SearchBrowseAboutContactDonate
Page Preview
Page 191
Loading...
Download File
Download File
Page Text
________________ એકાનવ’શ ગુણવણું ન. ૧૫૩ પોતાના આત્માને પ્રગટ કરે અને તે જ્યારે વિનયમાગને અંગીકાર કરે, ત્યારે કપટ રહિત સ્નેહ પૂર્વક તેને ખાલાવે. તેની ભાર્યાં અને પુત્રાદિકને વિષે દાન તથા સન્માન કરવામાં સમાન વૃષ્ટિ થાય. ભ્રાતૃ સંખ`ધી ઉચિત આચરણને સમાપ્તિ કરી ભાર્યાં સંબંધી ઉચિત આચરણુ કહે છે. ઉપર જણાવ્યા પ્રમાણે ભ્રાતૃ સંબંધી ઉચિત આચરણુ કહી કાંઈક ભાર્યાં,સંખ'ધી ઉચિત આચરણુ કહું છું. સ્નેહ સહિત વચનથી સન્માન કરી તેણીને સન્મુખ કરે. તથા તે સ્ત્રીને શુષાદિકમાં પ્રવૃત્તિ કરાવે, વસ્ત્ર તથા આભરણુ વિગેરેને ચેાગ્યતા પ્રમાણે આપે. અને જ્યાં લેાકની ભીડ હોય એવા નાટક જેવા વિગેરે સ્થાનેામાં જવાના નિષેધ કરે. રાત્રિમાં ઘરથી માહાર ફરવાના પ્રચાર અટકાવે, ખરામ શીળવાળા અને પાખડી લોકોના સંસર્ગથી દૂર રાખે, ઘરના કાચેૌમાં જોડી દે અને પોતાથી જુદી પાડે નહીં. તેની વ્યાખ્યા આ પ્રમાણે છે, “ રાજમાર્ગે અથવા ખીજાને ઘેર ગમનાગમનાર્દિક કરવારૂપ રાત્રિના પ્રચારને અટકાવે પરંતુ ધમ તથા પ્રતિક્રમણ વિગેરેની પ્રવૃત્તિના નિમિત્તે માતા, મ્હેન વિગેરે સારા શીલવાળી સ્ત્રીઓના સમૂહની અંદર પ્રાપ્ત થએલી હાય તા અટકાવ કરે નહીં. તથા દાન, સ્વજનના સત્કાર અને રસાઈ વિગેરેના પ્રયાગ કરવારૂપ ઘરકાīમાં સ્ત્રીને અવશ્ય જોડી દે. જો ગૃહકાયમાં સ્ત્રીને જોડવામાં ન આવે તે ઉદાસ રહે અને શ્રી ઉદાસ રહે તેા ઘર સંબંધી કાર્ચીના બગાડ થાય છે. તથા સ્ત્રીનુ અપમાન થાય તેમ ખેલાવે નહીં. કોઈ કાર્યમાં ખલાયમાન થાય તા શિક્ષા કરે, કુપિત થઈ હાય તા મનાવે. અને દ્રવ્યની હાનિ કે વૃદ્ધિ થઇ હાય તે તથા ઘર સંબંધી ગુપ્ત વ્યતિકર તેની પાસે પ્રગટ કરે નહીં.” વળી સારા કુળમાં ઉત્પન્ન થએલી, પરિણત વયવાળી, નિષ્કપટ, ધમમાં તત્પર રહેનારી અને સમાન ધમ વાળી એવી સ્વજનની સ્ત્રીઓની સાથે પ્રીતિ કરાવે, તેની વ્યાખ્યા આ પ્રમાણે છે. “ સારા કુળની સ્ત્રીઓના હીનકુળની સ્ત્રીઓ સાથે સસ થવા તે ખરેખર અપવાદરૂપ વૃક્ષનું મૂળ કારણ છે, તેથી ઉચિત આચરણ સેવનાર ધર્મોથી પુરૂષે સારા કુળમાં ઉત્પન્ન થએલી, એક ગુરૂએ ઉપદેશ કરેલી શુદ્ધ સામાચારીમાં આસક્ત એવી સમાન ધવાની અને અધુઓની સ્ત્રીઓની સાથે પેાતાની ભાર્યાંની પ્રીતિ કરાવે. વળી રાગાક્રિકમાં તેણીની ઉપેક્ષા કરે નહીં, અને તેણીના ધમકાીને વિષે પેાતે સારી રીતે સાહ્ય કરવાવાળા થાય. ઇત્યાદિક પ્રાયે કરી પુરૂષનું ભાર્યાં સંબધી ઉચિત આચરણ જાણી લેવું. હવે પુત્ર સબધી ઉચિત આચરણ બતાવે છે. પુત્ર પ્રત્યે પિતાનું ઉચિત આચરણ એ છે કે, બાલ્યાવસ્થામાં પુત્રનું લાલન-પાલન કરેં. જ્યારે જીદ્ધિના ગુણ પ્રગટ થાય ત્યારે પુત્રને અનુક્રમે કળાઓમાં નિપુણ અનાવે. તેમજ હંમેશાં દેવ, ગુરૂ, ધમ, મિત્ર અને સ્વજન વર્ગની સાથે પરિચય કરાવે. અને ૨૦
SR No.022018
Book TitleShraddhgun Vivaran
Original Sutra AuthorN/A
AuthorChaturvijay
PublisherJain Atmanand Sabha
Publication Year1916
Total Pages280
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy