SearchBrowseAboutContactDonate
Page Preview
Page 312
Loading...
Download File
Download File
Page Text
________________ બીજમવાની બાબના ચમકેલીની કથા થઈ છું. મ્હારા કાકાની માતા તેજ હોવાથી હારી પિતામહ (દાદી) પણ કહેવાય. મ્હારા ભાઈની સ્ત્રી થવાથી હારી ભેજાઈ પણ થઈ. શેક્યના પુત્રની સ્ત્રી હોવાથી તે હારી વધુ (પુત્રની સ્ત્રી) પણ છે. મહારા પતિની માતા હેવાથી તે નિરા મ્હારી સાસુ થઈ અને હારા પતિની બીજી સ્ત્રી થવાથી હારી શકાય પણ કહેવાય.” કુબેરદના સાધ્વીએ આ પ્રમાણે કહીને કુબેરદત્તને પિતાની મુદ્રિકા આપી. કુબેરદત્ત પણ મુદ્રિકાને જોઈ થએલા પરસ્પર સર્વ સંબંધના ખરાબ પરિણામને જા. પછી તે જ વખતે વૈરાગ્ય પામેલા કુબેરદસે દીક્ષા લીધી. તપ કરી અને મૃત્યુ પામી તે કુબેરદા દેવકને વિષે મોટે દેવતા થયે. કુબેરદત્તાએ તેજ વખતથી શ્રાવકધમ આદર્યો. નિર્મલ મનવાળી સાધ્વી કુબેરદત્તા પણ પિતાની ગુરૂણી પાસે ગઈ. જંબૂકુમાર પ્રભવને કહે છે કે, જે પ્રાણીઓ આવી રીતે કર્મથી બંધાય છે તે જડબુદ્ધિવાળાઓ છીપમાં રૂપાની ભ્રાંતિની પેઠે બીજાઓને બંધુ માને છે. જે પિતે બંધુ સહિત છે અને બીજાઓને બંધુના સંબંધથી છેડાવે છે તેજ ક્ષમાશ્રમણ (સાધુ) બંધુ છે. બીજા બંધુઓ તે નિચે નહિ સમાન છે. પ્રભવે કહ્યું. “હે કુમાર ! દુર્ગતિમાં પડતા પિતાના પૂર્વજોને રક્ષણ કરવા માટે તું પુત્રને ઉત્પન્ન કર. કારણ સંતાન રહિત માણસના પૂર્વજો નિ નરકે જાય છે. તું સંતાનરહિત હોવાથી પૂર્વજોના ગુથી મુક્ત થઈશ નહિ.” જંબૂકુમારે કહ્યું. “હે પ્રભવ! પુત્ર પિતાને તારનારા છે, એમ જે કહેવું તે મહને લીધે જ છે. અહીં માહેશ્વરદત્ત સાર્થવાહનું દ્રષ્ટાંત છે તે તું સાંભળ: પૂર્વે તામલિસી નગરીમાં મહેશ્વરદત્ત નામને લેકપ્રસિદ્ધ અને ધનવંત સાથેપતિ રહેતું હતું. જેમાં સમુદ્ર, જલથી તૃપ્તિ ન પામે તેમ બહુ ધન છતાં પણ સંતેષરહિત એ સમુદ્ર નામને પ્રસિદ્ધ પુરૂષ તે મહેશ્વરદત્તને પિતા હતે. માણસોની નીતિને જાણનારી અને બહુલક્ષણવાળી છતાં માયાના નિવાસસ્થાન રૂ૫ તેમજ અતિ તૃષ્ણાવાળી બહુલા નામે તેને માતા હતી. દ્રવ્યસમૂહને એક કરવાના વ્યસનવાળે તે મહેશ્વરદત્તને પિતા સમુદ્ર, મૃત્યુ પામીને તેજ નગરમાં પિતાના કર્મથી પાડારૂપે ઉત્પન્ન થયો હતો. પિતાના પતિના મરણથી ઉત્પન્ન થએલા અતિ આધ્યાનના સંકટવાળી તેની માતા બહુલા પણ મૃત્યુ પામીને તેજ નગરમાં કૂતરી ઉત્પન્ન થઈ હતી. હવે મહેશ્વરદત્તની ગાંગિલા નામની સ્ત્રી, શંકરની પ્રિયા પાર્વતીની પેઠે અતિ સૌભાગ્યવંત હતી. સાસુ અને સસરા વિનાના ઘરમાં એકલી રહેતી તે ગાંગિલા, અરણ્યમાં હરિણીની પેકે સ્વછંદચારિણી (મરજી પ્રમાણે ચાલનારી) થઈ, તેથી તે દુષ્ટા પતિની દષિને છેતરી બીજા પુરૂષની સાથે ક્રીડા કરવા લાગી. કારણ આ લેકમાં સ્વેચ્છાચારિણી સ્ત્રીઓને સતીપણું કયાંથી હોય?
SR No.022020
Book TitleRushimandal Vrutti Uttararddh
Original Sutra AuthorN/A
AuthorShubhvardhansuri, Harishankar Kalidas Shastri
PublisherJain Vidyashala
Publication Year1925
Total Pages404
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy