SearchBrowseAboutContactDonate
Page Preview
Page 17
Loading...
Download File
Download File
Page Text
________________ ગૃહસ્થવર્ગના ઉભય લેકના શ્રેયને સાધનારા આ ગ્રંથની અંદર તેના કર્તા પરમાર્ષિ શ્રી જિનમંડનગણીએ ગૃહસ્થ ધર્મનું પ્રતિપાદન કરવાને શ્રાવકના પાંત્રીશ ગુણોનું યથાર્થ વર્ણન કરી બતાવ્યું છે અને પ્રસંગોપાત મનન કરવા યોગ્ય દષ્ટાંત આપી ગૃહસ્થ જીવનનું પરમ સાધ્ય જે ગુણ છે, તેનું છટાદાર ખ્યાન આપેલું છે. ગૃહસ્થધર્મ મુનિધર્મથી સરળ અને સુસાધ્ય છે, તેથી તેની આઘ ઉપયોગિતા સિદ્ધ કરવાને ગ્રંથકારે તે ઉપર અનેક પ્રકારે ઉ. લેખ કરેલ છે. ગ્રંથના આરંભમાં શ્રાવક શબ્દના અર્થનું ગૌરવ ભરેલું પ્રતિપાદન કરવામાં કર્તાએ પિતાના પાંડિત્યને પ્રભાવ સારી રીતે બતાવી આપે છે. અને શ્રાવકના સત્ય લક્ષણ શાસ્ત્રીય પ્રમાણથી ઉત્તમ પ્રકારે સિદ્ધ કરી બતાવ્યા છે. તે પ્રસંગે શ્રાવકધર્મનું સ્વરૂપ, ધર્મોપદેશ આપવાની યોગ્યતા અને તેના પ્રકાર હૃદયગ્રાહી દષ્ટાંતથી એવા ઉત્તમ પ્રકારે દર્શાવ્યા છે કે, જે વાંચવાથી સામાન્ય વાચને પણ તે સરલતાથી ગ્રાહ્ય થઈ તેમ છે. ધર્મના સામાન્ય અને વિશેષએવા બે પ્રકાર છે. સભ્ય વર્તન એ સામાન્ય ધર્મ અને - તારવતાધિરૂપ-એ વિશેષ ધર્મ ગણાય છે. તેમાં સામાન્ય ધર્મ હોય તો જ વિશેષ ધર્મ સુશોજિત થાય છે. આ લેખમાં કર્તાએ સામાન્ય ધર્મનું સ્વરૂપ દર્શાવ્યું છે. અને તેની અંદર ગૃહસ્થ શ્રાવકના ગુણનું પ્રતિપાદન કરેલું છે. પ્રથમ ગૃહસ્થ શબ્દનો અર્થ “ઃ લઇ તિઇતિ રતિ પૃથઃ” એટલે સ્ત્રી સાથે ઘર માંડીને રહે તે ગૃહસ્થ કહેવાય છે. તે ગૃહવ્યવહારની સ્થાપના વૈભવને લઈને બને છે અને તે વૈભવ ન્યાયથી મેળવવો જોઈએ. માટે ગૃહસ્થનું પ્રથમ લક્ષણ “ચાયત્રવિમવઃ ” એમ બતાવવામાં આવ્યું છે. શુદ્ધ વ્યવહારથી ( ન્યાય-પ્રમાણિકપણાથી) ઉપાર્જન કરેલી સંપત્તિ ગૃહસ્થ અને તેના પરિવારને સુખકારી થાય છે. અને તેથી ગૃહાવાસના સુખો નિઃશંકપણે ભગવાય છે. અન્યાયપાર્જિત સંપત્તિ શંકા અને ભયનું સ્થાન રૂપ બની આ લેક તથા પરલોકમાં અનર્થનું કારણ થઈ પડે છે. આ વિષે ગ્રંથકર્તાએ સ્પષ્ટ વિવેચન કરી અને ચરિતાનુયોગના પ્રાચીન દષ્ટાંતરૂપ કથાનકે આપી એ આદ્ય ગુણને દિવ્ય પ્રભાવ સારી રીતે દર્શાવ્યો છે. જેની અંદર ગૃહસ્થના જીવનને ઉજવળ અને યશસ્વી બનાવનારા દાનધર્મ વિષે પણ સારો ઇસારો કરવામાં આવ્યો છે. આ પ્રસંગે અન્યાયોપાર્જિત દ્રવ્યના ૫રિણામને દર્શાવનારૂં રંકશ્રેણીનું દષ્ટાંત ઘણું સુબોધક આપવામાં આવ્યું છે. અને તેને અંગે વ્યવહાર શુદ્ધિનું સ્વરૂપ, ન્યાયનિષ્ઠ વૃત્તિનું માહામ્ય, દેવદ્રવ્યાદિકના ભક્ષણથી થતી હાનિ, શુદ્ધ ઋજુવ્યવહારના પ્રકાર, લક્ષ્મીના યોગથી બુદ્ધિની વિચિત્રતા, તે સંબંધે ધનશ્રેણીનું દષ્ટાંત આપી ગ્રંથકારે પ્રથમ ગુણ વિષે ઘણું રસિક વિવેચન કરેલું છે. ગૃહસ્થ ન્યાયપાર્જિત વૈભવવાળો હોય પરંતુ જો તેનામાં શિષ્ટાચારને ગુણ ન હોય તે તે યોગ્ય કહેવાય નહિ. તેથી તે પછી “ શિષ્ટાચારની પ્રશંસા કરવા રૂપ» બીજા ગુણનું વર્ણન આપવામાં આવ્યું છે. આ ઉપયોગી ગુણના વર્ણનમાં સદાચારના લક્ષણ આપવામાં આવ્યા છે કે, જેની અંદર શ્રાવક ગૃહસ્થ લોકાપવાદને ભય રાખવો, ગરીબ-નિરાશ્રિત લેકેને ન્યાત, જાત કે ધર્મને ભેદ રાખ્યા વિના ઉદ્ધાર કરે, બીજાએ કરેલા ઉપકારની કદર કરવી,
SR No.022018
Book TitleShraddhgun Vivaran
Original Sutra AuthorN/A
AuthorChaturvijay
PublisherJain Atmanand Sabha
Publication Year1916
Total Pages280
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy