SearchBrowseAboutContactDonate
Page Preview
Page 253
Loading...
Download File
Download File
Page Text
________________ ત્રયસિ શત્ ગુણવણ ન ૨૧૫ આ ભરતક્ષેત્રમાં તેજસ્વી પુરૂષષ રૂપ રત્નાના સમૂહથી શેાભતી લક્ષ્મીથી ૫રિપૂર્ણ અને પ્રસિદ્ધ થએલી ભાગવતી નામે નગરી હતી. જે નગરીમાં સજ્જનના સમૂહને આકષ કરનાર નિરતર લક્ષ્મીથી અવિયુકત અને દાનની વાસનાવાળા સમગ્ર નાગરિક લેાક ઘણું કરી પુરૂષાત્તમ (વિષ્ણુ) જેવા હતા. તે નગરીમાં પાતાની કીર્ત્તિથી સમગ્ર ભારતવષઁને ભરી દેનાર મ્હાટી રાજ્ય લક્ષ્મીરૂપ લતાને પુષ્ટ કરવા માટે મેઘ સમાન, પરોપકાર કરવામાં રસિક, અત્યંત ઉદારતાથી કલ્પવૃક્ષને પણ જીતી લેનાર અને નિશ્ચલ ધૈર્ય તેમજ અભ્યુદયથી સમગ્ર મહીમંડળને ઉવલ કરનાર ભરત નામે રાજા રાજ્ય કરતા હતા. તે રાજાને પાતાના રૂપથી દેવાંગનાઓના તિરસ્કાર કરનારી અને સઘળા અંતેરમાં શ્રેષ્ઠતા ભાગવનારી સુલેાચના નામની પ્રિયા ( ભાર્યા ) હતી. તે દ ંપતીને પૃથ્વીરૂપ કમલિનીને આનંદ આપવામાં ચંદ્ર સમાન, નીતિસ ંપન્ન અને વિનયવાન મહીચંદ્ર નામે પુત્ર હતા. કેટલેએક કાળ ગયા પછી એક વખત હર્ષિત થએલા શ્રી ભરત રાજાએ ભૂયલ પ્રમુખ કા દક્ષ મંત્રિઓને ખાલાવીને કહ્યું કે- હમારે હમેશાં ચિર’જીવી મહીચંદ્ર નામના આ મ્હારા પુત્રને સઘળા કાર્યોમાં પ્રમાણુ તરીકે સ્વીકારવા. અર્થાત્ તેની સલાહ શિવાય કાઇ પણ રાજ્યકાર્ય કરવું નહીં. તેમજ અસાધારણુ પરાક્રમવાળા આપ લેાકેાએ પણ આ પુણ્યશાલી પુત્રની સહાયતાથી સઘળા રાજ્યકારભાર ચલાવવેા. હું પાતે ઘણી સ ંપત્તિવાળા હેાવાથી દીન તેમજ અનાથ પ્રાણીઓના સમુદાયને ૫રોપકાર કરતા હમેશાં સુખપૂર્વક રહીશ. ' કહ્યું છે કે— " याचमानजनमानसवृत्तेः पूरणाय बत जन्म न यस्य । तेन भूमिरिह भारवतीयं न द्रुमैर्न गिरिभिर्न समुद्रैः ॥ ११ ॥ શબ્દા:-ખેદ છે કે જેનુ જન્મ યાચક લેાકેાની મનેાવૃત્તિને તૃપ્ત કરવા માટે નથી તેનાથી આ પૃથ્વી ભારવાળી છે. પરંતુ વૃક્ષા, પતા કે સમુદ્રે તેણીને બેજારૂપ નથી. અર્થાત્ સામર્થ્ય છતાં યાચકવર્ગના મનારથા પૂર્ણ નહીં કરનાર મનુજ્યા તેણીને એજારૂપ થાય છે. । ૧૧ । પૈસાથી અથવા તેા પ્રાણેાથી પણ પરને ઉપકાર કરવાજ જોઇએ. પરોપકારથી ઉપાર્જન કરેલું પુણ્ય સેકડા યજ્ઞાથી પણ થઇ શકતુ નથી એ પ્રમાણે હૃદયમાં વિચાર કરી રાજ્યની ધુરા પુત્ર ઉપર મુકી તે રાજા વિશ્વમાં નિરંતર ઉપકાર કરવામાં તત્પર થયા. એક વખતે અનેક પ્રકારની આધિવ્યાધિથી પીડાએલા તેમજ અનેક પ્રકારે નિરંતર મૃત્યુરૂપ સિંહથી ગળી જવાતા મનુષ્યાને જોઇ હૃદયની અંદર સંક્રમણ થએલા તેમના દુ:ખથી દુ:ખી થએલા તે કુપાળુ રાજા મનમાં આ પ્રમાણે
SR No.022018
Book TitleShraddhgun Vivaran
Original Sutra AuthorN/A
AuthorChaturvijay
PublisherJain Atmanand Sabha
Publication Year1916
Total Pages280
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy