પોતાના બંધુ ઉપર ક્રોધ કરે એવા હારા સરખા પુરૂષોની તે વાત જ શું કહ્યું. ” સુત્રતા સાધ્વીનાં આવાં વચન સાંભલી નમિરાજા, પિતાના મનમાં વિચાર કરવા લાગ્યો કે “ આ ચંદ્રયશા, યુગબાહુને પુત્ર છે. અને હું પદ્યરથને પુત્ર છું. છતાં દેવતાની પેઠે પૂજ્ય એવાં આ સાધ્વી વારંવાર આમ કેમ બોલે છે ? રાગદ્વેષરહિત એવાં તે ક્યારે પણ જુઠું તે બેલે નહીં. ચાલ એમને પરમાથે દષ્ટિથી હમણું પૂછી જોઉં, કારણ પૃથ્વી ઉપર પડી ગએલા પુરૂષને પૃથ્વી જ અવલંબન રૂપ છે ” આમ વિચાર કરીને તેણે પૂછયું કે “ હે પૂજ્ય, હું ક્યાં ? અને ભિન્નકુલમાં ઉન્ન થએલે તે કયાં ? હારે અને તેને બંધનો સંબંધ કેમ ઘટે ? ” સુત્રતા સાધ્વીએ કહ્યું. “હે વત્સ ! જે તું વન અને ઐશ્વઈથી ઉત્પન્ન થએલા મદને ત્યજી દઈને સાંભળે તે હું હારું સર્વ વૃત્તાંત કહું, ” વિભવથી ઉન્ન થએલા પુ, બીજાઓની વાત સાંભળવામાં બહેરા, બીજાઓને જોવામાં આંધળા અને વિનયયુકત વાણી બોલવામાં મુંગા થાય છે. પછી વિનયથી નમ્ર અને તે પોતાની સર્વ વાત જાણવા માટે ઉત્સાહવંત થએલા તે નિમિરાજાને સુત્રતા સાધ્વીએ તેના યુગને જન્મવૃત્તાંત કહી સંભળાવ્યો અને કહ્યું કે “ સુદશન પુરીનો રાજા હારો ખરો પિતા છે તેમજ માતા પણ હું મદનરેખા કે જે હમણું સુત્રતા નામે સાધ્વી થઈ છું. હે શ્રીમાન ! આ પુષ્પમાળા અને પદ્યરથ એ બન્ને જણું તો ફક્ત તને ધાવમાતાની પેઠે વૃદ્ધિ પમાડનારા તેમજ અભ્યાસ કરાવનારા છે. માટે મેહમાં વશ થએલો તું આ સર્વ પિતાનું હિતકારી જાણીને શત્રુની પેઠે પિતાના સગા ભાઈને વિષે વિરોધ ન કર. કાલરૂપી સર્ષે કશેલા છે, પિતાને મને રથ પૂર્ણ નહિ થયા છતા ધન, પુત્ર અને સ્ત્રી વિગેરેને ત્યજી દઈ પરભવ પ્રત્યે ચાલ્યા જાય છે. હે વત્સ! નરકમાં ભેદન, છેદન, સુધા, તૃષા વિગેરે બહુ વેદનાઓ છે તો ત્યાં કુટુંબ, રાજ્ય અને દેહસંપત્તિની તે વાત જ શી કરવી ? નમિ રાજાએ, સુવ્રતા સાધ્વીનાં વચનમાં સંદેહ તે પડયે પરંતુ મુદ્રાના દેખાડવાથી તેણીના વચનને તે જૈનસિદ્ધાંતની પેઠે સત્ય માનવા લાગ્યા. એટલું જ નહિ પણ તે સુત્રતાના દર્શનથી ઉત્પન્ન થએલા સ્નેહવડે સૂચવેલી તે પોતાની સત્ય માતાને નમિ રાજાએ ભક્તિથી પ્રણામ કર્યા. કારણ માતા નજીક રહેલું તેમજ ઉત્કૃષ્ટ એવા તાપ અને સંતાપને હરણ કરનારું મહાતીર્થ છે. વલી તે માતાનું
SR No.022020
Book TitleRushimandal Vrutti Uttararddh
Original Sutra AuthorN/A
AuthorShubhvardhansuri, Harishankar Kalidas Shastri
PublisherJain Vidyashala
Publication Year1925
Total Pages404
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy