SearchBrowseAboutContactDonate
Page Preview
Page 3
Loading...
Download File
Download File
Page Text
________________ ॥ अथ सूर्य-चन्द्र मण्डल विषयनिरूपणम्॥ [ મંદાધિકારની અવતરળિજા-મંડલાધિકારમાં પ્રસંગ પ્રાપ્ત થવાથી અઢીદીપનું સંક્ષિપ્ત વર્ણન કર્યું, હવે ચન્દ્ર-સૂર્યનાં મંડલ સંબંધી અધિકાર શરૂ કરવામાં આવે છે. આ વિષય સૂર્યપ્રજ્ઞપ્તિ, ચન્દ્રપ્રાપ્તિ, જંબૂદીપપ્રાપ્તિ વિગેરે સિદ્ધાન્તોમાં સવિસ્તૃતપણે આપ્તમહાપુરૂષોએ વર્ણવ્યો છે, તેમ જ એ સિદ્ધાન્તગ્રન્થોમાંથી બાલ ના બોધના અથે પૂર્વના પ્રાજ્ઞમહર્ષિઓએ એ વિષયનો ઉદ્ધાર કરી ક્ષેત્રસમાસ–બૂહસંગ્રહણી-મંડલપ્રકરણ–લોકપ્રકાશ પ્રમુખ ગ્રન્થમાં ગીર્વાણગિરામાં વિશેષ સ્પષ્ટ કર્યો છે, તો પણ મન્દબુદ્ધિવાળા જીવો આ વિષયને રૂચિપૂર્વક વધુ સમજી શકે તે માટે શ્રી સૂર્ય પ્રક સૂત્રના આધારે ભાષામાં આ મંડલસંબંધી વિષયને કાંઈક ઋટ કરીને કહેવામાં આવે છે. જે કે આ લખાણ વાચકોને કાંઇક વિશેષ પડતું જણાશે પરંતુ ગુર્જર ભાષામાં હજુ સુધી આ વિષય પરત્વે જોઈએ તેવી સ્પષ્ટતા પ્રાયઃ કાઈ અનવાદગ્રન્થમાં કિંવા સ્વતંત્ર પ્રન્યમાં નહિ જોવાતી હોવાથી મંડલસંબંધી આ વિષયને સરલ કરવો એ ઈચ્છાથી આ વિવેચનનો વિસ્તાર કાંઈક વધાર્યો છે અને એથી મારું પ્રાય: ચોક્કસ મન્તવ્ય છે કે સ્વ-પરબુદ્ધિના વિકાસ માટે આ વિષય વાચકને વિશેષ ઉપયોગી થશે. ] ‘ અનુવાન ? મં૩૪” એટલે શું? ચન્દ્ર અને સૂર્ય મેરૂ પર્વતથી ઓછામાં ઓછી ૪૪૮૨૦ એજનની અબાધાએ રહેવા પૂર્વક મેરૂને પ્રદક્ષિણાના ક્રમથી સંપૂર્ણ ફરી રહે તે પ્રદક્ષિણાની પંક્તિને એક “મંડળ” કહેવાય છે. આ ચન્દ્ર-સૂર્યનાં મંડળે ત્યાંને ત્યાં જ રહેવાવાળાં કાયમી મંડળ જેવાં (સ્વતંત્ર) મંડળે નથી પરંતુ પ્રથમ જે પ્રમાણે ચન્દ્ર-સૂર્યનું સ્થાન જણાવવામાં આવ્યું છે તેટલી (સમભૂતલથી સૂ) ૮૦૦, ચં. ૮૮૦ જન ) ઉંચાઈએ રહ્યા થકા ચરસ્વભાવથી મેરૂની ચારે બાજુ પ્રદક્ષિણ આપતાં પોતાના વિમાનની પહેળાઈ પ્રમાણુ જેટલું ક્ષેત્ર રોકતા જાય અને જે વલય પડે તે વલયને “મંડળ” કહેવાય છે, અર્થાત્ ચન્દ્ર-સૂર્યન મેરૂને પ્રદક્ષિણા આપવા પૂર્વક ચાર કરવાને ચક્રાકારે જે નિયત માર્ગ તે “મંડળ” કહેવાય. આ મંડળે ચન્દ્રનાં ૧૫ છે અને સૂર્યનાં ૧૮૪ છે, દક્ષિણાયન -ઉત્તરાયણના વિભાગે, દિવસ અને રાત્રિના પ્રમાણમાં ન્યૂનાધિકપણું, સૌરમાસ–ચાન્દ્રમાસાદિવ્યવસ્થા વિગેરે ઘટનાએ આ સૂર્ય-ચન્દ્રનાં મંડળોના આધારે જ ઉત્પન્ન થાય છે. અહિં આગળ જણાવવા પ્રમાણે બે સૂર્યના પરિભ્રમણથી એક મંડળ થાય છે તેમ જ કર્કસંક્રાન્તિના પ્રથમદિવસે વાદી–પ્રતિવાદીની જેમ સામસામી સમશ્રેણએ નિષધ અને નીલવંત પર્વત ઉપર ઉદય પામેલા બન્ને સૂર્યો મેરૂથી ૪૪૮૨૦ ૩૧
SR No.022014
Book TitleTrailokya Dipika Aparnam Bruhat Sangrahani Sutra Savishesharth Sachitra Sayantrak
Original Sutra AuthorYashovijay Upadhyay
Author
PublisherMuktikamal Jain Mohanmala
Publication Year1936
Total Pages64
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy