SearchBrowseAboutContactDonate
Page Preview
Page 253
Loading...
Download File
Download File
Page Text
________________ ( ૨૪૨) શ્રી ઋષિમંડલવૃત્તિ ઉત્તરાદ્ધ. અભય આપવાનું ઉત્તમ ફલ પામી તેનાથી શામાટે ભ્રષ્ટ થાય છે. માટે પોતાની લીધેલી પ્રતિજ્ઞા પાળ અને સંસાર સમુદ્રને ઉતર, કારણ, સંસારસમુદ્રને તરવાના કારણ રૂપ આ મનુષ્ય ભવ બહુ દુર્લભ છે.” - શ્રી વીરપ્રભુનાં એવાં વચન સાંભલી વ્રતને વિષે સ્થિર થએલા મેઘકુમારે મિથ્યાત દઇ ઘોર તપ આચર્યું. ઉત્તમ રીતે ચારિત્ર પાલી તે મેઘકુમાર મૃત્યુ પામીને વિજયને વિષે દેવતા થયે ત્યાંથી આવી વિદેહ ક્ષેત્રમાં ઉત્પન્ન થઈ ત્યાંથી મોક્ષ પામશે. જેમણે સુગુરૂ પાસે કલાસહિત એકાદશાંગીને અભ્યાસ કર્યો અને જેમણે શ્રી વર્ધ્વમાનસ્વામીની આજ્ઞાથી સાધુઓની પડીમાં વહન કરીને ગુણરત્નવત્સર નામનું તીવ્ર તપ કર્યું. તે મેહરહિત અને ક્ષમાના મંદીર રૂપ શ્રી મેઘકુમાર મુનિવરને હું વંદના કરું છું. વલી ઉત્તમ એવા શ્રી વીરપ્રભુના ઉપદેશને સાંભલી જેમણે મહાસંપત્તિ ત્યજી દઈ ચારિત્ર લીધું પછી સાધુઓના પાદપ્રહારથી ભગ્ન પરિણામવાલા થએલા જાણી વિરપ્રભુએ કહેલા પૂર્વ ભવના સંબંધને જાણું ચારિત્રમાં સ્થિર થએલા અને મૃત્યુ પામીને વિજય દેવલોકમાં ઉત્પન્ન થએલા મેઘકુમાર મુનિની હું સ્તુતિ કરૂં છું.” 'श्रीमेघकुमार' नामना मुनिवरनी कथा संपूर्ण सामिस्स वयं सीसत्ति, चत्तवेरा सुरीइसा हरिआ ॥ सेअण एरयणाए, उववन्ने हल्लविहल्ला ॥ १४४ ॥ कयगुणरयणा इक्कार-संगिणो सोलवीसवरिसवया ॥ हल्ल जयंते पत्तो, अवरो अवराइ अ विमाणे ॥ १४५ ॥ - સેચનક હસ્તિ મૃત્યુ પામીને રત્નપ્રભા નરકને વિષે ઉત્પન્ન થયે છતે શાસનદેવતાએ આકર્ષણ કરીને શ્રી વીર પ્રભુ પાસે પહોંચાડેલા અને “અમે વીરપ્રભુના શિષ્ય છીએ.” એમ કહેતા એવા અગીયાર અંગના ધારણહાર હલ્લ અને વિહa પિકી શળ વર્ષની અવસ્થામાં ગુણરત્ન સંવત્સર તપ કરી હલ યંત નામના વિમાન પ્રત્યે ગયો અને વિહલ્લ વીશ વર્ષની અવસ્થામાં તેજ તપ કરી અપરાજિત વિમાનમાં ઉત્પન્ન થયે. . ૧૪૪–૧૪૫. છે શીર્લ્ડ અને “શ્રીવિઠ્ઠી નામના મુનિવરોની કથા. કલ્યાણના સ્થાન રૂપ અને લક્ષમીએ કરીને મનોહર એવા રાજગૃહ નગરમાં પ્રજાને પ્રીતિ ઉત્પન્ન કરવામાં તત્પર એવા શ્રી શ્રેણિક નામે રાજા રાજ્ય કરતો હતે. તેને શ્રી જિનેશ્વરની આજ્ઞાથી પવિત્ર આત્માવાલી, સારા કુલમાં ઉત્પન્ન થએલી અને પતિવ્રતા એવી ચેલણ અને નંદા વિગેરે બહુ સ્ત્રીઓ હતી તથા બુદ્ધિબ
SR No.022020
Book TitleRushimandal Vrutti Uttararddh
Original Sutra AuthorN/A
AuthorShubhvardhansuri, Harishankar Kalidas Shastri
PublisherJain Vidyashala
Publication Year1925
Total Pages404
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy