SearchBrowseAboutContactDonate
Page Preview
Page 146
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી ઉદય નામ મુનિવરની કથા. (૧૩૫ રૂપ ધર્મ અંગીકાર કર્યો. તે સર્વ નયના જાણે એવા પેઢાલપુત્ર ઉદય મુનિને હું વંદના કરું છું. તે ૧૦૧–૧૦૨ છે શ્રી “” નામના મુનિવરની થાશ રાજગૃહ નગરમાં શ્રેણિક રાજા રાજ્ય કરતો હતો. તેને ચિલ્લણાદિ બહુ રાણીઓ હતી અને અભયકુમાર નામને પુત્ર મંત્રીપદ ભગવતો હતો. એકદા તે નગરમાં નાલંદ નામના પાડે શ્રી તમાદિ પરિવારથી વિંટાએલા શ્રી મહાવીર પ્રભુ સમવસર્યા. “ હું પહેલે, હું પહેલો ” એવા આગ્રહથી શ્રેણિક ભૂપતિ વિગેરે બહુ જને ત્યાં આવી શ્રી વિરપ્રભુને વંદના કરી યોગ્ય સ્થાનકે બેઠા. આ વખતે પેઢાલનો પુત્ર ઉદય, શ્રી ગામ પાસે આવીને શ્રાવકના વ્રતની વિધિ પૂછવા લાગ્યો. પછી ગૌતમસ્વામીએ તેમની આગલ વિસ્તારથી તેરસેં ક્રોડ શ્રાવકના વ્રતના ભાંગા નિરૂપણ કર્યા. તે સાંભળીને પ્રતિબંધ પામેલે ઉદય વૈરાગ્યને પામ્યું. પછી તેણે શ્રી વિરપ્રભુ પાસે પંચ મહાવ્રત રૂપ ધર્મ અંગીકાર કરી મોક્ષપદ મેળવ્યું. . 'श्रीउदय' नामना मुनिवरनी कथा संपूर्ण. आसी सुरसा दिव्वा, सीलं रुवं च जस्स जयपडह ॥ तं निरकंतं वंदे, सिद्धिपत्तं सुजायरिसिं ॥ १०३ ॥ શૃંગારાદિ મનહર રસ, તેમજ જગતમાં પ્રસિદ્ધ એવું શીલ તથા રૂપ વિદ્યમાન છતા જેમણે દીક્ષા લીધી, તે સિદ્ધિપદ પામનારા શ્રી સુજાત મુનિને હું વંદના કરું છું. મેં ૧૦૩ છે આ સુજાત મુનિની કથા વાર્તક મુનિની કથાના અધિકારમાં પૂર્વે કહેલી છે માટે ત્યાંથી જાણું લેવી. खंतिखम उम्गतवं, दुक्करतवतेअनाणसंपनं ॥ किन्नरगणेहि महिअं, सुदंसणरिसिं नमसामि ॥ १०४ ॥ ક્ષમાથી સર્વ સહન કરનારા, ઉગ્ર તપવાલા, દુષ્કર તપતેજ અને જ્ઞાનવડે સંપન્ન તથા કિન્નરસમૂહે પૂજેલા સુદર્શન મુનિને હું નમસ્કાર કરું છું ૧૦૪ गिहिणोवि सीलकणयं, निव्वडियं जस्स वसणकसवट्टे ॥ तं नमामो सिवपत्तं, सुदंसणमुणिं महासत्तं ॥ १०५॥ ગ્રહસ્થાવસ્થામાં પણ જેમનું શીલત્રત રૂપ સુવર્ણ, દુઃખરૂપ કસેટીમાં શુદ્ધ થએલું છે, તે મહા સત્વવંત અને મોક્ષ પામેલા સુદર્શન મુનિને અમે નમસ્કાર કરીએ છીએ. જે ૧૦૫ છે
SR No.022020
Book TitleRushimandal Vrutti Uttararddh
Original Sutra AuthorN/A
AuthorShubhvardhansuri, Harishankar Kalidas Shastri
PublisherJain Vidyashala
Publication Year1925
Total Pages404
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy