SearchBrowseAboutContactDonate
Page Preview
Page 268
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir कुमारपालना राज्यनी वडनगरप्रशस्ति ભાષાન્તર છે ! $ શિવને નમસ્કાર હો. (હેક. ૧) હું ત્રિભુવનના સ્વામિ અને વેદના નિધિની–જેનું અદ્વિત બ્રહ્મપેઠે શાન્તિથી મુમુક્ષપુર ધ્યાન કરે છે તેની સંકલ્પશક્તિ જે પિતાના સમયમાં ઉત્પન્ન કરતી અને નાશ કરતી રતનજડિત પિંડ જેમ નવાં બ્રહ્માંડપિંડ સાથે ક્રીડા કરતાં સ્વચ્છદ મુજબ તે આનન્દ લે છે તે શક્તિની સ્તુતિ કરું છું. (૨) દનના પુત્રોના અપમાન સામે રક્ષક માટે દેવે વડે પ્રાર્થના થવાથી વેધસેતુ બ્રહ્માએ), જો કે સંધ્યાની પૂજા કરવાની તૈયારીમાં હતા છતાં તેના ગંગાના પવિત્ર જળથી ભરેલા ચુલકમાં ( ઘડામાં) સહસા પોતાના યશના પૂરથી ત્રિભુવનને પાવન કરતે ચુલુય નામને વીર સર્યો. ખરે ખર હેતની શ્રી તેનાં ફળને પિતા જેવું જ ઉત્પન્ન કરે છે.' (૩) તેનામાંથી અનેક અદ્દભુત કૃત્યેની એક જ રંગભૂમિ સમાન, જેમાં અસંખ્ય નૃપે પણ નિત્ય દેખાય છે, જે તેની પડતીના સમયમાં પણ ઉજજવળ છે જે વિખ્યાત વિકમથી મહાન છે અને જે સંદા અખિલ જગતમાં પ્રત્યેક જનને (સામાન્ય જનોને) સુખ આપે છે તે વંશ પ્રકટ. (૪) શ્રી મૂળરાજ, જે નૃપના મુગટ પર ચરણ મૂકતે, તે પોતાના કુળના યશની પ્રજાની વૃદ્ધિ કરવામાં અમૂલ્ય મુક્તામણિ હતા–તે કે જે કલિયુગના દાવાનલથી ભસ્મ (દગ્ધ) થએલા ન્યાય વૃક્ષના મૂળ સમાન થયું હતું અને જેણે સાચા નૃપને ઉચિત અતિ મૃદુ કરેથી પિતાની પ્રજાને અનુરાગ પ્રાપ્ત કર્યો. (૫) અછાથી બન્મીવાન કરેલા ચાપોત્કટ નૃપોની લયમીને વિદ્વાન, પિતાના બધુજન દ્વિ, કવિ અને મૃત્યેના ઉપગની વસ્તુ બનાવી. યુદ્ધમાં પ્રબળ પ્રતાપવાળા શૌર્યથી પરાજય પામી ને અન્ય સમસ્ત મંડળના નૃપની દિગ્દવીઓ તેની અસિની શ્રીને ચિરકાળ વળગી રહી. (૬) તેને રાજાઓમાં અગ્ર અલંકાર સમાન ચામુણ્ડરાજ નામે પુત્ર હતે. ચામુણ્ડના ઉત્તમ માતંગેના મદથી સુગંધિત લહરિઓ દૂરથી પણ સુંઘીને તે મદધથી દબાઈ ગયેલા પિતાના માતંગો સહિત શ્રી સિધરાજ નાશી ગયો, અને એવી રીતે અદ્રષ્ટ થયો કે તે રાજાના ચશનાં સર્વ ચિહા પણ નાશ પામ્યાં. | (છ) તેમાંથી ભૂમંડળને સાહસેથી વિસ્મય પમાડનાર વલ્લભરાજ નામે નૃપમાં ચડામણિ જન્મ્યા હતા. તેના પ્રયાણના શ્રવણથી કંપિત થયેલા માલવ નૃપના રાજ્યમાંથી નીકળતે અતિ શ્યામ ધૂમ્ર તેના કોપાગ્નિનો પ્રસાર પ્રકટ કરતા. (૮) તેના પછી તેના ભાઈ શ્રી દુર્લભરાજ રાજાએ રાજ્ય કર્યું જે અનુરાગ હોવા છતાં પર વધુને દુર્લભ હતું. જ્યારે તે ક્રોધથી ભરાયો ત્યારે પિતાની વળેલી ભ્રમરો જરા ચઢાવી, જેથી તરત જ લાટ પ્રદેશના નાશરૂપી પરિણામ આવ્યું. (૯) પછી પોતાના શત્રુઓને ભીમ ( ભયંકર ) હતો, છતાં મિત્રોને નિત્ય ઉપભોગ આપનાર, શ્રી ભીમદેવ નૃપે, ભૂપ તરીકે ભૂમિના આ ભારનું વહન કર્યું ધારા (પાંચ કદમ) સાધનામાં પરમ ચતુર તેના અ ને માલવ ચકવત્તિનું રાજનગર ધારા સત્વર પ્રાપ્ત કર્યું તેમાં શું આશ્ચર્ય હતું? ૧ ચુલુકાના રાજેન સંબંધે, સરખા વિક્રમાંક દેવચરિત સર્ગ ૧ ૩૬,૩૯ વગેરે. તેને ઉત્પત્તિ હેતુ બહાને ચલુ ક છે, અને તે પવિત્ર હેાઈ તેમાંથી માત પવિત્ર વીરપુરૂષ જ ઉત્પન્ન થાય છે ? : પ%|મારિાઃ ને અર્થ અલબત અતિ શીતલ કિરણોથી ' એમ થાય છે? જુઓ સુકા સંકલીન પ. ૧૧ મકર અહિ નપુસલિમમાં વપરાયું છે. પરંતુ તે પુખ છેમને વિ આપણે લખવું જોઈએ. For Private And Personal Use Only
SR No.020959
Book TitleHistorical Inscriptions Of Gujarat Part 02
Original Sutra AuthorN/A
AuthorGirjashankar Vallabhji Acharya
PublisherFarbas Gujarati Sabha
Publication Year1935
Total Pages397
LanguageEnglish, Hindi, Gujarati
ClassificationBook_English, Book_Gujarati, & Book_Devnagari
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy