SearchBrowseAboutContactDonate
Page Preview
Page 148
Loading...
Download File
Download File
Page Text
________________ www wwwwwwwww * ૧૧ સુદર્શન નામના મહર્ષિના થા. (૧૩૭) નવકાર રૂપ મહા મંત્રને નિરંતર ભણુ, કે જેથી તને સિદ્ધિ થાય.” શ્રેષ્ઠીની પાસે સર્વ નવકાર ભણીને સુભગ ભાવથી આવતાં જતાં તેને જ ગણવા લાગે. એકદા વષકાલે નદીના સામે કાંઠે કોઈના ખેતરમાં ગએલી ભેંસોને પાછી વાળવા માટે આ કાંઠે ઉભેલા શુભ હૃદયવાલા સુભગે નવકાર મંત્રને ઉંચે સ્વરે શબ્દ કરી નદીમાં ઝંપાપાત દીધો. તે વખતે તે કાદવથી મેલા એવા જલમાં રહેલા ખેલાથી હૃદયમાં વિધા જેથી તે તુરત મૃત્યુ પામે. પછી સુભગને જીવ પોતાના પુષ્ટ પુર્યોદયથી રૂપ સિભાગ્યે મને હર એ તેજ રુષભદાસની સ્ત્રી અર્હદાસીના ઉદરને વિષે પુત્રપણે ઉત્પન્ન થયે. પુત્ર ગર્ભમાં છતાં માતાને સુદર્શન (સારૂ સ્વપ્ન) થયું હતું તેથી પિતાએ તે પુત્રનું સુદર્શન નામ પાડયું. પછી પાંચ ધાવમાતાથી લાલન પાલન કરાતો તે પુત્ર જેમ જેમ વૃદ્ધિ પામ્યું તેમ તેમ પિતાના ઘરને વિષે સંપત્તિ પણ વૃદ્ધિ પામવા લાગી. પિતાએ તેને યોગ્ય ઉપાધ્યાય પાસે મોકલી સર્વ શાસ્ત્રને અભ્યાસ કરાવ્યા અનુક્રમે અભ્યાસ કરતે તે સુદર્શન પુત્ર વનાવસ્થા પામ્યો. સર્વ ગુણાએ સુદર્શનને વિષે તેવી રીતે નિવાસ કર્યો કે દેને તેને વિષે પોતાનું સ્થાન ન મળવાથી તેને ત્યજી દીધે પછી પિતાએ તેને કોઈ સારા કુલમાં ઉત્પન્ન થએલી, ધન્ય, સારા શીલવાલી અને સારા આચારવાલી મનરમા નામની કન્યા પરણાવી. હવે સુદર્શનને કપિલ નામના પુરોહિતની સાથે એવી મૈત્રી થઈ કે ગુણા એવા તે બન્ને જણુના ફક્ત દેહ જુદા હતા. બંને જણાના પિતાઓએ સંસારથી વૈરાગ્ય પામી પિતા પોતાના પુત્રને વિષે પિતાના કુટુંબને ભાર આરોપણ કરી હર્ષથી દીક્ષા લીધી. જેમણે પિતાના અંતરના શત્રુઓનો નાશ કર્યો છે એવા તે નિમલ મનવાલા બન્ને જણાએ ઉત્તમ પ્રકારે ચારિત્રને આરાધી મોક્ષસ્થાન પામ્યા. સદગુણ એવા સુદર્શનને પોતાની મનોરમા પ્રિયાની સાથે નિરંતર વિષય સુખ ભોગવતા છ પુત્રો થયા. શ્રમણોપાસક સુદર્શન પરસ્પર અબાધપણે અવસરે અવસર પુરૂષાર્થને સાધતો તથા શુદ્ધભાવથી ધર્મકાર્ય કરતા. સુદર્શનના આવા ગુણોથી બહ હર્ષિત ચિત્તવાલે કપિલ પુરોહિત, પોતાની પ્રિયા પાસે સુદર્શનના રૂપાદિ ગુણેને વખાણ છતે તે પોતાના મિત્રની હંમેશા પ્રશંસા કરતો હતો. કપિલ પુરેહિતની સ્ત્રી કપિલા જગતમાં શ્રેષ્ઠ એવા સુદર્શનના ગુણેને સાંભળી નીચકુલપણાથી તેના ઉપર બહુ અનુરાગવાલી થઈ. એકદા પિતાને પતિ કાંઈ કાર્ય પ્રસંગે કઈ બીજા ગામ ગમે ત્યારે કપિલાએ કપટ કરીને સરલ મનવાલા સુદર્શનને પોતાના ઘરે બોલાવ્યું. સુદર્શન શ્રેષ્ઠી નિષ્કપટપણે જેટલામાં પ્રીતિથી તેણીના મંદીર પ્રત્યે આબે તેટલામાં તે કપિલાએ પિતાના ઘરના બારણું બંધ કર્યા. પછી ઉદ્દભટ વેષ ધારણ કરી કપિલાએ સુદર્શ
SR No.022020
Book TitleRushimandal Vrutti Uttararddh
Original Sutra AuthorN/A
AuthorShubhvardhansuri, Harishankar Kalidas Shastri
PublisherJain Vidyashala
Publication Year1925
Total Pages404
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy