________________
ચતુર્દશ ગુણ વર્ણન.
૧૨૯ બંધ કરવાને ઈચ્છેલ એવા સર્વ ધર્માદિક વસ્તુને બોધ થાય છે. તે બોધ જાણવાને અહીંયા વેદાભ્યાસની પરીક્ષામાંના બે છાત્રોનું બકરાને મારવા વિષે ઉદાહરણ છે. ઉપલી ગાથાની વ્યાખ્યા આ પ્રમાણે છે--બોધ કરવાને ઈચ્છલ એવા સર્વ ધર્માદિક વસ્તુને, વિપરીત વિગેરે દોષના ત્યાગપૂર્વક બેધ થાય છે. સમ્ય અને તેનાથી વિપરિત અસમ્યફ બેધને વિષે વેદાભ્યાસની પરીક્ષામાંના નારદ અને પર્વત નામના બે છાત્રનું ઉદાહરણ છે. તે આ પ્રમાણે –
શુક્તિમતી નામે નગરીમાં ક્ષીરકદંબક નામના ઉપાધ્યાય પાસે વસુ, પર્વત અને નારદ આ ત્રણ છાત્રો વેદને અભ્યાસ કરતા હતા. એક વખતે બે જૈન મુનિઓ ભિક્ષા લેવા માટે ક્ષીરકદંબક ઉપાધ્યાયના ઘરે આવ્યા. ત્યાં અભ્યાસ કરતા છાત્રને જોઈ તે બે મુનિઓમાંથી એક જ્ઞાની મુનિએ બીજા મુનિ પ્રત્યે કહ્યું કે, આ ત્રણ વિદ્યાથિઓમાંથી વસુ છે, તે રાજા થશે અને આ બે બ્રાહ્મણ છાત્રમાંથી એક નરકમાં અને બીજે સ્વર્ગે જશે. એવી મુનિની આ વાર્તાને કઈ ઠેકાણે પટાંતર રહેલા ઉપાધ્યાયે સાંભળી લીધી. પછી ચિંતાયુકત એવા ક્ષીરકબક ઉપાધ્યાયે તે છાત્રની પરીક્ષા કરવાને પ્રારંભ કર્યો. કેઈક વખતે લાખના રસથી ભરેલું બકરાનું ચામડું બકરાની આકૃતિ જેવું કરી કૃષ્ણપક્ષની આઠમની રાત્રિએ ઉપાધ્યાયે પવતને બોલાવીને આપ્યું અને કહ્યું કે આ બકરાને ત્યારે તેવી જગામાં મારી નાંખો કે જ્યાં કઈપણ તેને જોઈ શકે નહિં. આમ કરવાથી વેદ સાંભળવાની યોગ્યતા થાય છે. પછી તે બકરાને ઉપાડીને ગુપ્ત પ્રદેશમાં ગયે અને વિચાર વગરના તે પર્વતે તેને મારી નાંખે. તે પછી બકરાના શરીરમાંથી નિકળેલા લાખના રસથી ભિજાએલો પર્વત આ રૂધિર છે, એમ માની સરેવરમાં સ્નાન કરી ગુરૂ પાસે આવ્યો અને ગુરૂને આ વૃત્તાંત નિવેદન કરી દીધું. પછી તેના પિતા ક્ષીરકદંબક ઉપાધ્યાયે તેને કહ્યું કે હું એ બકરાને કેમ માર્યો? કારણ કે સર્વે ઠેકાણે ફરનારા તિયભક દેવતાઓ અને આકાશમાં તારાઓ જુવે છે અને તેને તે પોતે પણ જેતે હતા. ત્યારે તું કેમ કહે છે કે કેઈ ન જુવે તેવી રીતે આ બકરાને મારી નાંખે છે. અહો? લ્હારી કેવી મૂઢતા છે? પછી કૃષ્ણપક્ષની ચતુદશીના દિવસે પૂર્વોકત વિધિએ નારદને બકરે મારવા વિગેરેનું કહેવામાં આવ્યું. એટલે નારદ પણ ગુરૂના વાક્યને બહુમાન કરતો વન અને ભુવન વિગેરે જે જે સ્થાનમાં જાય છે, ત્યાં ત્યાં આ નારદ વનસ્પતિ અને દેવતાઓ જુવે છે; એમ જાણે તેણે વિચાર કર્યો કે કંઈપણ એવું સ્થાન નથી કે કઈને કઈ ન દેખી શકે, તેથી ખરેખર આ બકરાને મારવાની ગુરૂની આજ્ઞાજ નથી, એમ ધારી ગુરૂ પાસે આવી તેને પોતાના આત્માની સર્વ પરિણતિનું નિવેદન કરી દીધું. પછી ઉપાધ્યાય તેની સારી અને ઉચિત બુદ્ધિથી સંતોષને પ્રાપ્ત થયા અને કહ્યું કે –