SearchBrowseAboutContactDonate
Page Preview
Page 42
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રત્યેકબુદ્ધ શ્રીનમિરાજર્ષિનું ચરિત્ર. (૩૧ ) તાની દેશનારૂપ અમૃતથી તે વિદ્યાધરાધિપતિને શાંતિ પમાડી. પછી મણિપ્રભ, મુ. નિની પાસે સ્વદારાતેષ નામનું વ્રત અંગીકાર કરી અને તેમને નમસ્કાર કરી મદરેખાને કહ્યું કે “હવેથી તું મહારી માતા અથવા બહેન છે.” હર્ષિત મનવાળી સતી મદનરેખા પણ પિતાના શીલખંડન રૂપ આપત્તિને અંત આવ્યો જાણીને તે મહામુનિને પોતાના પુત્રના કુશલ સમાચાર પૂછયા. મુનિએ કહ્યું. “હે શુભે! શોક ત્યજી દઈ સ્થિર ચિત્તથી સાંભલ. આ જબૂદ્વીપમાં પુષ્કલાવતી નામે વિજય છે. ત્યાં મણિતારણ નગરમાં મહાબલવંત એ અમિતયશ નામે રાજા રાજ્ય કરે છે. એ રાજાને પુષ્પવતી નામે સ્ત્રી છે. તેઓને ધર્મકાર્યમાં તત્પર, વિનયવંત અને દયાવંત એવા પુષ્પસિંહ અને રત્નસિંહ નામના બે પુત્રો થયા. ભૂપતિએ ચારણમુનિ પાસે દીક્ષા લીધે છતે બન્ને પુત્રો ચોરાસી લાખ પૂર્વ રાજ્ય ભેગાવી અને સોલ લાખ પૂર્વ દીક્ષા પર્યાયપાલી અંતે મૃત્યુ પામીને અશ્રુત દેવલોકમાં સામાનિક દેવતાઓ થયા. ત્યાંથી આવીને તેઓ ધાતકીખંડના ભરતક્ષેત્રમાં હરિષેણ સમુદ્રદત્તાના પુત્રપણે ઉત્પન્ન થયા. પહેલો સાગરદેવ અને બીજે દત્ત, અનુક્રમે તેઓ ધર્મિ અને પરસ્પર પ્રીતિરૂપ અમતથી સિંચાયેલા થયા. પછી અખંડિત એવા વૈરાગ્યથી વ્યાસથએલા તે બને જણુએ અગીયારમા તીર્થકર શ્રી શ્રેયાંસનાથસ્વામી પાસે દીક્ષા લીધી. ત્રીજે જ દિવસે વિજલી પડવાથી કાલધર્મ પામેલા તે પહેલા દેવલોકમાં મહાસમૃદ્ધિવંત એવા દેવતાથયા. એકદા આ ભરતક્ષેત્રમાં તેઓએ શ્રીનેમિનાથ જિનેશ્વરને પૂછયું કે અમારે હજુ સુધી સંસાર કેટલો બાકી છે?” પ્રભુએ કહ્યું. “તમારા બન્નેમાંથી એક જણ મિથિલા નગરીના જયસેન ભૂપતિને પહેલે પવરથ નામે પુત્ર થશે અને બીજો સુદર્શનપુરના યુગબાહ રાજાની સ્ત્રી મદનરેખાના પુત્ર પણે ઉત્પન્ન થશે. અનુકમે તમે બન્ને જણ પિતા પુત્રના સંબંધને પામી, રાજ્યપદ ભેગવી, પ્રતિબોધ પામી તેમજ કર્મમલને નાશ કરી થોડા કાળમાં મોક્ષપદ પામશે.” આ પ્રમાણે બન્ને દેવતાએ પોતાનું એકાવતારીપણું સાંભળીને પછી આયુષ્ય પૂર્ણ થયે તેમાંથી એક મિથિલાનગરીને પદારથ રાજા થયે. કોઈ દિવસ દુર્વિનીત અને વનમાં ખેંચી આણેલા તે રાજાએ વૃક્ષ નીચે હારા પુત્રને દીઠો. પછી બહુ હર્ષ પામેલા મિથિલાધિપતિએ પુત્રને લઈ નગરીમાં આવીને પોતાની પ્રિયા પદ્યમાળાને મેં અને હોટે જન્મમહોચ્છવ કરાવ્યું.” ચાર જ્ઞાનના ધારણહાર મણિચૂડ ચારણમુનિ મદન રેખાને આ પ્રમાણે વાત કરે છે તેટલામાં આકાશથી પુષ્પવૃષ્ટિ થવા પૂર્વક સૂર્યમંડળ સમાન વાજત્યમાન એક વિમાન ત્યાં આવ્યું. કોઈ એક કાર્યને જાણ અને દિવ્ય આભૂષણેને ધારણ કરનાર કોઈ એક દેવ, તે વિમાનમાંથી નીચે ઉતરી સતી મદનરેખાને પ્રણામ કરી અને પછી ચારણમુનિને પ્રણામ કરી તેમના આગળ બેઠે. દેવતાનું આવું વિલમ કાર્ય જોઈ મણિપ્રલે તેનું કારણ પૂછયું એટલે દેવતાએ સ્પષ્ટ કહ્યું. “ હું પૂર્વભવમાં મણિરથ રાજાને ન્હાને ભાઈ ચુગબાહુ હતું. મને હારા મોટા બંધુએ વૈરથી માર્યો પરંતુ
SR No.022020
Book TitleRushimandal Vrutti Uttararddh
Original Sutra AuthorN/A
AuthorShubhvardhansuri, Harishankar Kalidas Shastri
PublisherJain Vidyashala
Publication Year1925
Total Pages404
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy