SearchBrowseAboutContactDonate
Page Preview
Page 291
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૮) શ્રીહષિમંડલવૃત્તિ-ઉત્તરાદ્ધ. પામતાં નથી.” પ્રભુનાં આવાં વચન સાંભલી તે વખતે જંબુદ્વીપને પતિ કે જેનું નામ પણ તેવુંજ (જબૂદ્વીપપતિ.) હતું તે ઉંચા સ્વરથી કહેવા લાગ્યો કે “અહો? પૃથ્વીમાં હારું કુલ વખાણવા યોગ્ય છે.” આ અવસરે શ્રેણિક રાજાએ હાથ જોડી શ્રી મહાવીર પ્રભુને પૂછયું. “હે સ્વામિન્ ! આ દેવતા પિતાના કુલની પ્રશંસા શા વાસ્તે કરે છે? શ્રી જિનશ્વરે કહ્યું: હે રાજન ! આ નગરને વિષે ડાહ્યા પુરૂષમાં શિરોમણિ અને પ્રસિદ્ધ એ ગુપ્તિમતિ નામે શ્રેષ્ઠી હતું. તેને અનુક્રમે ગુણવંત બે પુત્રો થયા હતા તેમાં મહાટાનું નામ રુષભદત્ત અને ન્હાનાનું જિનદાસ હતું. શ્રેષ્ઠીને હેટ પુત્ર રાષભદત સારા આચારવાલે થયો અને ન્હાને પુત્ર જિનદાસ વ્યસની થયે. હેટા ભાઈએ ન્હાનાને વ્યસની જાણું તેને ત્યજી દીધે, અને તે સર્વ ઠેકાણે એમ કહેવા લાગ્યો કે ગુણિમત્તિ શેઠને હું એકજ પુત્ર છું. પાપરહિત એવા તે રુષભદત્ત, પિતાના ન્હાના ભાઈને કુતરાની પેઠે ઘરમાં પણ આવવા દેતા નહીં. જિનદાસ બહુ જુગટું રમત. તે કઈ એક દિવસે બીજા કેઈ જુગટુ રમનારા પુરૂષની સાથે પણ કરી જુગટુ રમવા લાગ્યો. બન્નેને જુગટામાં વિવાદ થયો તેથી પેલા પુરૂષે જિનદાસને શસ્ત્રપ્રહારથી માર્યો. નિચે દુતરૂપ પાપવૃક્ષનું આવું શસ્ત્રઘાતની પીડારૂપ ફલ હોય છે. પછી પૃથ્વી ઉપર આલેટતા એ જિનદાસ જાણે અતિ રાંક હાયની? એમ દેખાતો હતો. પછી સ્વજનેએ એકઠા થઈ અપભદત્તને કહ્યું કે “હે શ્રાવકશિરોમણિ ! તું ધર્મરૂપ મૂળવાલી દયાવડે પોતાના પીડા પામતા ભાઈને જીવાડ.” સ્વજનોએ બહુ આગ્રહથી કહેલા ઋષભે પોતાના ભાઈ જિનદાસ પાસે જઈને કહ્યું કે હે બંધા! હું તને ઉત્તમ ઔષધાદિકથી સુખ કરીશ.” જિનદાસે કહ્યું “હે ભાઈ! તમે હારા બહુ અપરાધને ક્ષમા કરે અને હવે જીવિત પૂર્ણ થએલા એવા મને પરલોક સંબધી ભાથું આપે.” ઋષભદત્તે કહ્યું. “હે વત્સ ! હવે તું હર્ષથી અનશન સ્વીકાર અને એકાગ્ર મનથી પરમેષ્ઠી મંત્ર-નમસ્કારને જપ કર.” આ પ્રમાણે શુદ્ધ બુદ્ધિવાલા ઋષભદત પિતાના ન્હાના ભાઈને શીખામણ આપી પોતે તેને વિધિ પ્રમાણે આરાધના કરાવી. ( શ્રી મહાવીર પ્રભુ શ્રેણિક રાજાને કહે છે કે) હે રાજન ! પછી તે જિનદાસ પંડિતઋત્યથી મરણ પામી જંબુદ્વીપને પતિ અને મહાસમુદ્ધિવાલે દેવ ઉત્પન્ન થયેલ છે. તે જ રાજગૃહ નગરમાં ઋષભદત્ત શ્રેષ્ઠીનો પુત્ર જંબૂકુમાર અંત્ય કેવલી થશે.” એવા અમારાં વચન સાંભળ્યાં તેથી હર્ષિત ચિત્તવાલે થએલો તે પોતાના કલમાં કેવલીને પવિત્ર જન્મ સાંભલી પોતાના કુલની બહુ પ્રશંસા કરે છે. ' શ્રેણિક રાજાએ પૂછયું. “હે પ્રભે ! ગુરૂ, શુક્રાદિ ગ્રહોની મધ્યે સૂર્યની પેક આ વિદ્યુમ્નાલી દેવતા સઘલા દેવતાઓની મધ્યે અધિક તેજવાન કેમ દેખાય છે? ભગવાને કહ્યું:--
SR No.022020
Book TitleRushimandal Vrutti Uttararddh
Original Sutra AuthorN/A
AuthorShubhvardhansuri, Harishankar Kalidas Shastri
PublisherJain Vidyashala
Publication Year1925
Total Pages404
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy