SearchBrowseAboutContactDonate
Page Preview
Page 213
Loading...
Download File
Download File
Page Text
________________ (૨૦૨ ) થી ગાષિમંડલ વૃત્તિ ઉતશ. અહીં શીતલાચાર્ય સવારે સ્વાધ્યાય કરી રહ્યા પછી પણ જ્યારે તે ચારે મુનિઓ આવ્યા નહીં ત્યારે પિતે નગર બહાર આવ્યા. ત્યાં દેવાલયમાં સુખે બેઠેલા ચારે મુનિઓને જોઈ ને મનમાં વિચાર કરવા લાગ્યા કે “અહા! એઓએ નગરમાં આવી પ્રથમ મને વંદના તે ન કરી પણ હમણાં મને અહીં આવેલે દેખતાં છતાં તે જડે નમસ્કાર નથી કરતા ? તેઓનું આવું ર્વિનિતાણું કુલધર્મને વિષે અગ્ય છે. તેમની આવી વર્તણુંક કોને કોને દ્વેષકારી ન થાય ? આ પ્રમાણેના વિચારથી કાંઈક ઉત્પન્ન થએલા કષાયવાલા શીતલ ગુરૂએ તેઓને કહ્યું કે “ હું તમને વંદના કરું ? ” વીતરાગપણુથી તેઓએ પણ કહ્યું કે “ પિતાના પાપસમૂહને છેદન કરવા માટે તમે કેમ અમને વંદના નથી કરતા ?” મુનિઓનાં આવાં વચનથી ઉત્પન્ન થએલા અધિક કષાયવાલા શીતલાચાર્યો દંડને સ્થાપી ઇર્યાવહી પ્રતિકમી મનવિના ચારે જણાને જુદી જુદી વંદના કરીને ફરીથી કહ્યું કે “હે વત્સ ! હમણાં બીજું કાંઈ પણ કરવાનું હોય તે કહો ? કેવલીઓએ કહ્યું. “હે મુનીશ્વર ! તમે પ્રથમ દ્રવ્યવંદન કર્યું છે, માટે હવે સારી રીતે ભાવ વંદન કરે.” કેવલીઓનાં આવાં વચનથી ઉત્પન્ન થએલી શંકાવાલા શીતલાચાર્ય વિચાર કરવા લાગ્યા કે “હારા હૃદયમાં રહેલું દ્રવ્ય ભાવ સ્વરૂપ તેઓએ શી રીતે જાણ્યું ? હું પાસે આવ્યા છતાં તેઓએ વિનય ન કર્યો તેનું પણ કાંઈ કારણ હોવું જોઈએ કારણ કે ઉત્તમ પુરૂષોને ધીઠપણું કયાંથી હોય? આવી રીતે મનમાં વિચાર કરીને શીતલાચાર્યે તેમને પૂછયું. તમને વંદન કર્યું તેમાં તમેએ દ્રવ્ય ભાવ સ્વરૂપ કહ્યું તે તમે અતિશયના ઉદયથી જાણ્યું કે બીજા કેઈ કારણથી જાણ્યું?” કેવળીઓએ કહ્યું. “તે અમે અતિશયથી જાણ્યું છે.” શીતલાચાર્યે ફરીથી પૂછયું. “ તમને તે અતિશય પ્રતિપાતિ ઉત્પન્ન થયે છે કે અપ્રતિપાતિ, તે મને ઝટ કહો ?” મુનિઓએ કહ્યું. હે શીતલાચાર્ય ! તે અપ્રતિપાતિ અતિશય અમને ઉપ છે. મુનિઓનાં આવાં વચન સાંભળી શીતલાચાર્ય વિચારવા લાગ્યા. “આહા! આ તે કેવળજ્ઞાની મહા મા છે. ધિક્કાર છે મને જે મેં તેમની આવી આશાતના કરી.” આ પ્રમાણે પશ્ચાસાપ કરી ભાવવંદના કરતા એવા શીતલાચાર્યને વિશ્વને પ્રકાશ કરનારું કેવલજ્ઞાન ઉત્પન્ન થયું. પછી પાંચે કેવળીઓને દેવતાઓએ આશ્ચર્યકારી હેટે કેવલમહોત્સવ કર્યો. જેમને વંદન કરવાના ધ્યાનથી સંગરહિત એવા ભાણેજ રૂપ મુનિઓને કેવજ્ઞાન ઉત્પન્ન થયું વળી જે મહામુનિને પણ તે કેવળીઓને ભાવવંદન કરતાં નિમેળ કેવળજ્ઞાન પ્રગટયું તે ત્રણ લેકે નમન કરેલા શીતલાચાર્ય સૂરીશ્વરને હું હર્ષથી નમસ્કાર કરૂંછું. 'श्री शीतलाचार्य' नामना सूरिपुरंदरनो कथा संपूर्ण.
SR No.022020
Book TitleRushimandal Vrutti Uttararddh
Original Sutra AuthorN/A
AuthorShubhvardhansuri, Harishankar Kalidas Shastri
PublisherJain Vidyashala
Publication Year1925
Total Pages404
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy