SearchBrowseAboutContactDonate
Page Preview
Page 172
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩૪ શ્રાદ્ધ ગુણ વિવરણ. હથી કરંડીયાને ભરી સાયંકાળે વાસ કરવાની ઈચ્છાથી તે અજુન માળી યક્ષના મંદિરમાં આવ્યું. આ વખતે કોઈ દુષ્ટ હૃદયવાળા છ ગોઠીલા પુરૂએ વિચાર કર્યો કે આપણે આ માળીને બાંધી તેની ભાર્યાને તેના દેખતાં ઈચ્છા પ્રમાણે ભેગવીએ. એમ વિચાર કરી યક્ષના મંદિરમાં પ્રથમથી જ કઈ ગુપ્ત પ્રદેશમાં તેઓ સંતાઈ રહ્યા હતા. અજુન માળી યક્ષના મંદિરમાં પ્રવેશ કરી ક્ષણ વાર એકચિત્તવાળે થઈ નિઃશંકપણે જેટલામાં યક્ષની પૂજા કરવામાં તત્પર થાય છે તેટલામાં તે છ ગેઠીલા પુરૂએ બહાર નિકળી એકદમ તે માળીને દઢ બંધનથી બાંધી લીધો અને તેના દેખતાં તેની ભાર્યા સાથે સ્વેચ્છાથી તેઓભેગભેગવવા લાગ્યા. તેવા પ્રકારના તે આ કાર્યને જોઈ રોષથી ભયંકર બનેલે અજુન માળી મંત્રથી બંધાએલા સર્પની પેઠે પ્રહાર કરવાને અસમર્થ હતું. તેને માટે કહ્યું છે કે – पितृघातादि उःखानि, सहन्ते बलिनोऽपि हि । प्रिया घर्षण उखं, रोऽपि न तितिक्षति ॥ ७ ॥ ભાવાર્થ અલવાન પુરૂષે પણ પિતા પ્રમુખના ઘાતના દુઃખને સહન કરે છે, પરતું પિતાની ભાર્યાના પરાભવથી થએલા દુ:ખને રંક માણસ પણ સહન કરી શકતા નથી. ૭ પછી તે અર્જુન માળી દુર્વચનોથી યક્ષને આ પ્રમાણે ઉપાલંભ દેવા લાગ્યું કે હે યક્ષ? ખરેખર તું પાષણને જ છે, પરંતુ ખરે દેવતા નથી. જો તું ખરે દેવતા હતા તે હારા દેખતાં આ પાપી અને અધમ ગોઠીઆઓ લ્હારા મંદિરમાં જે મુખથી પણ ન કહી શકાય તેવું અપકૃત્ય કરે છે, તે કેમ કરી શકે? હે યક્ષ? જે ત્યારે કઈ પણ જાગ્રત પ્રભાવ-અતિશય હોત તે આ પ્રમાણે હારા પૂજકની વિડંબના કેમ કરે? આ પ્રમાણે તેનાં વચન સાંભળી કેપના આટેપથી વિકાળ થએલો યક્ષ તે માળીના શરીરમાં પ્રવેશ કરી એકદમ કાચા તંતુની પેઠે તેના બંધનને તેલ નાંખી યક્ષે લેઢાના મુદ્રરને ઉગામી સ્ત્રીની સાથે તે છ ગઠિઆઓને ચૂર્ણની પેઠે ચૂર્ણ કરી નાંખ્યા. તે દિવસથી લઈને રેષાતુર થએલો તે યક્ષ નગરની બહાર બીજા છ પુરૂષ અને એક સ્ત્રી મળી એકંદર સાત મનુષ્યને નિરંતર મારી નાંખે છે. તેને આ વૃત્તાંત પૃથિવીપતિ શ્રેણિક રાજાના જાણવામાં આવ્યાથી નગરના લોકેને પહોદ્દઘોષણ પૂર્વક આ પ્રમાણે નિવારણ કર્યા કે જ્યાં સુધી અજુન માળીએ સાત મનુષ્યોને વિનાશ ન કર્યો હોય ત્યાં સુધી નગરથી બહાર કેઈએ નિકળવું નહીં. જે દિવસે તે નગરના ઉદ્યાનમાં પ્રા શુઓને જીવાડવાના વૈભવવાળા શ્રી વમાનસ્વામી પધાર્યા, તે દિવસે જિનેશ્વરના આગમનને જાણતાં છતાં અજુનમાળીના ભયથી તે ઉદ્યાનમાં કઈ પણ પુરૂષ
SR No.022018
Book TitleShraddhgun Vivaran
Original Sutra AuthorN/A
AuthorChaturvijay
PublisherJain Atmanand Sabha
Publication Year1916
Total Pages280
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy