SearchBrowseAboutContactDonate
Page Preview
Page 292
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રીજ’ભૂસ્વામી' નામના ચરમકેવલીની કથા. ( ૨૧ ) આ જમૂદ્રીપની અંદર રહેલા ભરતક્ષેત્રને વિષે મગધ નામના દેશમાં સુગ્રામ નામે ગામ છે, ત્યાં શ્રેષ્ઠ એવે રાષ્ટ્રકુટ નામે ધનવત ગૃહસ્થ રહેતા હતા. તેને રેવતી નામની સ્ત્રીથી ઉત્પન્ન થએલા ભવદત્ત અને ભવદેવ નામના બે પુત્ર હતા. ભવદત્ત યુવાવસ્થાવાલા હતેા છતાં તેણે સુસ્થિત સદ્ગુરૂ પાસે સંસારસમુદ્રને તારનારી દીક્ષા લીધી. પછી શાસ્ત્રોના પાર પામેલા ભવદત્ત મુનિ ખડ્ગધારા સમાન ઉગ્ર વ્રતને પાલતા છતાં ગુરૂની સાથે વિહાર કરવા લાગ્યા. એકદા ગણુના એક મુનિએ ગુરૂની વિનતિ કરી કે “ હે સ્વામિત્! મને મ્હારા બંધુજનેાને પ્રતિબેાધ કરવા માટે જવાની આજ્ઞા આપા ત્યાં એક મ્હારે બધુ રહે છે તે સ્વભાવે ભદ્રક હાવાથી મ્હારા ઉપર બહુ સ્નેહ રાખે છે તેા તે મને જોઇને દીક્ષા લેશે ” પછી ગીતા એવા તે સાધુને ગુરૂએ આજ્ઞા આપી. કારણકે પરના નિસ્તાર કરત્રામાં તત્પર એવા શિષ્યા ઉપર સુગુરૂએ હમેશાં પ્રીતિ ધરે છે. પછી તે મુનિ પિતાને ઘરે ગયા તે ત્યાં તેમણે પોતાના ન્હાના અનાજ સ્વજનાને પચતા કરનારા વિવાહાત્સવ આરંભેલેા દીડા. મુનિના ન્હાના ખંધુ પણ વિવાહના ઉત્સાથી વિલ બની ગયા હતા તેથી તે પશુ ખીજા કાર્યોને ભૂલી જઈ વિવાડુના કાર્યમાં વ્યાકુલ થઈ રહ્યો હતા, તેથી તેણે વિવાહના અવસરે આવેલા એવા પેાતાના મ્હેાટા ખરૂપ મુનિને એલખ્યા નહીં અને આવકાર પશુ આપ્યા નહી તેા પછી તેને દીક્ષા લેવાની તે વાતજ શી? પછી ત્રલક્ષ થએલા મુનિ કરી ગુરૂ પાસે આવ્યા ત્યાં તેમણે આલેચના લઈ પેાતાના ન્હાના ભાઇની સર્વ વાત નિવેદન કરી. ભવદત્તે પેલા મુનિને કહ્યુ. “ અહા ! તમારા ભાઈની કંઢારતા ઉગ્ર દેખાય છે, કે જેણે પાતાના ઘરે આવેલા મ્હોટા ખંધુ મુનિની અવજ્ઞા કરી. શું ગુરૂની ભકિતથી વિવાહ કાતુક વધારે કલ્યાણકારી છે ? કે જે તમારા ભાઈ હષસહિત વિવાહકાતુકને ત્યજી દઇ પોતાના મ્હોટા ભાઈ રૂપ ગુરૂ પાસે ન આવ્યે. જો આપણા ગુરૂ મગધ દેશમાં વિહાર કરશે તેા હું. મ્હારા ન્હાના ભાઇનુ" "કાતુક તમને બતાવીશ, ” એકદા શ્રી સુસ્થિર ગુરૂ વિહાર કરતા કરતા મગધ દેશ પ્રત્યે ગયા. આ વખતે નિપુણુ એવા ભવદત્ત ગુરૂને નમસ્કાર કરીને વિનંતિ કરી કે “ હે ભગવંત ! દયાવંત એવા આપ જે મને આજ્ઞા આપો તે હું આપની આજ્ઞાથી અહીં નજીક રહેલા હારા સ્વજનેને મલી આવું. ” ગુરૂએ ફક્ત ભવદત્ત એકલાને ત્યાં જવાની રજા આપી, તેથી તે ઉપશમધારી ભવદત્ત પોતાના સ્વજનાના ઘર પ્રત્યે ગયા. આ વખતે ભઢતના ન્હાનેા ભાઇ ભવદેવ નાગઢત્ત નામના શ્રેષ્ઠોની વાસુકી સ્ત્રીના ઉઝરથી ઉત્પન્ન થએલી પુત્રીને હષથી પરણ્યા હતા ભત્ત મુનિનું આગમન સાંભલી હર્ષ પામેલા અને વિવાહેાત્સવ કરી રહેલા સર્વે વિવેકી ખંધુએ તેમની પાસે ગયા. પ્રથમ પ્રાસુક જલથી મુનિના ચરણને ધાઈ સર્વે માણુસાએ તીર્થના જલથી અધિક
SR No.022020
Book TitleRushimandal Vrutti Uttararddh
Original Sutra AuthorN/A
AuthorShubhvardhansuri, Harishankar Kalidas Shastri
PublisherJain Vidyashala
Publication Year1925
Total Pages404
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy