SearchBrowseAboutContactDonate
Page Preview
Page 13
Loading...
Download File
Download File
Page Text
________________ ભરતાદિ ક્ષેત્રમાં સૂર્યના ઉદય-અસ્તને વિપર્યાસ. આ મંડળો આપણા ભરતક્ષેત્રની તથા ઐરાવતક્ષેત્રની અપેક્ષાએ મેરૂથી અગ્નિ તથા વાયવ્યકોણમાં દેખાય છે, પરંતુ પૂર્વમહાવિદેહની અપેક્ષાએ તેઓને નીલવંતપર્વત ઉપરના તેજ ૬૩ મંડળે મેથી ઈશાન ખુણામાં દેખાય છે, અને પશ્ચિમમહાવિદેહની અપેક્ષાએ નિષધપર્વત ઉપરનાં ૬૩ મંડળો મેથી નૈઋત્યકેણુમાં દેખાય છે. જે માટે શ્રીજંબદ્વીપ-પ્રાપ્તિમાં કહ્યું છે કે –“ગંજૂવીવેf. भंते ! दीवे सूरियो उदिण पाइणं उग्गत्थ पाइणदाहिणं आगच्छन्ति, पूर्व विदेहापेक्षयेदम् ।।१॥ पाइण दाहिणं उग्गत्त्थ दाहिण पडीणं आगच्छन्ति, भरतक्षेत्रापेक्षयेदम् ॥ २ ॥ दाहिणं पडीणं उग्गत्त्थ पडीण उदीणं आगच्छन्ति, पश्चिमविदेहापेक्षयेदम् ॥ ३ ॥ पडीण उदीणं उग्गस्थ उदीण पाइणं ગાન્તિ , gવતાપેક્ષત્રમ્ | ૪ | ” અહીંથી વધારાનો વિસ્તાર શરૂ થાય છે. प्रासङ्गिकक्षेत्रेषु उदयास्तविपर्यासहेतु: ભરતક્ષેત્ર વઈ અન્ય અન્ય સર્વક્ષેત્રોમાં દિવસ અને રાત્રિના પ્રમાણના ફેરફારને અંગે, અને તેથી બીજા ઉત્પન્ન થતા અનેક વિપસનાં કારણોને અંગે પ્રત્યેક ક્ષેત્રાશ્રયી નિયમિતપણે ઉદયાસ્તાદિ કાળ વિગેરેનું વર્ણન કરવું તે તે અવ્યક્તરૂપ છે, અને એથી જ એટલું તો સિદ્ધ છે કે સર્વ ઠેકાણે સૂર્યને એક જ વખતે ઉદય કે એક જ વખતે અસ્ત હોય ? તેમ તે નથી જ, પરંતુ સૂર્યની ગતિ જેમ જેમ કલા-કલા માત્ર આગળ વધતી જાય તેમ તેમ આગલા આગલા તે તે ક્ષેત્રોમાં પ્રકાશ પડે તદવસરે ઉદયપણું અને પશ્ચાત્ પશ્ચાત્ ક્રમે ક્રમે તે તે ક્ષેત્રમાં સૂર્ય દૂર દૂર થતો હોવાથી અસ્તપણું થતું હોય! શકા–જ્યારે આવી અનિયમિત વ્યવસ્થા જણાવી તો શું દરેક ક્ષેત્રાશ્રયી સૂર્યને ઉદય અને અસ્ત અનિયમિત જ હોય ? આ સમાધાન–હા ? અનિયમિતપણું જ છે, જેમ જેમ સમભૂતલાથી ૮૦૦ જન ઉો એવો સૂર્ય સમયે સમયે જે જે ક્ષેત્રેથી આગળ આગળ વધતાં જાય તે તે ક્ષેત્રોની પાછળના દૂર દૂરના ક્ષેત્રમાં સૂર્યનો પ્રકાશ આગલા ક્ષેત્રમાં વધવાથી ત્યાં પ્રકાશને અભાવ વધતો જાય અને અનુક્રમે તે તે ક્ષેત્રમાં રાત્રિ આરંભાતી જાય, આથી સૂર્યના સર્વ સામુદાયિક ક્ષેત્રાશ્રયી ઉદય અને અસ્તનું અનિયમિતપણું જ છે, પણ જે સ્વસ્વ ક્ષેત્રાશ્રયી વિચારીએ તો તો ઉદય તથા અસ્ત લગભગ નિયમિત જ છે, કારણ કે આપણે પણ જે ભરતક્ષેત્રના મધ્ય ૬૨ વિશેષમાં અહીં એટલું સમજવું કે પૂર્વવિદેના બેંકોની જે પશ્ચિમદિશા તે ભરતગત લેકની પૂર્વદિશા, ભરતની જે પશ્ચિમદિશા તે પશ્ચિમવિદેહની પૂર્વ દિશા, પશ્ચિમવિદેહની જે પશ્ચિમદિશા તે ઐરાવતની પૂર્વદિશા, ઐરાવતની જે પશ્ચિમદિશા તે પૂર્વ વિદેહની પૂર્વદિશા સમજવી. આ પ્રમાણે તે તે વર્ષધરાદિ યુગલિકક્ષેત્રોમાં પણ વિચારવું. .
SR No.022014
Book TitleTrailokya Dipika Aparnam Bruhat Sangrahani Sutra Savishesharth Sachitra Sayantrak
Original Sutra AuthorYashovijay Upadhyay
Author
PublisherMuktikamal Jain Mohanmala
Publication Year1936
Total Pages64
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy