SearchBrowseAboutContactDonate
Page Preview
Page 255
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી પ્રષિમડલવૃત્તિ-ઉત્તરાદ્ધ ઘી પીરસતે હાયની? તેમ મૂતર્યો. કૃણિક તરત મૃતરથી ભિજાએલું ભોજન દૂર કરી બાકીનું પુત્રના ઉપર પ્રેમને લીધે હર્ષથી ખાવા લાગ્યા. આ વખતે ત્યાં બેઠેલી પિતાની માતા ચલણને કુણિકે પૂછયું કે “હે માતા ! હારી પેઠે બીજાને આવે કઈ પ્રિયપુત્ર હશે? ચેલ્લણાએ કહ્યું. “અરે પાપી.! નૃપાધમ ! તું જેવો હારા પિતાને પ્રિય હતું તેવા બીજા કેઈ નહોતા. તું મહારા ગર્ભમાં આવ્યો ત્યારે મને દુષ્ટ ડહાળે ઉત્પન્ન થયે હતો. તે વખતે મેં તને પિતાને વરી ધાર્યો હતે. પછી મેં ગભ ગાળી નાખવા માટે બહુ ઔષધે કર્યા પણ તેથી તે ગળી ગયે નહીં પણ ઉલટો પુષ્ટ અંગવાળો થયો. કારણ કે ભાગ્યવંત પુરૂષને સર્વ હિતકારી થાય છે. હું પુત્રનું મુખ કયારે જોઈશ એવા અધિક ઉત્સાહથી હારા પિતાએ મહારે તે ડહોળો પણ પૂર્ણ કર્યો હતે. જન્મ આપ્યા પછી મેં તુરત તને પિતાને વૈરી સમજી ત્યજી દીધું હતું પણ ત્યાંથી પિતાના જીવિતની પેઠે હારા પિતાએ તને પાછે આ. છે. એકદા હારી આંગલીને કુકડાએ કરડી હતી. આંગળી તેથી પાકી અને તેને બહુ પીડા કરવા લાગી. હારા પિતાએ હારી તેવી આંગલીને પણ ત્યાં સુધી પોતાના મુખમાં રાખી કે જ્યાં સુધી તને બીજી આંગળી પ્રાપ્ત થઈ. હે દુષ્ટ બુદ્ધિવાળા ! શ્રીમંત પિતાએ તને આવી રીતે લાડ લડાવ્યું તેને આવું કષ્ટ આપે છે. તે શું તને ચોગ્ય છે?” કૃણિકે કહ્યું. “જે પિતા હારા ઉપર દ્વેષ ન રાખતા હોય તે તેમણે મને ગાળના મેદક આપી હલ્લવિહલ્લને ખાંડના મેદક શામાટે આપ્યા?” ચેલણાએ કહ્યું. “તને ગેળના માદક અપાવનાર હું પિતે છું કારણ કે તે પિતાને દ્વેષી હોવાથી મને અપ્રિય હતે. કૃણિકે કહ્યું. “હે માત! અવિચારકારી એવા મને ધિકાર થાઓ, હું ફરી મહારા પિતાને તેમનું રાજ્ય પાછું આપીશ.” આમ કહી કૃણિક અધું જમ્યા છતાં પણ હાથ ધરાઈ, પુત્ર ધાવને સેંપી પિતા પાસે જવા માટે ત્યાંથી ઉઠયો. “હું પિતાના ચરણકમળમાં રહેલા નિગડને ભાંગી નાખું” એમ ધારી કૃણિક હાથમાં લેહદંડ લઈ પિતા તરફ દેડ. આ વખતે શ્રેણિકની પાસે રહેલા પૂર્વ પરિચિત સેવકોએ તેવી રીતે આવતા એવા કૃણિકને જોઈ આકુલવ્યાકુલ થયા છતાં શ્રેણિકને કહ્યું. “હે રાજન ! આ તમારે પુત્ર હાથમાં લોહદંડ લઈ વેગથી આવે છે તે દુષ્ટ ચિત્તવાળો શું કરશે તે અમે જાણી શકતા નથી. “શ્રેણિકે વિચાર્યું નિચે તે હાથમાં લેહદંડ લઈને મને મારવા માટે આવે છે. માટે હવે હું શું કરું? હું નથી જાણતા કે તે ક્યારે મને કેવા પ્રકારે મારશે. તે તે જેટલામાં હારી પાસે ન આવી પહોંચે તેટલામાં મ્હારે મરણનું શરણ લેવું એગ્ય છે. આમ ધારી તેણે તાલપુટ વિષ જિવાના અગ્રભાગ ઉપર મૂકયું. તેથી તેના પ્રાણ પ્રાઘણુંકની પડે તત્કાલ ચાલ્યા ગયા. કૃણિક જેટલામાં પિતાની આગળ આવી પહએ, તેટલામાં તેણે પિતાને મૃત્યુ પામેલા દીઠા તેથી તે અતિ દુઃખી થઈને પિતાની છાતીમાં પ્રહાર
SR No.022020
Book TitleRushimandal Vrutti Uttararddh
Original Sutra AuthorN/A
AuthorShubhvardhansuri, Harishankar Kalidas Shastri
PublisherJain Vidyashala
Publication Year1925
Total Pages404
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy