SearchBrowseAboutContactDonate
Page Preview
Page 238
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦૦ શ્રાદ્ધગુણ વિવરણ. વાટિકામાં નીકળેલા લુક્ય શિરોમણી કુમારપાળે તે પડાવ જોઈ પુછયું કે આ કેની સેનાને પડાવ છે? ઉત્તરમાં કેઈ ઉતાવળાએ જણાવ્યું કે મલ્લિકાર્જુનથી પરાભવ પામેલા અને કુંકણદેશથી પાછા ફરેલા આંબડદેવ મંત્રીને આ સેનાનિસ છે. આ વાત સાંભળી તે મંત્રીની અત્યંત લજજાથી વિસ્મય થએલા રાજાએ પ્રસન્ન અને મને હર દ્રષ્ટિથી મંત્રિને સત્કાર કરી બીજા બળવાન સામતે સાથે મલ્લિકાર્જુનને જીતવા માટે આંબડદેવને ફરીથી મોકલ્યો. અનુક્રમે તે કલંબિણું નામની નદીને પ્રાપ્ત થઈ તેના ઉપર પુલ જે માર્ગ તૈયાર કરી તે જ માર્ગ દ્વારા અનકમે સાવધાન વૃત્તિથી સૈન્યને ઉતારી અસાધારણ યુદ્ધ શરૂ થતાં બહાદૂરીથી હસ્તિના સ્કંધ ઉપર આરૂઢ થએલા મલ્લિકાર્જુનને જ ચેષ્ટારહિત કરતા તે આંબડદેવ નામને સુભટ મૂશળ જેવા દાંતરૂપ પગથીઆવડે હાથીના કુંભસ્થળ ઉપર આરૂઢ થઈ પ્રચંડ રણ રસના આવેશમાં આવી પ્રથમ તું પ્રહાર કર અથવા તે ઈષ્ટદેવનું સ્મરણ કર એ પ્રમાણે બેલી અને તીક્ષ્ણ ધારવાળા ખડ્ઝના પ્રહારથી મલ્લિકાજુ નને પૃથ્વી ઉપર પાડી નાંખી અને મલ્લિકાર્જુનના નગરને લુટવામાં જ્યારે સામે તે રોકાયા હતા તે વખતે કેશરીસિંહનું બચ્ચું જેમ હાથીને નાશ કરે છે તેની પિઠે આંબડદેવે સહેજમાંજ મલ્લિકાર્જુનનું મસ્તક કાપી નાખ્યું. પછી તે મસ્તકને સેનાથી વીંટી લઈ તે કંકણદેશમાં કુમારપાળ ભૂપાળની આજ્ઞા વર્તાવી અનુક્રમે અણહિલપુર પત્તામાં આવી કુમારપાળ નરેશની સભામાં જ્યારે બહોતેર સામતની હાજરી હતી તે વખતે કુંકણદેશના રાજા મહિલકાર્જુનના મસ્તકની સાથે શૃંગારકેટી નામની સાડી, માણિક્ય નામની પટ, પાપક્ષયંકર નામને હાર, સંગસિદ્ધ નામની છીપ, સોનાના બત્રીશ કળશ, મોતિના છો મૂહા, ચાર દાંત વાળો સેટક નામને એક હાથી, એકવીસ પાત્રો અને ચઉદ કેડ સોના મહોર વિગેરે વસ્તુઓથી પિતાના સ્વામિ શ્રી કુમારપાળરાજાની આંબડદેવ મંત્રિએ પૂજા કરી. ઉપર જણાવેલા આશ્ચર્યજનક કાર્યથી ખુશી થએલા રાજાએ પોતાનાજ મુખથી શ્રી આંબડદેવને “રાજપિતામહ એવું બીરૂદ આપ્યું. હવે ચાલતા વિષયની સમાપ્તિ કરતાં ગ્રંથકાર ઉપદેશ દ્વારા આ ગુણ પ્રાપ્ત થવાનું ફળ બતાવે છે– संकटेऽपि महति प्रतिपन्नं लज्जया त्यजति यन्न मनस्वी। निर्वहेच्च खलु तेन सलज्जः सम्मतःशुभविधावधिकारी ॥५॥ શબ્દાર્થ –મહે સંકટ આવ્યા છતાં પણ મનસ્વી પુરૂષ અંગીકાર કરેલું લજ્જાથી ત્યાગ કરતું નથી પરંતુ ખરેખર તેને નિર્વાહ કરે છે. તે હેતુથી લજજાવાન પુરૂષ ધર્મ કાર્યમાં અધિકારી ગણાય છે. પો
SR No.022018
Book TitleShraddhgun Vivaran
Original Sutra AuthorN/A
AuthorChaturvijay
PublisherJain Atmanand Sabha
Publication Year1916
Total Pages280
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy