SearchBrowseAboutContactDonate
Page Preview
Page 40
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રાદ્ધગુણ વિવરણ. તેમજ જ્ઞાનની ન્યૂનતા હોવાથી અલ્પ સમયમાં ઈચ્છિત બંધ પ્રાપ્ત થાય તેવા હેતુથી આ શ્રાદ્ધગુણ વિવરણ સંક્ષેપમાં લખવાનું ગ્રંથકારે ઊચિત ધાર્યું હોય એમ લાગે છે. મંગલાચરણમાં શ્રીમકીરભગવાનને નમસ્કાર કરવાનું કારણુશાસનના નાયક છે માટે તથા એ ભગવાને બતાવેલા શ્રાવકના ગુણેનું આ ગ્રંથમાં વર્ણન છે, કારણકે ભગવાન યુગાદિ દેવના સમયના શ્રાવકમાં સરલતાને ગુણ હોવાનું ગ્રંથાથી દેખાય છે તેમજ બાવીસ તીર્થંકર ભગવાનના સમયના શ્રાવકેમાં વિદ્વત્તા સાથે સરલતાના ગુણ મુખ્ય હોવાનું દેખાય છે તે તે ગુણેને મુખ્યતાએ રાખીને આ ગ્રંથ લખવામાં આવતું નથી પણ ભગવાન મહાવીર સ્વામિના સમયના શ્રાવકેના ગુણે કેવા હેવા જોઈએ તે અત્રે દર્શાવ્યું છે, તેથી વીર ભગવાનને નમસ્કાર કર્યાનું સમજાય છે. ચંગાર્થને વિચાર કરતાં એમ પણ લાગે છે કે હાલના સુશ્રાવકને પણ-બાવીસ-તીર્થંકર મહારાજના શ્રાવકેની પેઠે પ્રાજ્ઞ અને અજુ થવાની ગ્રંથકારે ખાસ સૂચના કરી છે. આ શાસ્ત્રમાં વર્ણવેલા ગુણો પ્રાપ્ત કરી શ્રાવકેએ જી તથા પ્રાણ થવા ચુકવું નહીં. પ્રાયે બાજુપણું જન્મથી અને જ્ઞાનથી થઈ શકે છે અને પ્રાજ્ઞપણું સત્સંગથી સતશાસ્ત્રના અધ્યયનથી શ્રવણ મનન નિદધ્યાસનથી (અનુભવ કરવાથી) થાય છે તે બીજા અનેક કાર્યોમાંથી વિરામ પામી જેનાથી મુનિ માર્ગ ન સધાતો હોય તેવા સુશ્રાવકોએ નિત્યકર્મ સાથે પિતામાં પ્રાજ્ઞપણું આવે તેને માટે અહેરાત્રિમાં અમુક કાલ નિયમિત કરી ઉપર દર્શાવેલા સાધનમાંથી જે સાધન મળી આવે તેને ઉપયોગ કરી પિતાનામાં પ્રાજ્ઞપણું મેળવવા સતત્ પ્રયાસકર ઉચિત છે. જ્યાં સુધી તેમ નહીં થાય ત્યાં સુધી કુલ પરંપરાથી પ્રાપ્ત થયેહું શ્રાવકપણું તે વાસ્તવિક શ્રાવકપણું ગણાશે નહીં અને દેખાદેખીની ક્રિયાથી કષાયની મંદતા થઈ શ્રાવકપણાને ગ્ય નિઃસ્પૃહતાથી થતે પરમાનન્દ મલશે નહીં. મેક્ષમાં કે આનંદ હશે તેને જેમને અનુભવ કરે છેય તેમણે શ્રાવકપણને ચેચે સમતાથી–પ્રાપ્ત થતા આનન્દને અનુભવ કરે એ ગ્રંથકારને આશય હેય એમ સંભવે છે. जयश्रीसिद्धिदः साध्यो, गुरूक्तशुद्धमंत्रवत् । सान्वर्थः सात्विकैर्धर्मों, विवेकिश्रावकोत्तमैः ॥२॥ શબ્દાર્થ—-સાત્વિક અને વિવેકી ઉત્તમ શ્રાવકેએજયશ્રીની સિદ્ધિને આપનારો અને સાત્વર્થ (નામ પ્રમાણે ગુણ યુક્ત) એ ધર્મ ગુરૂકથિત શુદ્ધ મંત્રની પેઠે સાધવા ગ્ય છે. ૨ ૧ સાંભળવાથી. ૨ વિચારવાથી.
SR No.022018
Book TitleShraddhgun Vivaran
Original Sutra AuthorN/A
AuthorChaturvijay
PublisherJain Atmanand Sabha
Publication Year1916
Total Pages280
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy