SearchBrowseAboutContactDonate
Page Preview
Page 276
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રાદ્ધગુણ વિવરણું. પ્રમાણથી અધિક આહાર લેવાથી નવા નવા મનારથાની વૃદ્ધિ, પ્રમળ નિદ્રાના ઉદય, નિરંતર અશુચિપણુ, શરીરના અવયવામાં ગુરૂતા, સધળી ક્રિયાઓના ત્યાગ અને ઘણું કરી રાગેાથી પીડિત થાય છે; તેટલા માટે હમેશાં રસનેંદ્રિયને અતૃપ્તજ રાખવી. રસનાઇંદ્રિય અતૃપ્ત હૈાય તા બીજી સઘળી ઇંદ્રિયા પોતપેાતાના વિષયમાં પ્રવૃત્તિ કરવાથી તૃપ્ત થએલીજ ગણાય છે. તે માટે કહ્યું છે કે— यत्तत्क्रिया हि काव्येन काव्यं गीतेन बाध्यते । ૨૩૮ गीतं च स्त्रीविलासेन स्त्रीविलासो बुभुक्षया ॥ ५ ॥ શબ્દા:જે તે ક્રિયા કાવ્યથી, કાવ્ય ગીતથી, ગીત સ્ત્રીઓના વિલાસથી અને સ્રીઓના વિલાસ ભૂખથી દેખાઇ જાય છે. અર્થાત્ ઉત્તરાત્તર એક એકથી બલવંત હોવાથી પુ નું બળ નકામું થાય છે. જીલ્વેન્દ્રિય તૃપ્ત હાય તેા બીજી સઘળી ઇન્દ્રિયા પોતાના વિષયની પ્રવૃત્તિમાં ઉત્સુકતા જોવામાં આવે છે તેથી અતૃપ્તજ ગણાય છે. વચનની વ્યવસ્થાનુ પણુ નિયમિતપણુ હોવુ જોઇએ તે માટે કહ્યું છે કે— महुरं निउणं थोवं कज्जावडियं अगव्वियमतुच्छं । पुव्वमइसकलियं भणन्ति जं धम्मसंजुत्तं ॥ ६ ॥ શબ્દા :-મધુર, નિપુણતાવાળું, થાડું, કાયને લગતું, અહુકાર વગરનું, તુચ્છતા વિનાનું. અને પ્રથમ વિચાર કરેલું જે એલાય છે, તેજ ધયુકત ગણાય છે. દા ઇત્યાદિ યુક્તિથી આહારની મર્યાદા કરતાં વચનની મર્યાદા અધિક ગણાય છે. કારણ કે વિકારને પ્રાપ્ત થયેલા આહારતા ઔષધાદિકના પ્રયોગથી દૂર કરી શકાય છે, પરંતુ વચનના વિકાર તા આખા જન્મારા સુધી હૃદયથી દૂર કરી શકાતા નથી. તેને માટે છે, આ ઠેકાણે કહ્યું છે કે— जिह्वां प्रमाणं जानीहि भोजने वचने तथा । अतिभुक्तमतीवोक्तं प्राणिनां प्राणनाशकम् ॥ ७ ॥ શબ્દા :-ભાજન કરવામાં અને ખેલવામાં જીભનેજ પ્રમાણુ જાણવી. કારણકે અત્યત ખાધેલુ અને અત્યંત ખેલાયેલુ પ્રાણીઓના પ્રાણાના નાશ કરનારૂ થાય છે. । ૭ । ખરેખર જિતેન્દ્રિય પુરૂષ કાઇથી પણ ભય પામતા નથી. કહ્યું છે કે—
SR No.022018
Book TitleShraddhgun Vivaran
Original Sutra AuthorN/A
AuthorChaturvijay
PublisherJain Atmanand Sabha
Publication Year1916
Total Pages280
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy