SearchBrowseAboutContactDonate
Page Preview
Page 37
Loading...
Download File
Download File
Page Text
________________ (૨૬) શ્રી રષિમંડલવૃત્તિ ઉત્તરાદ્ધ. સ્વાર્થના નાશથી મૂઢ બનતા એવા જડ પુરૂ, સ્વાર્થ પ્રત્યે તાત્વિક એ દાસીનપણું નથી જાણતા. ઉદાસીપણું એજ ઉત્કૃષ્ટ તપ અને શુદ્ધ ધર્મ છે એજ હેતુથી વિદ્વાન પુરૂષે ઉદાસીપણામાં પ્રત્યક્ષ મુકિત જાણે છે. તેજ કારણ માટે રાગદ્વેષ રૂપ સ્વાર્થને ત્યજી દઈ ઉદાસીપણાને આશ્રય કરે. જે રાગદ્વેષ સ્વાર્થને આભાસ રૂપ દેખાય છે. તેને ત્યજી દઈ ખરે સ્વાર્થ તે સામાયિક કહ્યું છે.” આ પ્રમાણે સુવિચારથી ઉત્પન્ન થએલા અખંડિત વૈરાગ્યથી રંગીત થએલા મનવાલે દ્વિમુખ રાજા, પૂર્વભવના સંસ્કારથી પ્રાપ્ત થએલા શુદ્ધ બેધને પામે. શાસનદેવતાએ આપે છે યતિષ જેને એ તે દ્વિમુખ રાજર્ષિ તૃણની પેઠે રાજ્ય ત્યજી દઈ પ્રત્યેકબુદ્ધપણું પાપે. જેને માટે કહ્યું છે કે, નાગરિક લોકેએ પૂજન કરેલા અને પછીથી પડી ગએલા ઇંદ્રધ્વજને જોઈ સમૃદ્ધિ અને અસમૃદ્ધિને વિચાર કરતા એવા દ્વિમુખ રાજાએ પ્રતિબંધ પામીને જિનધર્મ આદર્યો. इति द्विमुख संबंध. શ્રી.નષિ પરિણા માલવદેશના આભૂષણ રૂપ સુદર્શન નામના પ્રસિદ્ધપુરમાં પિતાના ગુણેથી મનુષ્યને આનંદકારી એવો મણિરથ નામે રાજા રાજ્ય કરતો હતે. તેને યુગબાહુ નામે અતિ વિનયવંત યુવરાજ બંધુ હતું. એ યુગબાહુને સુશીલ અને સદાચારવાળી મદન રેખા નામે સ્ત્રી હતી. બાલ્યાવસ્થાથી જ સમક્તિવ્રત અને નિર્મળ એવા અરિહંત ધર્મને ઉત્કૃષ્ટપણે અંગીકાર કરીને તે મદનરેખાએ મનુષ્યભવના સંસારરૂપ કલ્પવૃક્ષનું ઉત્તમ ફલ મેળવ્યું હતું. તેણીને ગુણોથી પૂર્ણ અને ચંદ્ર સમાન નિર્મલ યશવાલો ચંદ્રયશા નામે પુત્ર હતા. અનુક્રમે દશવર્ષના થએલા એ રાજપુત્રને નિરંતર રાજલક્ષ્મી કટાક્ષવડે જોતી હતી. એકદા મણિરથ રાજા, પિતાના બંધુની પવિત્ર મદનરેખા સ્ત્રીને જેઈ કામપિશાચથી ગ્રસિત થયે. કામથી વ્યાપ્ત થએલા મનુષ્ય, નથી ગણતા લજજાને કે નથી ગણતા નિર્મલ કુલમર્યાદાને, વલી નથી ગણતા અપવાદને કે નથી ગણતા અધર્મને. મણિરથ રાજા વિચાર કરવા લાગ્યો કે “મદનરેખા શી રીતે હારે વશ થાય ? પ્રથમ હું તેણીને સાધારણ કાર્યથી વિશ્વાસ પમાડું અને પછી અવસર મળે કામની વાત કરીશ. નિર્મલ બુદ્ધિવડે દુષ્કર કાર્ય શું સિદ્ધ નથી થતું?” આમ વિચાર કરીને મણિરથ રાજા, તેણીને તાંબુલ, પુષ્પ, વસ્ત્ર, અલંકાર અને વિલેપનાદિ સર્વે વસ્તુઓ ભેટ તરીકે મોકલવા લાગ્યો. મદન રેખા પણ તે વસ્તુઓને નિર્વિકારપણે જ અંગીકાર કરવા લાગી, તે એમ ધારીને કે “પિતાના ન્હાના ભાઈના ઉપર કનેહને લીધે જે આ પ્રસાદ મને એકલે છે માટે હારે તેમને મેલેલો પ્રસાદ અંગી
SR No.022020
Book TitleRushimandal Vrutti Uttararddh
Original Sutra AuthorN/A
AuthorShubhvardhansuri, Harishankar Kalidas Shastri
PublisherJain Vidyashala
Publication Year1925
Total Pages404
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy