SearchBrowseAboutContactDonate
Page Preview
Page 180
Loading...
Download File
Download File
Page Text
________________ શહણ વિવરણ. આયુષ્યના અડધા ભાગે ઉપાષિત ગણાય છે. જે પુરૂષ અર્ધઘટી અથવા ફકત એક ઘટીનું વ્રત ધારણ કરે છે તે પુરૂષ દેવલોકમાં દેવપણે ઉન્ન થાય છે. તે જેને ચાર પહોરનું વ્રત ધારણ કર્યું હોય તેની તે વાતજ શી ? જે કારણેને લઈ પ્રાણીઓનું વિતવ્ય અનેક કષ્ટોથી વ્યાપ્ત થએલું હોય છે તેમાં કથંચિત્ ભાગ્ય રોગ થાય તે પ્રાણી રાત્રિમાં ભજન કરનાર ન થાય તથા–રાત્રિભોજનના દેવ જાણનારે જે પુરૂષ દિવસના આદિમાં અને દિવસના અવસાનમાં બે બે ઘડી ત્યાગ કરી સજન કરે છે તે પુરૂષ પુણ્યના ભાજગરૂપ થાય છે. આ લોક સંબંધી રાત્રિભેજનના દોષો આ પ્રમાણે છે- કીડી ખાવામાં આવે તે બુદ્ધિને નાશ કરે છે, કાંટે ખાવામાં આવે તે તાળવાને ભેદ કરે છે, ગળામાં વાળ લાગ્યું હોય તે કંઠને બગાડે છે. સંસક્ત જંતુઓની સંતતિ અને સંપતિમ અનેક પ્રાણિઓના વિનાશને હેતુ હોવાથી રાત્રિ ભોજન મહાન પાપનું મૂળ છે. તેથી ત્યાગ કરવું એગ્ય છે. તેને માટે વિવેક વિલાસમાં કહ્યું છે કે – અતિ પ્રાતઃકાળે, સાયંકાળે, રાત્રિએ, અન્નની નિંદા કરતાં, માગમાં ચાલતાં જમણા પગ ઉપર હાથ મુકી તથા ખાવાની વસ્તુ ડાબા હાથમાં લઈ ભેજન કરવું નહીં. ખુલ્લી જગામાં, તડકામાં, અંધકારમાં, વૃક્ષના અધેભાગમાં અને તજની આંગળીને ઉંચી કરી કદિપણુ ભજન કરવું નહીં. મુખ, હાથ અને પગ ધેયા વિના, નગ્ન અવસ્થામાં, મલિનવસ્ત્ર પહેરી અને ડાબા હાથથી થાળી ઉપાઉંને કદી પણ ભેજન કરવું નહીં. વિચક્ષણ મનુષ્ય એક વસ પહેરી, ભીનાવથી મસ્તકને વીંટાળી, તથા અપવિત્ર છતાં ખાવાની વસ્તુ ઉપર લેપ થઈ કદિ પણ ભેજન કરવું નહીં. પગરખાં સાથે, વ્યગ્રચિત્તે, કેવળ જમીન ઉપર બેસી, પલંગમાં રહી, અગ્નિ, નૈત, વાયવ્ય અને ઈશાનરૂપ વિદિશા તથા દક્ષિણ દિશા તરફ મુખ રાખી અને ટુંકા આસન ઉપર બેસી ભેજન કરવું નહીં. આસન ઉપર પગ રાખી, ચંડાળ કે ધર્મભ્રષ્ટ પુરૂના દેખતાં અને ભાંગેલા તથા મલિન ભાજનમાં ભજન કરે નહીં. આ ભોજન કેના તરફથી આવ્યું છે એમ જાણવામાં નહાય,અજાણ્યું હોય અને બીજી વખત ગરમ કરેલું હોય તેવું ભજન કરે નહીં. તેમજ જમતાં જમતાં બચ બચ એવા શબ્દએ સહિત અને મુખને વિકાર કરતે ભજન કરે નહીં. જન નિમિત્તે આમંત્રણ કસ્વાથી પ્રીતિને ઉન્ન કરતો અને ભજનની શરૂઆતમાં ઈષ્ટદેવના નામનું સ્મરણ કરતે સરખા વિશાળ અને અતિ ઉચું નહાય તેવા સ્થિર આસન ઉપર બેસી ભજન કરે. માસી, માતા, બહેન અને ભાર્યા વિગેરે સ્ત્રીઓએ આદર પૂર્વક પકાવેલું, ભજન કરી નિવૃત્ત થએલા પવિત્ર પુરૂષોએ પીરસેલું અને સર્વ કે ભજન કરી રહ્યા પછી પોતે ભજન કરે. આ લેકમાં પિતાનું પેટ પણ - ભારતું નથી. માટે જે ઘણુ જીવને આધાર હોય તેજ પણ પુરૂષ ગણાય
SR No.022018
Book TitleShraddhgun Vivaran
Original Sutra AuthorN/A
AuthorChaturvijay
PublisherJain Atmanand Sabha
Publication Year1916
Total Pages280
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy