SearchBrowseAboutContactDonate
Page Preview
Page 219
Loading...
Download File
Download File
Page Text
________________ સમવિશિત ગુણુ વર્ણન ૧૮૧ શબ્દા :- પક્ષપાત શિવાય વસ્તુના ગુગ્નુ ાષાને જે આળખે છે, તે પ્રાયે કરી વિશેષજ્ઞ કહેવાય છે. અને તેથી તે ઉત્તમ ધર્મને વૈશ્ય થાય છે. ॥ તે વિષે ખાઇના પાણીને સુગંધીવાળુ કરનાર સુબુદ્ધિ મત્રિનુ દૃષ્ટાંત છે તે આ પ્રમાણે— ચંપાનગરીમાં જિતશત્રુનામે રાજા છે. તેને સારી રીતે જિનમતના જાણુ સુબુદ્ધિ નામે મંત્રિ છે. એક વખત રાજાએ રસયુક્ત સુંદર રસાઇ કરાવી ઘણા સામતા અને મંત્રિની સાથે રાજાએ લેાજન કર્યું. આ રસમાં આસક્ત થયેલા રાજા અને સામત વિગેરેએ પણ અહા ? રસ અહા ? ગંધ ઈત્યાદિ ખેાલી રસાઇની પ્રશંસા કરવા લાગ્યા, પરંતુ સુબુદ્ધિ મત્રિતા મોન રહ્યા; તેથી રાજાએ પુછ્યું કેહેમ'ત્રિન્ ! તમે કેમ પ્રશંસા કરતા નથી ? મંત્રિએ જવાબ આપ્યા કે હું રાજન ! પદાર્થોના સ્વરૂપનું મને જ્ઞાન હોવાથી મનોજ્ઞ અને અમનેાજ્ઞ પદાથામાં મને વિસ્મય થતા નથી. કેમકે સુગંધીવાળા પુદગલા દુર્ગ ધયુક્ત અને રસયુક્ત પુદગલા પણ રસ વિનાનાં થઇ જાય છે. તેથી નિદ્યા કે પ્રશંસા કરવી ચુત નથી તે પણ રાજાએ આ વાતની શ્રદ્ધા કરી નહીં. કેાઇ દ્વિવસે રાજપાટિકામાં જતાં માર્ગોમાં ઘણા નિર્જીવ કલેવરાથી દુર્ગંધવાળું, ખરામ વર્ણવાળુ, મલીન અને સૂર્યના તાપથી ઉકળેલુ ખાઇનુ પાણી જોઇ રાજાએ વસ્ત્રથી નાશિકા ઢાંકી બાહ્યા કે અહેા ? આ જળ કેવું દુર્ગંધયુક્ત અને મિભત્સ છે ? સુબુદ્ધિએ કહ્યું કે હે રાજન ? તમે આ જળની નિંદા ન કરો. કારણ કે ખરાબ પદાર્થો શ્રેષ્ટ પદાપણે અને શ્રેષ્ટ પદાર્થો ખરાબ પદાર્થ પણે પરિણમે છે. તેથી મહાન્ પુરૂષને જુગુપ્સા કરવી ચાગ્ય નથી. પરંતુ રાજાએ એ વાત માન્ય કરી નહી. પછી મત્રિએ રાજાને પ્રતિાધ કરવા માટે ગુપ્ત રીતે પેાતાના પ્રમાણીક પુરૂષા પાસે વસ્ત્રથી ગળેલુ તે ખાઈનું પાણી મગાવ્યું અને પેાતાના ઘરમાં લાવી, કેારા ઘડાઓની અંદર નાખ્યું અને તેને કતકફળના ચૂર્ણ વિગેરેથી નિ`ળ બનાવ્યું. વળી તેને ખીજીવાર ગળીને નવા ઘડાની અંદર નાખ્યું. એવી રીતે એકવીસ દીવસે તે જળ નિર્મળ, સ્વાદિષ્ટ, શીતળ અને જળ રત્ન જેવું થઇ ગયું. પછી તે જળને સુગ ંધી દ્રવ્યેાથી વાસિત કરી રાજાના રસાઇયાઓને આપ્યુ. ભાજન વખતે તેઓએ રાજા પાસે મૂક્યું. તે જળના લેાકાત્તર રસ અને સ્વાદિષ્ટતા વિગેરે ગુણાને પ્રાપ્ત કરી ખુશી થયેલેા રાજા રસાઈયાએને કહે છે કે આ જળ ક્યાંથી પ્રાપ્ત થયું ? તેઓએ જવાબ આપ્યા કે અમને મત્રિએ આપ્યુ છે. રાજાએ મંત્રિને પુછ્યુ. મંત્રિએ કહ્યું કે હે રાજન્ ? જો તમે મને અભયદાન આપેા, તેા હું આ પાણીની ઉત્પત્તિ જણાવું. રાજા તરફથી અભયદાન મળતાં મત્રિએ તેના યથાર્થ વૃત્તાંત કહી સંભળાવ્યા, પણ રાજા શ્રદ્ધા કરતા નથી. તેથી મ ંત્રિએ પૂર્વોક્ત વિધિએ ખાઇનુ જળ મગાવી તેવીજ રીતે તે જળને જળ રત્ન જેવુ કરી બતાવ્યું. તે જોઈ વિસ્મય થએલા રાજાએ મંત્રિને પુછ્યુ તમે આ કેવી રીતે જાણ્યુ' ? મત્રિએ જવાબ આપ્યા કે “ પુદગલાના પરિણામ ""
SR No.022018
Book TitleShraddhgun Vivaran
Original Sutra AuthorN/A
AuthorChaturvijay
PublisherJain Atmanand Sabha
Publication Year1916
Total Pages280
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy