SearchBrowseAboutContactDonate
Page Preview
Page 160
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨૨ શ્રાદ્ધ ગુણ વિવરણ. " आयव्ययमनालोच्य, यस्तु वैश्रमणायते । अचिरेणैव कालेन, सोऽत्र वै श्रमणायते ॥७॥" શબ્દાર્થ—જે પુરૂષ આવક અને ખરચને વિચાર કર્યા સિવાય કુબેરભંડારીના જેવી આચરણ કરે છે, તે પુરૂષ થેડા જ વખતમાં ખરેખર આ લેકમાં સાધુ જે બની જાય છે. ૭ ભાવાર્થ-આવક અને ખરચ જે પુરૂષે બરોબર વિચાર કરતા નથી તેમને બહુ સહન કરવું પડે છે. કેટલાએક પિતાની આવકના પ્રમાણથી, બીજાની દેખાદેખીથી અને સ્વાથીઓની બેટી પ્રશંસાથી કુલાઈ જઈ ગજા ઉપરાંત દાન દે છે. અથવા ભેગાદિકમાં લક્ષ્મીનો વ્યય કરે છે અને તેથી જ્યારે તેની પાસેથી ધન ઘટી જાય છે, ત્યારે તે પોતે દાન લેવા ગ્ય થઈ જાય છે. માટે દાનભેગાદિકમાં લક્ષમીને વ્યય કરે તે આવકને વિચાર કરી કલિકાલ સર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચાર્ય ના ફરમાન મુજબ દ્રવ્યના વિભાગ કરી પછી વ્યય કરે ઉચિત છે. માત્ર ધન ખરચી કીત્તિ સંપાદન કરવાથી કિવા ભોગ ભેગવવાથી આ મનુષ્યજન્મનું સાથક થતું નથી. ધન પુણ્ય પ્રમાણે મળે છે. તે બીજાની ઈર્ષ્યા સ્પર્ધા ન કરતાં પતાની શકિત અનુસાર દ્રવ્યનો વ્યય કરે. શકિત અનુસાર વ્યય કરનારને પ્રાયઃ ચિત્તની સમાધી રહેવાથી ધમધ્યાનાદિક કરવામાં વિશ્ન આવતું નથી. આત્માની ઉચ્ચતા એકાંત ગજા ઉપરાંત દ્રવ્ય ખરચ્યા કરતાં સમભાવમાં રહેવાથી વિશેષ થાય છે. તેમજ કમક્ષય પણ ધ્યાનાદિક કરવાથી શીઘ્ર થઈ શકે છે. તેથી એકાંત દ્રવ્ય ખરચવાથી જ ધમ થાય છે, એમ માનવું અગ્ય ગણાશે. જેમકે ત્રિજગપૂજ્ય શ્રી તીર્થકર ભગવાન એક વર્ષ સુધી હમેશાં એક કેડ અને આઠ લાખ નૈયાનું દાન કરતા હતા, છતાં પણ તે દાન તેઓશ્રીને સકલ કમ ક્ષય કરવામાં તથા સંપૂર્ણ સમાધી મેળવવામાં સાધનભૂત થયું નહીં, પણ કમને સંપૂર્ણ ક્ષય કરવા માટે તથા કેવળજ્ઞાન ઉત્પન્ન કરવા માટે બાર વર્ષ સુધી ઘોર તપસ્યા અને ધ્યાન કરવાં પડ્યાં. કઈ જીવ ધમકાર્યમાં ધન ખરચવાથી ધન મળશે, એવી આશા રાખી પોતાના ગજા ઉપરાંત અગર આવકના સાધન ઉપરાંત ધન ખરચે છે; તે દુઃખી થાય છે. તેણે ભાવ પૂર્વક ધમ કાર્યમાં ખરચેલા ધનનું ફળ કાંઈ જતું નથી. પણ તે ફળ અંતરાય કમના ઉદયથી તત્કાળ નહી મળવાથી અને પોતાની પાસેના દ્રવ્યને વ્યય થઈ જવાથી પ્રાપ્ત થએલા દારિદ્રને લઈને વખતે ધર્મ ઉપરથી પણ આસ્થા ઉઠાવી નાખે છે. માટે શાસ્ત્રકાર મહારાજાએ જે રીતે દ્રવ્યને વ્યય કરવાની આજ્ઞા ફરમાવી છે તેનું ઉલ્લંઘન કરવું નહીં, અને શાસ્ત્રકારની આ જ્ઞાનું ઉલ્લંઘન કરનાર વખતે વૈશ્રમણ (કુબેર) જે હોય તે પણ પિતાના ગજા ઉપરાંત ખરચ કરનાર શMiાં એટલે ખરેખર તે સાધુ જે થઈ જાય છે.
SR No.022018
Book TitleShraddhgun Vivaran
Original Sutra AuthorN/A
AuthorChaturvijay
PublisherJain Atmanand Sabha
Publication Year1916
Total Pages280
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy