SearchBrowseAboutContactDonate
Page Preview
Page 20
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨ ઉપર કહેલા બધા ગુણે પ્રાપ્ત કર્યા હોય તે છતાં જે પિતાના ઘરવ્યવહારની સ્થિતિને વિચાર કર્યા વગર ઉડાઉપણે ખર્ચ રાખે તો તેની વ્યવહાર નૌકા ચાલી શકતી નથી, તેથી તે પછી જ “આવકના પ્રમાણમાં ખચ રાખવાનો બારમે ગુણ વર્ણવી બતાવવામાં આવ્યો છે. ગૃહસ્થ ઉપાર્જન કરેલા દ્રવ્યમાંથી કેવી રીતે વ્યય કરે અને ઉપયોગ કરે, તે વિષે આ પ્રસંગે ઘણું વિવેચન કરી એક પણ શ્રેણીનું અસરકારક દષ્ટાંત આપેલું છે. અને વૈભવને અને નુસાર ખરચ કરનાર ગૃહસ્થ પ્રતિષ્ઠા, યશ, પુણ્ય, સુખ અને સંપત્તિ સારી રીતે મેળવી પોતાના ગૃહસ્થાવાસને સારી રીતે દીપાવે છે, એમ પ્રતિપાદન કર્યું છે. ગૃહસ્થ આયોચિત વ્યય કરનાર ડેય પણ જે તે ગૃહસ્થને છાજે તેવો વેષ પહેરે નહીં તો તે ગૃહસ્થ પિતાની પ્રતિષ્ઠાને યથાર્થ જાળવી શકતા નથી, તેથી તે પછી ગ્રંથકારે “વૈભવને અનુસારે વેષ રાખવાને તેરમો ગુણ વર્ણવી બતાવ્યો છે. આ ગુણને અંગે માંગલ્યના સ્વરૂપનું વિવેચન કરી તે વિષે કર્ણદેવનું મનોહર દષ્ટાંત આપ્યું છે. જે મનન કરવા જેવું છે. 'માંગલ્ય વેષથી બાહેર સ્વરૂપ વડે સુશોભિત દેખાતો ગૃહસ્થ બુદ્ધિના આંતર સ્વરૂપથી રહિત હોય તો તે ઉત્તમ ગણાતું નથી, તેથી “બુદ્ધિના આઠ ગુણે મેળવવા રૂપ ચૌદમા ગુણનું વર્ણન કરી બતાવ્યું છે. અને તે ઉપર નારદ અને પર્વત નામના બે વિદ્યાર્થીઓનું સુબોધક ઉદાહરણ આપેલું છે. બાહ્ય અને આંતર સ્વરૂપથી યુક્ત થયેલે ગૃહસ્થ જો સતત ધર્મશ્રવણ કરતા ન હોય, તો તે વૃથા જીવનવાળો ગણાય છે, તેથી તે ગુણની પછી “ધમ શ્રવણ કરવારૂપ પનરમા ગુણનું વર્ણન કરી તે સંબંધે મણિકાર શ્રેષ્ટી અને સુદર્શન શ્રેણીના દષ્ટાંતો આપવામાં આવ્યા છે. જે ઉપરથી વાચક અને શ્રોતા-ઉભયના હૃદય ઉપર ધર્મશ્રવણના મહિમાનું સ્વરૂપ પ્રગટ થઈ આવે છે. બાહ્ય અને આંતર સ્વરૂપની શુદ્ધિવાલે ગૃહસ્થ શ્રાવક શાસ્ત્ર શ્રવણ કરતો હોય પણ જે તે ધર્મના સાધનરૂપે અને ચિંતામણિરૂપે ગણાતા આ મનુષ્ય શરીર તરફ ઉપેક્ષા રાખી આહાર વિહારના નિયમ પાળી શકતા ન હોય તે તે અવિચારી પુરૂષ ગણાય છે, તેથી તેને માટે સંપાદન કરવા યોગ્ય “ અજીર્ણમાં ભેજનેને ત્યાગ અને સકાલે ભજન કરવારૂપ ?” સોળમા તથા સત્તરમા ગુણનું વિવેચન કરવામાં આવ્યું છે. અને તે વિષે ધર્મના શાસ્ત્રીય નિયમો દર્શાવવામાં આવ્યા છે. સર્વ ગુણસંપન્ન ગૃહસ્થ ગૃહાવાસમાં રહીને ધર્મ, અર્થ અને કામ સાધવા જોઈએ અને પિતાને ઘેર આવેલા યોગ્ય અતિથિને સત્કાર કરવો જોઈએ. આ વાત સિદ્ધ કરવા માટે “ત્રિવર્ગના સાધન કરવારૂપ” અઢારમા અને “ અતિથિની ભકિત કરવારૂપ” ઓગણીશમાં ઉચ્ચ ગુણનું ગ્રંથકારે સપ્રમાણ વિવેચન કરેલું છે. ત્રિવર્ગનું વિવેચન અને અતિ
SR No.022018
Book TitleShraddhgun Vivaran
Original Sutra AuthorN/A
AuthorChaturvijay
PublisherJain Atmanand Sabha
Publication Year1916
Total Pages280
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy