SearchBrowseAboutContactDonate
Page Preview
Page 87
Loading...
Download File
Download File
Page Text
________________ દ્વિતીય ગુણ વર્ણન. ૪૯ આ લોક તથા પરાકના અહિતને માટે થાય છે. ઉપરોક્ત સર્વ પ્રકારને સદાચાર આચરણ કરવા લાયક છે. માટે વિશેષ ધર્મભિલાષી પુરૂષે સદાચાર ગ્રહણ કરવા ચુકવું નહીં કહ્યું છે કે વિપશુ જે મનુવિધેયં જ મહતાં, प्रिया न्याय्या वृत्तिर्मलिनमसुत्नरुप्पसुकरम् । ..... असन्तो नाभ्यर्थ्याः सुहृदपि न याच्यः कृशधनः, सतां केनोद्दिष्टं विषममसिधारा व्रतमिदम् ॥६॥".. શબ્દાર્થ –“આપત્તિ વખતે ઉચ્ચ સ્થિતિમાં રહેવું, મહાન પુરૂષના પગલે ચાલવું, ન્યાય વૃત્તિને પ્રિય કરવી, પ્રાણુને નાશ થતાં પણ મલિન કાર્ય ન કરવું; દુર્જનની પ્રાર્થના ન કરવી અને તે નિધન થયા છતાં પણ મિત્રની પાસે યાચના કરવી નહીં, એવું અતિ વિષમ અને ખડ્રગની ધાર જેવું આ વ્રત પુરૂને કણે બતાવ્યું હશે? દુર આ શિષ્ટાચાર પ્રશંસા ધર્મરૂપી બીજને આધાર અને પરલોકમાં ધર્મ પ્રા મિનું કારણ હેવાથી મેક્ષરૂપ કાર્યનું કારણ થાય છે. તેનેચરના દ્રષ્ટાંતથી બતાવે છે કોબીપુરીમાં સદ્દભૂત ગુણેના ઉત્તમ ભંડાર રૂપ અને જૈન ધર્મના આસ્વાદથી ઉલ્લાસ પામેલે જિતારિ નામે પ્રખ્યાત રાજા હતા, અને તેજ નગરીમાં મટી હિવાળા ધન અને યક્ષ નામના બે શેઠીયા રહેતા હતા. તેમાં ધન શ્રેણીને પિતાના કુળને આનંદ આપનાર ધર્મપાલ નામે પુત્ર હતું, અને યક્ષ શ્રેષ્ઠીને દ્રવ્યની વૃદ્ધિ કરનાર વસુપાલ નામે પુત્ર હતા. અનુક્રમે તે બન્ને મને હર એવી ચેવન વયને પ્રાપ્ત થયા. અને પૂર્વ જન્મના સંસ્કારને લીધે બાલ્યાવસ્થાથી જ તે બન્નેને ક્ષીર નીર પેઠે અત્યંત આશ્ચર્યકારક મિત્રતા થઈ. તે બે મિત્રેમાંથી એકને જે રૂચે તે બીજાને પણ રુચતું હતું. તેથી લેકમાં આ બન્ને એક ચિત્ત વાળા છે એવી પ્રસિદ્ધિને પામ્યા. તે પછી પિતાના કુળને ઉચિત કાર્ય કરતાં તે બન્નેને દિવસે નિર્ગમન થતા હતા. તેવામાં એક વખતે તે નગરીના ઉદ્યાનમાં જગવત્સલ શ્રીમાન્ મહાવીર સ્વામીનું આગમન થયું, અને દેએ સસરણની રચના કરી.આ વાતની ખબર પડતાં નગરના લેકની સાથે કેશબીને રાજા જિતારિ વિરપ્રભુને વંદન કરવા ગયે. કુતૂહળમાં તત્પર તે બે શેઠીઆના પુત્રે પણ ભગવાન મહાવીરને વંદન કરવા ગયા. તે
SR No.022018
Book TitleShraddhgun Vivaran
Original Sutra AuthorN/A
AuthorChaturvijay
PublisherJain Atmanand Sabha
Publication Year1916
Total Pages280
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy