SearchBrowseAboutContactDonate
Page Preview
Page 5
Loading...
Download File
Download File
Page Text
________________ ચન્દ્રમંડળ અને સૂર્યમંડળમાં ભિન્નતા. चन्द्रमंडळ अने सूर्यमंडळमां तफावतःચન્દ્રનાં ૧૫ મંડળે છે જ્યારે સૂર્યનાં ૧૮૪ મંડળો છે, ચન્દ્રનાં ૧૫ મંડળો પૈકી પાંચ મંડળે જબદ્વીપમાં અને દશ મંડળો લવણસમુદ્રમાં પડે છે, જ્યારે સૂર્યનાં ૧૮૪ મંડળે પૈકી ૬૫ મંડળે જબદ્વીપમાં છે અને ૧૧૯ મંડળે લવણસમુદ્રમાં પડે છે. ચન્દ્રવિમાનની અપેક્ષાએ સૂર્યવિમાનની ગતિ શીધ્ર છે તેથી ચન્દ્રમંડળો કરતાં સૂર્યમંડળે નજીક નજીક પડે છે. ચન્દ્ર અને સૂર્યનું એકંદર મંડળક્ષેત્ર–ચારક્ષેત્ર ૫૧૦ જન [૬ ભાગ પ્રમાણનું છે, તેમાં ૧૮૦ એજન પ્રમાણે ચારક્ષેત્ર જંબદ્વીપમાં છે અને ૩૩૦૬૬ ચો. ક્ષેત્ર લવણસમુદ્રમાં હોય છે, સૂર્યમંડળમાં દક્ષિણાયન અને ઉત્તરાયણના ખાસ મુખ્ય વિભાગે છે, ચન્દ્રમંડળમાં તેવા બે વિભાગે છે, પરન્તુ સૂર્યવત્ નથી તેમ જ વ્યવહારમાં પણ આવતા નથી, ચન્દ્રમંડળે ૧૫ હોવાથી (પાંચ આંગલીનાં આંતરાં જેમ ચાર ગણાય તેમ) તેનાં આંતરાં ૧૪ છે, અને સૂર્યમંડળની સંખ્યા ૧૮૪ હોવાથી તેનાં આંતરાં ૧૮૩ છે. ચન્દ્રમંડળના એક અંતરનું પ્રમાણ ૩૫ ૪ જન છે, જ્યારે સૂર્યમંડળના એક અંતરનું પ્રમાણ બે જન છે. ચન્દ્રનું મંડળ યોજન પ્રમાણ વિષ્કવાળું છે જ્યારે સૂર્યમંડળ રૂદ્ર યજન પ્રમાણુ વિષ્કસમ્પન્ન છે, ઇત્યાદિ તફાવતો સ્વયંવિચારી લેવા યોગ્ય છે. | | કથન સૂવંદજાધિરક . [ જો કે ઋદ્ધિ વિગેરેની અપેક્ષાએ જોતાં ચન્દ્ર વિશેષ મહદ્ધિક છે તેથી સામાન્ય ક્રમ પ્રમાણે તો ચન્દ્રમંડલની વક્તવ્યતા પ્રથમ કરવી જોઈએ, તથાપિ સમય-આવલિકા-મુહૂર્ત-દિવસ–પક્ષ-માસ-અયન-સંવત્સર ઈત્યાદિ કાળનું માન સૂર્યની ગતિને અવલંબીને રહેલું હોવાથી તેમ જ સૂર્યમંડળને અધિકાર સવિસ્તર કહેવાનું હોવાથી પ્રથમ સૂર્યમંડળની વક્તવ્યતાનો પ્રારંભ કરવામાં આવે છે. એમાં પ્રથમ તેની ગતિ સંબંધી વર્ણન પાંચ દ્વારથી કરાય છે તેમાં પ્રથમ ૧–ચારક્ષેત્રપ્રમાણપ્રરૂપણું ૨–અંતરક્ષેત્રપ્રમાણુપ્રરૂપણું ૩–સંખ્યામરૂપણ ૪–અબાધાપ્રરૂપણું (તે ત્રણ પ્રકારે) પ-ચારગતિપ્રરૂપણું (અને તે સાતદ્વારે કરીને) એમ ક્રમશ: કહેવાશે. એમાંથી ચારક્ષેત્ર–અંતર–સંખ્યા એ ત્રણ પ્રરૂપણું તો આ ગ્રન્થમાં જ કરેલી છે. १-सूर्यमंडलानां चारक्षेत्रप्रमाणम् :ચન્દ્ર-સૂર્યનાં મંડળોની સંખ્યામાં યદ્યપિ ઘણે તફાવત છે, તો પણ બનેનું ચારક્ષેત્ર ત–૫૧૦ ૦ ફુ ભાગ પ્રમાણ સરખું જ છે. એ સૂર્યનું ચારક્ષેત્ર કેવી રીતે પ્રાપ્ત થાય છે તે કહેવાય છે. તેમાં પ્રથમ એકંદર અંતરક્ષેત્ર કેટલું થાય ? તે કાઢે છે.
SR No.022014
Book TitleTrailokya Dipika Aparnam Bruhat Sangrahani Sutra Savishesharth Sachitra Sayantrak
Original Sutra AuthorYashovijay Upadhyay
Author
PublisherMuktikamal Jain Mohanmala
Publication Year1936
Total Pages64
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy