SearchBrowseAboutContactDonate
Page Preview
Page 41
Loading...
Download File
Download File
Page Text
________________ ( ૩૦ ) શ્રી રષિમંડલવૃત્તિ ઉત્તરદ્ધ, પાપ કર્મથી ઉત્પન્ન થએલા ફલનું ધ્યાન કરતી મદનરેખાએ વિદ્યાધરને કહ્યું કે “હે બંધ! તું સાવધાન થઈને હારું કહેવું સાંભળ. “નિચે આ રાત્રીને વિષે મેં વનમાં એક પુત્રને જન્મ આપ્યો છે. હું વસ્ત્ર ધોવા ગઈ એટલામાં જલહતિએ મને આકાંશમાં ઉછાલી. નીચે પડતી એવી મને તે ઝીલી લીધી છે. તે હારા પુત્રને ઝટ અહિં લાવી આપ અથવા મને ત્યાં પહોંચાડ. નહિ તે તે ભાગ્યશાલી બાલકને કઈ લઈ જશે. અહે! હારી આપત્તિ રૂપ ઘરનું બારણું વિધિએ જ ઉઘાડયું છે. નહિં તો પતિને વધ, જેઠના ભયથી વનમાં નાશી આવવું, ત્યાં પુત્રને જન્મ અને ત્યારથી પકડાવું એ સર્વ ક્યાંથી બને ? તું હારા વિનીત પુત્રની સાથે હારે ઝટ મેલાપ કરાવ, વલી પ્રસન્ન થઈને પુત્રભિક્ષાના દાનથી હારા ઉપર દયા કર.” તે યુવાન વિદ્યાધર પણ રાગસહિત તેણના સામે નેત્ર ફેંકતે છતે કહેવા લાગ્યું. “ગંધાર દેશમાં રાતાવહ નામે નગર છે. ત્યાં વિદ્યાધરને અગ્રણી મણિચૂડ નામે રાજા રાજ્ય કરતું હતું. તેને કમલવતી નામે સ્ત્રી હતી. તેઓને મણિચૂડ રાજા, મને વતાય પર્વતની અને શ્રેણિનું રાજ્ય આપી પોતે દીક્ષા લઈ ચારણમુનિ થયા. હમણાં ચતુર્નાનિ થએલા તે મહામુનિ જિનેશ્વરને નમન કરવા માટે આઠમા દ્વીપ પ્રત્યે ગયા છે. હું પણ તે વખતે તેમને નમન કરવા માટે ત્યાં જતો હતો. પણ અર્ધા માર્ગે જતા મને હારી પ્રાપ્તિ થઈ તેથી હું પાછો વળ્યો છું. હવે હું તને પ્રાર્થના કરીને કહું છું કે નિશ્ચે તું હમણાં મહારી પ્રાણપ્રિયા થા. મેં પ્રજ્ઞપ્તિ વિદ્યાના પ્રભાવથી હારા પુત્રની વાત જાણી છે. મિથિલા નગરીને રાજા, હારા પુત્રને વનમાંથી પિતાની નગરી પ્રત્યે લઈ ગયો છે.” મણિપ્રભનાં આવાં વચન સાંભળી મદનરેખા વિચાર કરવા લાગી. “જે કે આ સ્વતંત્ર અને કામાતુર થયેલ છે છતાં હારે તેનાથી પણ શીલનું રક્ષણ કરવું જોઈએ. હમણું કાલક્ષેપ કર યોગ્ય છે.” એમ ધારીને તેણીએ સ્પષ્ટ વિદ્યાધરને કહ્યું. “તું પ્રથમ અને નંદીશ્વરની યાત્રા કરાવ. ત્યાં હું જિનેશ્વરેને વંદના કરીને કૃતકૃત્ય થયા પછી હારા કહેવા પ્રમાણે કરીશ.” તેણુનાં આવાં વચનથી બહુ હર્ષ પામેલ મણિપ્રભ, મદનરેખાને વિમાનમાં બેસારી આઠમા દ્વીપને વિષે તેડી ગયો, ત્યાં તેણીએ શાશ્વતા બાવન જિનાલયને નમન કર્યું. અંજની પર્વત ઉપર ચાર, દધિમુખ પર્વત ઉપર સેળ અને રતિકર પર્વત ઉપર બત્રીશ એમ તે બાવન જિનમંદિરમાં પ્રત્યેક સ યોજન લાંબા, પચાસ એજન પહેળા અને બહોતેર જન ઉંચા છે. તે શાશ્વતા ચિત્યને વિષે શ્રી ઋષભ, વર્ષમાન, ચંદ્રાનન અને વારિષેણ નામની એકને આઠ ઉત્તમ જિનપ્રતિમાઓ છે. તે જિનાલમાં શાશ્વતા અરિહંતપ્રતિબિંબને વિધિપૂર્વક હર્ષથી પ્રણામ કરીને મદનરેખાએ પોતાના આત્માને અત્યંત કૃતાર્થ માન્યો. પછી ત્યાં મદનરેખા સતીસહિત ચાર જ્ઞાનના ધારણહાર મણિર્ડ ચારણમુનિને મણિપ્રભ વિદ્યાધરે હર્ષથી વંદના કરી. ઉપશમધારી મણિચૂડે પણ મદન રેખાને મહાસતી અને મણિપ્રભને લપેટ જાણીને પિ
SR No.022020
Book TitleRushimandal Vrutti Uttararddh
Original Sutra AuthorN/A
AuthorShubhvardhansuri, Harishankar Kalidas Shastri
PublisherJain Vidyashala
Publication Year1925
Total Pages404
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy