________________
૧૮
સુરચંદ હેરાને રાજમાન અને સંધમાન બંને સંપાદાન થયાં હતા અને ભાવનગરના સમગ્ર સંધના તેઓ નાયક બન્યા હતા.
સુરચંદ વહેરાના સ્વર્ગવાસ પછી જ્યેષ્ઠ પુત્ર જશરાજ હેરા, લઘુ પૂત્ર ઝવેરચંદ હોરા બંને ભ્રાતાઓ ભાવનગરના સંધની અગ્ર પદવી પર આવ્યા હતા. તેઓ બંનેમાં ઉત્તમ પ્રકારને ભાતૃભાવ હતે. શ્રાવક જન્મની સાર્થકતા કરવાને તેમણે અનેક પ્રકારનાં ધર્મકાર્યો કર્યા હતાં અને જૈન ધર્મના ઉતમાં અતિશય વૃદ્ધિ કરી હતી. વોરા હઠીસંગભાઈની માતાનું નામ લાધીબાઈ હતું. જેમાં વિખ્યાત કુટુંબવાળા શા. કલ્યાણજી તેજશીનાં પુત્રી થતાં હતાં. તેમના ઉદરથી ત્રણ પુત્રીઓ ઉપર શેઠ હઠીસંગભાઈને જન્મ થયો હતો. માતાપિતાના લાડમાં ઉછરેલા વોરા હઠીસંગભાઈએ પિતાના આશ્રય નીચે રહી ગુજરાતી ભાષાનું સામાન્ય જ્ઞાન મેળવી તેમણે પોતાની વેપાર વિદ્યા ઉપર સારું ધ્યાન આપ્યું હતું. પરંપરાથી ધર્મના સંસ્કાર પામેલા હોવાથી તેમજ શુદ્ધ દેવ, ગુરૂ, ધર્મને માનનારા પિતાના કુટુંબના સહવાસથી શેઠ હઠીસંગભાઈ પણ દેવ, ગુરૂધર્મ પ્રત્યે સારે પ્રેમ ધરાવે છે. અને તે સાથે વેપાર કળાની સારી તાલીમ લઈ પોતાની પેઢીના સર્વ કાર્યમાં સારી પ્રવિણતા પણ સંપાદન કરેલ છે.
વારા હઠીસંગભાઈને તેમનાં એક પ્રથમનાં પત્નિ સ્વર્ગવાસી ફુલીબાઈ કે જેઓ ભાવનગરના શેઠ ભાણજી બીમજીનાં પુત્રી હતાં. તેને હરકર નામે એક પુત્રી છે. તેને વળાના મેતા કુટુંબમાં શેઠ ગુલાબચંદ જીવાભાઈના જયેષ્ઠ પુત્ર દુર્લભજી વેરે આપેલાં છે. તેમને હાલ ચાર પુત્રીઓ અને બે પુત્ર છે. મોટી પુત્રીનું નામ વિજકેર અને નાની પુત્રીનું નામ રંભા વગેરે ચાર પુત્રીઓ છે. અને પુત્રનું નામ પ્રભુદાસ વગેરે બે પુત્રો છે. હાલની બે સ્ત્રીઓ દીવાળી તથા મોતીને કઈપણ ફરજદ નથી. શેઠ હઠીસંગભાઈ જ્યારે ગ્ય વયમાં આવ્યા, ત્યારે તેમના તરફથી જેન ધર્મને ઉદ્યોત
કરનારા ઘણા કાર્યો થયેલાં છે. તેમનું કુટુંબ ભાવનગરના જૈન સંઘમાં જે ધર્મ અને યાત્રાઓ વિખ્યાતિ પામેલું છે, તેનું કારણ પણ તેમની ધાર્મિક પ્રવૃત્તીજ છે, આ
ભારત વર્ષના ઘણું ભાગમાં સંવેગી સાધુઓને માટે પરિવાર મુનિરાજશ્રી બુટેરાયજી મહારાજથી શરૂ થયેલ છે. તેમના પરિવારમાં વિખ્યાત થઈ ગયેલા ગણિ મૂળચંદજી મહારાજ સંવત ૧૯૦૮ની સાલમાં ભાવનગર પધાર્યા હતા તે વખતે તેમણે બહેરા શેરીમાં આવેલા એક વિશાળ ભાગમાં ઉતરી પોતાના વ્યાખ્યાનને સારે લાભ હેરા કુટુંબને આપ્યો હતો અને સ્વર્ગવાસી નિતિવિજ્યજી મહારાજને દિક્ષા મહોત્સવ પણ એ કુટુંબના આગ્રપણા નીચે થયો હતો. તે પછી સંવત ૧૯૧૪ના વર્ષમાં મુનિરાજશ્રી વૃદ્ધિચંદ્રજી મહારાજ પંજાબમાંથી આવેલા હતા અને તેમના ઉપદેશને મહાનલાભ ભાવનગરની જેન પ્રજાને મળ્યો હતો જે લાભ શેઠ હઠીસંગભાઇના કુટુંબે ઘણું ચાતુર્માસ સુધી લીધો હતો. મુનિરાજ વૃદ્ધિચંદ્રજી મહારાજના ઊપદેશથી શેઠ હઠીસંગભાઇનાં વડીલ માતુશ્રી તરફથી રૂપાનું ઘેડીયાપારણું કરાવી શ્રીસંઘમાં મૂકવામાં આવ્યું છે, જે પ્રતિવર્ષે વીરપ્રભુના જન્મત્સવ વખતે તેને સારે ઊપયોગ થાય છે.
શેઠ હઠીસંગભાઇ સ્વતંત્ર થયા પછી તેમણે ધાર્મિક યાત્રાઓમાં પિતાની લક્ષ્મીને સારે સદુપયોગ કરે છે તેમના કાકા જસરાજ હેરાના પુત્ર અમરચંદભાઈ કે જેઓ તેમના વડીલ