SearchBrowseAboutContactDonate
Page Preview
Page 52
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir गुजरातना ऐतिहासिक लेख ભાષાન્તર છે ! સ્વસ્તિ ! ભરૂ કછના દ્વાર ( દરવાજા) આગળ આવેલા વિજયી નિવાસસ્થાનમાંથીઃ ( ૫. ૧ )સજળ ઘન વાદળમાંથી બહાર નીકળતા શશીનાં કિરણથી જાગૃત થએલા શ્વેત કુમુદ જેવી યશની વેલીથી નભમંડળ છાયી નાંખતે, અનેક સમરનાં સંકટમાં જેની સામે આવતાં સંહાર થએલા શત્રુ સામન્તકુલની પત્નીઓ પ્રભાત સમયે રૂદનથી જેની અસિને પ્રતાપ મોટેથી જાહેર કરે છે એ દેવ, દ્વિજ અને ગુરૂઓનાં ચરણકમળને પ્રણામ કીધેથી પંક્તિઓ પડેલા કોટી વમણિના ઉજજવળ કિરણેથી વિરાજિત મુગટથી મંડિત શિરવાળો, દીન, અનાથ, આજારી, અભ્યાગત, યાચક, અને વિપત્તિવાળા જનના વૈભવ (લક્ષમી) માટેના મારથ પૂર્ણ કરવાથી નિરંતર વૃદ્ધિ પામતા, સ્વર્ગપ્રાપ્તિના એક જ સહાય ધર્મસંચયવાળા, પૂર્વે પ્રણયથી કેપિત થએલી માનિની જનના પ્રણામ પછી મધુર વચનથી ઉદ્ભવેલા પ્રસાદથી પ્રકાશિત થતા વિદગ્ધ અને નાગરિક સ્વભાવવાળે, વિમલ ગુણનાં કિરણોના પિંજરમાં કલિના ઘનતિમિરને નાંખનાર, પંચ મહાશબ્દ પ્રાપ્ત કરનાર શ્રી દ૬ હતે. | ( પં. ૬). તેને પુત્ર શત્રુની મહેમત ગજસેનાને સંહાર નિર્દય ફાળ (કલંગ) મારી કરનાર જુવાન સિંહ જે પિતાની તરવારથી પ્રતાપ પ્રકટ કરનાર, નિરંકુશ દાન પ્રવાહથી અને ઉદધિના બને તટ પર આવેલાં વનોમાં ગમન કરી સતત મદ ઝરતા અને ક્રીડા કરતા દિગના ગુણસમૂહવાળા, ગગનલમીનાં સમુન્નત વાદળાં રૂપી પાધરેને સ્ફટિક અને કપૂર જેવા શ્વેત યશનાં ચંદનના લેપથી સુગંધિત કરતો શ્રી જયભટ હતા. (, ૯) તેને પુત્ર, સકલ જગત વ્યાપી દેનાર દેષના અધિકારથી ઉદ્ભવેલા ઘનતિમિર ને હાંકી મૂકનાર, ગુરૂના અધિકસ્નેહ થએલા વિમલ આદેશથી જીવલોકને પ્રકાશિત કરતો, પરમબોધ પ્રાપ્ત કરનાર, વિપુલ ગુર્જર નૃપના અન્વયમાં મશાલ જે, પંચમહાશબ્દ પ્રાપ્ત કરનાર મહારાજાધિરાજ, શ્રી દ૬ કુશળ હાલતમાં સમસ્ત રાષ્ટ્રપતિ, વિષયપતિ, ગ્રામકૂટ, આયુક્તક, નિયુક્તક, આધિકારિક, મહત્તર આદિને જાહેર કરે છેઃ (પં. ૧૨) તમને જાહેર થાઓ કે –મારાથી માતાપિતાના તથા મારા પરાકમાં પુણ્યયશની વૃદ્ધિમાટે અહિચ્છત્રમાં નિવાસ કરતા, તે જ સ્થળના ચતુર્વેદિ મધ્યેના, કાશ્યપ શેત્રના, બહુવૃચ સબ્રહ્મચારી ભટ્ટ ગોવિન્દના પુત્ર ભટ્ટ નારાયણુને બલિ, ચરૂ, વૈશ્વદેવ, અગ્નિહોત્ર, પંચમહાયજ્ઞ આદિ અનુષ્ઠાન માટે અકુલેશ્વર વિષયમાં રાધિગામ જેની સીમાઃ પૂર્વે વારણેર ગામ; દક્ષિણે વરન્ડા નદી; પશ્ચિમે શુષ્ઠવડક ગામ અને દક્ષિણે અલૌમ ગામ; આ ચાર સીમાવાળું ગામ ઉદ્રડ સહિત, ઉપરિકર સહિત, અન્ન અને સુવર્ણની આવક સહિત, વેઠના હક્ક સહિત, રાજપુરૂના પ્રવેશમુત, ચંદ્ર, સુરજ, સાગર, પૃથ્વી, નદીઓ અને પર્વતના અસ્તિત્વકાળ સુધી, પુત્ર, પૌત્ર, અને વંશજોના ઉપભોગ માટે, પૂર્વે દેવ અને બ્રાહ્મણને કરેલાં દાનવીર્ય કરી અભ્યન્તર સિદ્ધિથી, શકરાજાના સમય પછી સંવત્સર ૪૧૭ માં જેષ્ઠ અમાસ ને સૂર્યગ્રહણ ના સમયે પાણીના અર્થ સાથે અપાયું છે. (પં. ૧૯ ) આથી આ માણસ જ્યારે બ્રહ્રદાયના નિયમાનુસાર આ ગામની ખેતી કરતે હોય અથવા ખેતી કરાવતો હોય અથવા ઉપભેગ કરતે હોય અથવા ઉપભેગ કરાવતા હોય, અથવા અન્યને સોંપતા હોય ત્યારે કેઈએ પણ પ્રતિબંધ ન કરવો. (પં. ૨૦) આ અમારા દાનને અમારા વંશના કે અન્ય ભાવિ નૃપેએ પિતે કરેલા દાન માફક, ભૂમિદાનનું ફળ દાન દેનાર અને રક્ષનારને સામાન્ય છે, શ્રી જલબિંદુ જેવી ચંચલ અને અનય છે, અને જીવિત નુણના અગ્રે જલબિંદુ જેવું ચંચલ છે એમ માનીને અનુમતિ આપવી For Private And Personal Use Only
SR No.020959
Book TitleHistorical Inscriptions Of Gujarat Part 02
Original Sutra AuthorN/A
AuthorGirjashankar Vallabhji Acharya
PublisherFarbas Gujarati Sabha
Publication Year1935
Total Pages397
LanguageEnglish, Hindi, Gujarati
ClassificationBook_English, Book_Gujarati, & Book_Devnagari
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy