SearchBrowseAboutContactDonate
Page Preview
Page 182
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી સમુદ્રપાલ જયવતથા વિજય નામના મુનિવરેની કથા, (૧૭) કે “અશુભ કૃત્યના આવા પાપકારી ફળને ધિક્કાર થાઓ” આ પ્રમાણે વિચાર કરતાં પ્રતિબોધ પામેલા અને ત્યાંને ત્યાંજ વૈરાગ્યવાસિત થએલા તેણે માતા પિતાની રજા લઈ તુરત દીક્ષા લીધી. કલેશકારી અને ભય આપનારો શંકા તથા મેહને ત્યજી ચારિત્ર, વ્રત, શીળ પાળતા અને પરિષહેને સહતા તે સમુદ્રપાલે અહિંસા, સત્ય, અચારી, બ્રહ્મચર્ય અને અપરિગ્રહરૂપ પાંચ મહાવ્રતને ગ્રહણ કરી ધર્મનું આચરણ કરવા માંડયું. અનુકંપા કરવા ચગ્ય જીવોને વિષે દયા કરનારા, શાંત અને બ્રહ્મત્રતધારી તેમજ જિતેંદ્રિય એવા તે મુનિરાજ સાવદ્ય કર્મને વઈ એક ધર્મનું આચરણ કરવા લાગ્યા. અવસરે ધર્મક્રિયા કરતા તેમજ પોતાનું બેલાબલ જાણતા તે મહામુનિ સિંહની પેઠે નિર્ભયપણાથી દેશને વિષે વિહાર કરતા. ચારિત્રમાં અદીન એવા તે મુનિરાજ પ્રિય, અપ્રિય, માન, અપમાન, તેમજ પૂજા સત્કાર તથા નિંદા એ સર્વને સરખા જાણે તેને સહન કરતા. મેરૂ પર્વત સમાન સ્થિર ચિત્તવાળા તે સાધુએ દેવતા સંબંધી, મનુષ્ય સંબંધી અને તિર્યંચ સંબંધી અનેક ભયંકર ઉપસર્ગો સહન ક્ય. શીત, ઉષ્ણ તેમજ દંશ અને મત્સર વિગેરેના અનેક પરિષહાને આવતા જોઈ તે મુનિરાજ યુદ્ધમાં ગજેંદ્રની પેઠે નાશી ન જતા હતા. ભવબંધનના કારણરૂપ રાગ છેષ અને મેહને ત્યજી દઈ મેરૂ પર્વતની પેઠે સ્થિર આત્માવાળા તે મહામુનિ પરીષહેને સહન કરતા હતા. સકાર તેમજ ર્નિદાને પામી હર્ષ શેક નહિ પામનારા તે મુનિરાજ કેવલ સરલભાવને અંગીકાર કરી મેક્ષ માર્ગને સાધતા હતા. ગૃહસ્થાશ્રમીઓની સાથે રતિ, અરતિ, સ્તુતિ તથા નિદાદિને ત્યજી દેનારા, આસક્તિરહિત, પોતાના હિતેચ્છું, શોકને છેદી નાખનારા અને નિરહંકારી એવા તે મુનિરાજ, પિતાના ધર્મનું આચરણ કરતા હતા. આ પ્રમાણે દીર્ઘકાલ પર્યત નિર્મલ ચારિત્રને પાલી, સંસાર સમુદ્રને તરી તેમજ પોતાના સર્વ કર્મનો ક્ષય કરી તે સમુદ્રપાલ મુનિ, અનંત સુખવાલા મુકિતપદને પામ્યા. ' श्री समुद्रपाल' नामना मुनिवरनी कथा संपूर्ण जयघोसेणवि पडिबोहिउण, पन्नाविओ विजयघोसो ॥ कासवगुत्ता ते दोवि, समणसीहा गया सिद्धिं ॥ २० ॥ જયશેષ નામના મુનિએ પ્રતિબંધ કરીને વિજયશેષ નામના બ્રાહ્મણને સંયમ લેવરાવે, પછી કાશ્યપ શેત્રવાલા તે બન્ને મુનિરાજે મેક્ષ પામ્યા. ૨૦ છે ? * 'जयघोष' अने 'विजयघोष' नामना मुनिवरोनी कथा * વાણુરસી નગરીમાં જોડલે ઉત્પન્ન થએલા, સ્નેહવાળા અને બહુ શાસ્ત્રના જાણ એવા જયશેષ અને વિજયષ એવા બે બંધુઓ રહેતા હતા.
SR No.022020
Book TitleRushimandal Vrutti Uttararddh
Original Sutra AuthorN/A
AuthorShubhvardhansuri, Harishankar Kalidas Shastri
PublisherJain Vidyashala
Publication Year1925
Total Pages404
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy