SearchBrowseAboutContactDonate
Page Preview
Page 183
Loading...
Download File
Download File
Page Text
________________ (૧૭૨), શ્રીત્રષિમંડલ વૃત્તિ-ઉત્તરદ્ધ, એકદા જયઘોષ, તીર્થયાત્રા માટે ગંગા પ્રત્યે ગયા. ત્યાં તેણે દેડકાએ પકડેલા સર્પને અને તે જ સર્પને પકડેલા એક ગીધપક્ષીને દીઠે. આવા સંસારના નાટકના સ્વરૂપનો વિચાર કરતા તુરત ત્યાં જ પ્રતિબોધ પામેલા તે યષે ગંગાને ઉતરી ગુરૂ પાસે ચારિત્ર સ્વીકાર્યું. પાંચ ઇન્દ્રિયને દમન કરવામાં તત્પર, ત્રણું ગુપ્તિથી ગુપ્ત અને પવિત્ર ચારિત્રવાળા તે મુનિ, પૃથ્વી ઉપર વિહાર કરતા બહુ વર્ષે વાણરસી નગરી પ્રત્યે આવ્યા. નગરી બહાર કાસુક શય્યા સંથારાવાલા મને હર ઉદ્યાનને વિષે તે મુનિરાજ ચાતુર્માસ રહ્યા. - હવે આ અવસરે તે નગરીમાં વેદને જાણ અને ઉત્તમ કાર્ય કરનાર વિજયશેષ નામનો બ્રાહ્મણ યજ્ઞ કરતો હતો, પછી જયઘોષ મુનિ માસક્ષમણુને પારણે તે વિજયષ વિપ્રના યજ્ઞને વિષે ભિક્ષાથે આવ્યા. મુનિને ભિક્ષાર્થે આવેલા જોઈ યજ્ઞ કરનાર ગોર તેમને ધિક્કારવા લાગ્યો અને કહેવા લાગ્યો કે હે ભિક્ષુક! અમે તને ભિક્ષા નહિ આપીએ. કારણ વેદના જાણ, યજ્ઞકાર્ય કરનાર, તિષશાસ્ત્રના જાણ, ધર્મના પાર પામેલા અને પરમાત્માને ઉદ્ધાર કરવા સમર્થ જે બ્રાહ્મણે છે તેઓના માટેજ આ અન્ન છે.” આ પ્રમાણે ગોરે નિષેધ કર્યો છતાં રૂછ નહિ થએલા પણ મોક્ષમાર્ગના ગવેષક એવા તે જયઘોષમુનિ, ભક્ત પાન તેમજ વસ્ત્રને અર્થે નહિ કિંતુ તે ગેરને પ્રતિબંધ કરવા માટે આવી રીતે કહેવા લાગ્યા. હે વિપ્ર! તું વેદના મુખને, યજ્ઞના મુખને, નક્ષત્રના મુખને, ધર્મના મુખને નથી જાણતે. એટલું જ નહિ પણ જેઓ આત્માને તેમજ પરલકને ઉદ્ધરવા સમર્થ છે તેઓને પણ નથી જાણતે. કદાપી જે તે જાણતા હોય તે તે મને કહે મુનિનાં આવાં વચન સાંભળી તેના ભાવાર્થને નહિ જાણનારે તે યાચક બહુ વિસ્મય પા. મતો છતે હાથ જોડીને કહેવા લાગ્યો. “હે મુનિ! વેદનું મુખ, યજ્ઞનું મુખ, નક્ષત્રનું મુખ અને ધર્મનું મુખ મને કહે. વળી જેઓ આત્માને ઉદ્ધરવા સમર્થ હોય તે પણ મને કહે. આ હારા હદયના સંશને તમે ઝટ દૂર કરે.” મુનિએ કહ્યું. “અગ્નિ હેત્રનું મુખ વેદ, વેદનું મુખ યજ્ઞ, નક્ષત્રનું મુખ ચંદ્ર અને ધર્મનું મુખ કાશ્યપ છે.” બ્રાહ્મણે કહ્યું: “આપ અગ્નિહોત્રને શબ્દાર્થ શું કહે છે? યજ્ઞને અર્થ શું છે? તેમજ કાશ્યપ કેને કહો છો ?” મુનિએ કહ્યું. “હે દ્વિજાધિપતિ ! આ અગ્નિહોત્રના અર્થને સાંભળ. અગ્નિહોત્રને અગ્નિકા કહી છે. અને તેનું સ્વરૂપ શાસ્ત્રમાં આ પ્રમાણે છે. દીક્ષાધારી (સાધુ) પુરૂષે ધર્મધ્યાન રૂ૫ અગ્નિમાં કર્મરૂપ ઇધન (હેમવાના પદાર્થ)ની સંભાવના રૂપ આહુતિ દેવી એ અગ્નિકા કહી છે. ઇત્યાદિ રૂ૫ વેદનું મુખ અગ્નિહોત્ર કહ્યું છે. જેમ દહીંને સારા માખણ છે, ચંદનમાં મલયાચળ ચંદન સારરૂપ છે અને ઔષધમાં અમૃત સાર છે. તેમજ વેદમાં આરણ્યક સાર છે. આરણ્યકમાં દશ પ્રકારના મુનિ ધર્મને સાર જાણ. વળી વેદને સાર આરણ્યકજ છે. કહ્યું છે કે
SR No.022020
Book TitleRushimandal Vrutti Uttararddh
Original Sutra AuthorN/A
AuthorShubhvardhansuri, Harishankar Kalidas Shastri
PublisherJain Vidyashala
Publication Year1925
Total Pages404
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy