SearchBrowseAboutContactDonate
Page Preview
Page 313
Loading...
Download File
Download File
Page Text
________________ (૭). છે. માષિમંડલવૃત્તિઉત્તરાદ્ધ .. ... એકદા ગાંગિલા મરજી માફક પર પુરૂષની સાથે ક્રીડા કરતી હતી, એવામાં મહેશ્વરદત્ત એચિંતે ઘરમાં આવ્યું. પરપુરૂષવડે ભેગવાતી પિતાની સ્ત્રીને જોઈ અતિ ક્રોધ પામેલા મહેશ્વરદત્તે હાથવડે જાર પુરૂષને પકડ, પછી તેણે તે જાર” પુરૂષને લાકડી, મુઠી અને જેરબંધ વિગેરેના પ્રહારથી એ માર્યો કે તે જારપુરૂષ અધમૂવા જે. બની ગયે. આવું નિઘ કમ કરનારે કયે પુરૂષ સુખ પામે? કઈ ન પામે, બહુ માર ખાતા છતાં પણ મહા મહેનતથી છુટીને નાસી ગએલો તે જાર પુરૂષ વિચાર કરવા લાગ્યો કે “આવા નિંદ્ય કર્મ કરનાર એવા મને ધિક્કાર છે! કે જે કર્મ હારા મૃત્યુને અર્થે થયું.” આવી રીતે વિચાર કરતો તે જારપુરૂષ,. તુરત મૃત્યુ પામીને હમણાં પિતે ભગવેલી ગાંગિલાના ઉદરને વિષે પુત્રપણે ઉત્પન્ન થર્યો. પછી ગાંગિલાએ અવસરે પુત્રને જન્મ આપ્યો. જો કે તે જારપુરૂષથી ઉત્પન્ન થયો હતે તોપણ મહેશ્વરદત્ત તેને પિતાથી ઉત્પન્ન થએલો જાણે લાડ લડાવતે હતા, એટલું જ નહિ પણ પોતાની પ્રિયાએ પુત્રને જન્મ આપ્યો તેથી મહેશ્વરદત્ત પુત્રપ્રેમને લીધે તેના વ્યભિચાર દોષને પણ ભૂલી ગયા અને પિતાની સ્ત્રીના જારમતિના જીવરૂપ પુત્રનું ધાત્રી કર્મ (ધાવમાતાને કરવા ગ્ય કામ) પણ પિતે હર્ષથી કરવા લાગ્યો. પરંતુ જરા પણ શરમાય નહિ. વૃદ્ધિ પામતા અને પોતાની દાઢીમૂછના વાળ ખેંચતા તે પુત્રને મહેશ્વરદત પુત્રપ્રેમને લીધે પોતાની નજર આગળ રાખતા. ૬. અન્યદા પિતાના મરણની તીથિ આવી, તેથી મહેશ્વરદત્તે માંસની ઈચ્છાથી પિતાના પિતાના જીવરૂપ પાડાને વેચાતે લીધે. પિતાની તીથિને દિવસે. હર્ષથી માંચિત થએલા મહેશ્વરદત્તે પાડાને માર્યો. પછી પાડાનું માંસ ખાતા એવા મહેશ્વરદત્ત, પિતાના ખેાળામાં બેસારેલા બાળકને પણ હર્ષથી માંસ ખવરાવ્યું, તેમ જ માંસની ઈચ્છાથી ત્યાં આવેલી માતાના જીવરૂપ કૂતરીને પણ માંસથી ખરડાએલા હાડકાંના કકડા નાખ્યા. પોતાના પતિના જીવ એવા પાડાના હાડકાની અંદર ચોટી રહેલા માંસને ખાતી એવી તે કૂતરી સંતોષ પામીને હસ્તિના કર્ણની પેઠે પૂછડાને હલાવવા લાગી. મહેશ્વરદત્ત આ પ્રમાણે પિતાનું માંસ ભક્ષણ કરતો હતે એવામાં માસક્ષમગુના પારણે ભિક્ષા માટે ફરતા એવા એક મુનિ ત્યાં આવ્યા. મુનિએ પોતાના જ્ઞાનાતિશયને લીધે મહેશ્વરદત્તનું સંસારસમુદ્રમાં પાડનારૂં તેનું સવ ચેષ્ટિત જાણી લીધું, તેથી તે વિચાર કરવા લાગ્યા કે “અહો ! ડાહ્યા પુરૂષોમાં શિરેમણિ એવા આ મહેશ્વરદત્તના અજ્ઞાનને ધિક્કાર છે, તે પોતે પિતાનું માંસ ખાય છે અને વળી શત્રુને ખેાળામાં બેસારે છે. આ કૂતરી પણ હર્ષ પામતી છતી પોતાના પતિના માસવાલા હાડકાંને ભક્ષણ કરે છે. ધિક્કાર છે સંસારના આવા નાટકને ! આ પ્રમાણે જાણને મુનિ, તેના ઘરથી નીકળી ગયા એટલે મહેશ્વરદત્ત તેમની
SR No.022020
Book TitleRushimandal Vrutti Uttararddh
Original Sutra AuthorN/A
AuthorShubhvardhansuri, Harishankar Kalidas Shastri
PublisherJain Vidyashala
Publication Year1925
Total Pages404
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy