SearchBrowseAboutContactDonate
Page Preview
Page 306
Loading...
Download File
Download File
Page Text
________________ monood Awwww બ્રીજ બકુમાર નામના ચમકેવલીની કથા ( ૨૫ ) લેકેને તમે સ્પર્શ કરશે નહીં, કારણ હું તેમને રખવાળ જાગું છું. ” પ્રેઢ પ્રભાવના ભુવન રૂપ જંબૂકુમારની આવી વાણીથી તે સર્વે ચોરે ચિત્રામણમાં આલેખેલાની પેઠે સ્તબ્ધ થઈ ગયા. પ્રભવ આમ તેમ જોવા લાગ્યો તે તેણે હાથણીઓથી યુક્ત એવા હસ્તિની પેઠે સ્ત્રીઓથી વીંટલાયેલા જંબૂકુમારને દીઠો, તેથી તે પોતાનું સ્વરૂપ કહેવા લાગ્યું કે “હે મહાભાગ! હું વિંધ્ય રાજાનો પ્રભાવ નામે પુત્ર છું. તું મૈત્રીએ કરીને હારા ઉપર અનુગ્રહ કર. હે સુંદર ! તું હારી તંભિની અને મોક્ષણ અને વિદ્યા મને આપ અને હું તને હારી અવસ્વાપનિકા તથા તેલંઘાટિની વિદ્યા આપું.” જેબૂકુમારે કહ્યું. “હે પ્રભવ! હું સવારે આ નવી પરણેલી સ્ત્રીઓને ત્યજી દઈ ચારિત્ર લેવાનો છું. હમણું પણ હું ભાવસાધુ છું. તેથી જ હારી અવસ્થાપનિકા વિદ્યા હારે વિષે પિતાનું બલ ચલાવી શકી નહીં. હે ભાઈ! હું સવારે આ લક્ષમીને તૃણની પેઠે ત્યજી દઈ દીક્ષા લઈશ તે પછી હારી એ શક્તિવાલી વિદ્યાનું હારે શું કામ છે? ” જંબૂકુમારનાં આવાં વચન સાંભળીને પિતાની અવસ્થાનિકા વિદ્યાને સંવરી લઈ પ્રભવ ભક્તિથી હાથ જોડી જંબૂકુમારને કહેવા લાગ્યા. - “હે સખે તું નવવનવાળ હોવાથી વિષય સુખ ભોગવ અને આ નવી પરણેલી સ્ત્રીઓ ઉપર દયા કર કારણ તું વિવેકી છે. વળી જે તું આ સુચનાએની સાથે વિષયસુખ ભોગવીને પછી દીક્ષા લઈશ તે તે દીક્ષા વધારે શભશે.” જંબૂકુમારે કહ્યું. “ હે પ્રભવ ! કામગથી ઉત્પન્ન થએલું સુખ બહુ પાપ દેનારું છે, માટે દુખના કારણરૂપ તે સુખે કરીને શું ? કામગથી ઉત્પન્ન થએલું સુખ સર્ષવના દાણુથી પણ અલ્પ છે અને મધના ટિપાના સ્વાદ લેનારા પુરૂષની માફક દુઃખ તે બહુ છે.” તેનું દષ્ટાંત: દેશ દેશમાં ભ્રમણ કરતા એવા કેઈ એક પુણ્યરહિત પુરૂષે કઈ સાર્થવાહની સાથે મિલેથી ભયંકર એવી અટવીમાં પ્રવેશ કર્યો. ત્યાં તે સાથેવાહને લૂંટવા માટે ભિલ્લો દેડી આવવા લાગ્યા. તેથી સર્વે સાથે લેક, મૂગની પેઠે નાસી ગયા. પેલે સંઘથી છુટા પડી ગએલે પુરૂષ અરણ્યમાં આમ તેમ ભટક્તો હતે એવામાં તેને કોઈ એક યમરૂપ ભયંકર હસ્તિઓ દીઠ તેથી કાલસમાન ભયંકર અને ક્રોધી એ તે હસ્તી પેલા પુરૂષની પાછલ દેડયે પુરૂષ ભયથી પડતે અને ઉઠતે નાસી જતું હતું એવામાં તેણે કૂવાની અંદર ઉગેલા એક મોટા વડ વૃક્ષને દીઠું. તુરત તે પુરૂષ વિચારવા લાગ્યું કે “વડ ઉપર રહેલા મને આ હસ્તી નિચે મારી નાખશે. વખતે કૂવામાં ઝપાપાત કરવાથી જીવું તે જીવું” આમ વિચાર કરી તે પુરૂષ તુરત કૂવામાં ઝુંપાપાત કરી અંદર રહેલા વડવૃક્ષની ડાળીએ વળગી પડયે આ વખતે નાશકારી એ પેલે હસ્તી તે પુરૂષને
SR No.022020
Book TitleRushimandal Vrutti Uttararddh
Original Sutra AuthorN/A
AuthorShubhvardhansuri, Harishankar Kalidas Shastri
PublisherJain Vidyashala
Publication Year1925
Total Pages404
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy