SearchBrowseAboutContactDonate
Page Preview
Page 259
Loading...
Download File
Download File
Page Text
________________ ( ૧૪૮ ) શ્રી ઋષિસ ડેલવૃત્તિ ઉત્તરાન '' છઠ્ઠ ભાજી અને ઉત્તમ દ્રષ્ટિવાન્ એવા નાગ સારથીના પૌત્ર વરૂણે ચેડા રાજાની આજ્ઞાથી છઠ્ઠ ભક્તને અંતે અઠ્ઠમ કરી અને સેનાપતિ પદ્મ અંગીકાર કરી તેવા રથ અને સુશળ નામના દારૂણ યુદ્ધ પ્રત્યે પ્રવેશ કર્યો. સમર્થ અને મહા ખળવ’ત એવા વર્ણ કૃણિકના સેનાપતિને યુદ્ધ માટે તિરસ્કાર કરતા અસહ્ય વેગવાળા રથથી યુદ્ધમાં આગળ ધસ્યા. સામ સામા તૈયાર કરેલા રથવાલા, અતિ વૈર ધારણ કરતા અને ગજરાજના સરખા દુય અને સેનાપતિએ યુદ્ધની ઈચ્છાથી બહુ નજીક આવ્યા. આ વખતે કૂણિક રાજાના સેનાપતિએ યુદ્ધભૂમિમાં આવેલા અને પેાતાની નજીક ઉભેલા વરૂણને કહ્યું કે “તું પ્રથમ મ્હારા ઉપર પ્રહાર કર, પ્રહાર કર. શુરવીર એવા વણૅ ઉત્તર આપ્યા કે “ મ્હારે શ્રાવકનું વ્રત છે, જેથી હુમ્હારા પ્રહાર કર્યો વિના શત્રુ ઉપર પ્રહાર કરતા નથી.” પછી “તે બહુ સારૂં કહ્યુ, બહુ સારૂં કહ્યું. ” એમ કહી કૃણિક રાજાના સેનાપતિએ તુરત એક ખાણવડે વરૂણ સુભટને પ્રહાર કર્યો. પછી ક્રોધથી રાતા નેત્રવાલા વણૅ એકજ પ્રહાર કરી કૃણિકના સેનાપતિને યમલાક પ્રત્યે માકલી દીધા. છેવટ કુણિકના સુભટના બહુ પ્રહારથી વિહ્વળ ખનેલા અને ઉત્તમ બુદ્ધિવાળા વરૂણ રણભૂમિમાંથી બહાર નિકલી એક તૃણુના સંથારા ઉપર એસી વિચાર કરવા લાગ્યા. "" ઉપર “ મેં મ્હારી કાયાથી પાતાના સ્વામીનું કાર્ય સર્વ પ્રકારે કર્યું છે હવે મ્હારૂ મૃત્યુ પાસે આવ્યું છે માટે હમણાં મ્હારે પાતાના સ્વાર્થ સાધવાના વખત છે. આવી રીતે વિચ.૨ કરી ઉત્તમ બુદ્ધિવાલા વરૂણે આરાધના કરી અનશન લીધું અને સાવધાનપણે ચિત્તમાં નવકારના જાપ કરવા માંડયા. આ વખતે વરૂણને મિત્ર કોઇ મિથારુષ્ટિ પુરૂષ સેનામાંથી બહાર નિકલી વણુ પાસે આવી કહેવા લાગ્યા. “ હું મિત્ર? હમણાં હું તમારા સ્નેહથી વશ થઇ ગયા છું. હું તમારા માર્ગને જાણતા નથી માટેજ ઉત્તમ ભાવથી તમારી પાસે આવ્યે છું. ” પછી ધર્મ ધ્યાનમાં તત્પર અને પંચપરમેષ્ઠીના સ્મરણવાલે વર્ણ સમાધિથી મૃત્યુ પામી સૌધર્મ દેવલાકને વિષે ગયા. ત્યાં સૂર્ય સમાન કાંતિવાલે તે ચાર પડ્યેાપમના પેતાના આયુષ્યને પૂર્ણ કરી મહા વિદેહ ક્ષેત્રને વિષે ઉત્પન્ન થઈ ત્યાંથી સિદ્ધિપદ પામશે. વરૂણના માર્ગને અજ્ઞાનથી સેવન કરનારા તેના મિત્ર પશુ મૃત્યુ પામી ઉત્તમ કુલમાં મનુષ્યપણે ઉત્પન્ન થયેા. ત્યાંથી વિદેહ ક્ષેત્રમાં મ્હાટા કુલને વિષે મનુષ્યપણે ઉત્પન્ન થઈ મુક્તિમાર્ગનું આરાધન કરવાથી મેાક્ષપદ પામશે. હવે ચેડા રાજાના વરૂણ સેનાપતિ હણાયે છતે તેના સર્વે સુભટ ખાણુથી વિધાયલા વરાહની પેઠે ખમણું યુદ્ધ કરવા તૈયાર થયા. સર્વ ગણરાજથી વિરાજિત એવા તે ચેડા રાજાના સુભટાએ કુણિક રાજાની સેનાને કુટી નાખી. તાડન કરાતી પાતાની સેનાને જોઇ ખલવત એવા કુણિક થ્થરથી તાડન કરેલા ઉદ્ધૃત સિંહની પેઠે શત્રુની સેના સામે દોડયા, તલાવમાં હસ્તિની પેઠે શત્રુની સેનામાં ફ્રીડા કરતા
SR No.022020
Book TitleRushimandal Vrutti Uttararddh
Original Sutra AuthorN/A
AuthorShubhvardhansuri, Harishankar Kalidas Shastri
PublisherJain Vidyashala
Publication Year1925
Total Pages404
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy