SearchBrowseAboutContactDonate
Page Preview
Page 36
Loading...
Download File
Download File
Page Text
________________ આત્માનું જ્ઞાન કેવું ? મોકલ્યા, સાથે એક ટંકનું ભાતું આપ્યું. રસ્તામાં આગલા દિવસનો ઉપવાસ હતો એટલે તળાવના કાંઠે પારણું કરવા બેસે છે, ને ભાવના કરે છે ‘સુપાત્ર ઠાનનો લાભ મળે પછી પારણું કરું તો કેવું સારું !' ત્યાં જ મુનિઓ મળ્યા, શેઠને આનંદનો પાર નથી તે બધું જ ભાતું મુનિના પાત્રમાં ઠાલવી દીધું. પછી ભૂખ્યા ભૂખ્યા ગયા સાસરે. સસરો પરખી ગયો જમાઈ કેમ આવ્યા, તેથી મો જ ન આપ્યું. ઉલ્ટું પૂછે છે – ક્યારે જવાના છો ? આ કહે - હવે તો રાત પડવા આવી છે, કાલે જઇશ. સસરો કહે – તો જુઓ, એમ કરજો, વહેલી સવારે નીકળી જશો તો ઠંડ ઠંડે ઘરે પહોંચી જશો.’ કે ગુણાકર શેઠને તો કંઇ બોલવાનું હતું નહિ, પોતાના કર્મનો વિપાક સમજી, આવા નિમકહરામી માણસો પ્રત્યે પણ મનમાં ક્યો દુર્ભાવ લાવ્યાનહિ. એ વહેલી સવારે નીકળી પડ્યા. રસ્તામાં પેલા તળાવ આગળ જ થાક ઉતારવા હાથ-પગ મોંધોઇ વિચારે છે, જો ખાલી હાથે ઘરે જઇશ, તો પત્ની પ્રથમ દર્શને જ દુઃખી થશે. તેથી અહીં પડેલા પત્થરના ગોળ ગોળ ટૂકડાની પોટલી બાંધી લઇ જાઉં, તો પ્રથમ દર્શને તો રાજી થઇ જશે. પછી જોયું જશે. બસ, પથરાની પોટલી બાંધી, લઇને ઘરે આવ્યા. બાઈએ પિયરથી આ માલ લઇને આવ્યા છે, સમજી કંસાર કર્યો. પતિને જમવા બોલાવ્યા, ને પોતે અંદર પોટલું ખોલી જોવા ગઇ. શેઠે ના પાડી કહ્યું – મને જમી લેવા દો, પછીથી બતાવું છું. પરંતુ અતિ આતુરતામાં પત્ની પોટલું ખોલી જુએ છે તો પથરાને બદલે મોતી ને રત્નો દેખ્યા ! ચકિત કહે છે – ‘જુઓ તમે જવાની ના કહેતા હતા, પણ મારા બાપુજીએ તમને કેવા અમૂલ્ય મોતીઓ અને રત્નો આપ્યા ?’ શેઠ પણ જોઇને ચકિત થઇ ગયા! કેમ આ બન્યું તે સમજ્યા નહિ, પરંતુ ઉત્કૃષ્ટ થઇ 21 ભાવનાથી મુનિને કરેલ દાનથી એવું ઉત્કૃષ્ટ પુણ્ય ઊભું થયું કે આ ભવમાં સુખકારી થયું. પુણ્યના પ્રભાવે ત્યાંના ક્ષેત્રદેવતાને બુદ્ધિ જગાડી કે ‘આ મહાન ધર્માત્મા સાધર્મિકની ભક્તિ કરું,’ તે એણે જ પથરાનું મોતી- રત્નોમાં પરિવર્તન કરી દીધું ! વાત આ છે, પરોપકારાદિ કલ્યાણ આલોક પરલોક બંને ઠેકાણે સુખ પમાડનાર બને છે. અને પરોપકાર શું કે બીજા શું, બધાં કલ્યાણ તત્ત્વશ્રવણમાંથી જન્મે છે. આત્માનું જ્ઞાન કેવું? તત્ત્વશ્રવણમાંથી આત્માનું જ્ઞાન થાય છે, કે આત્મા કેવો ? તો કે સહજસ્વભાવે રાગાદિ રહિત શુદ્ધ અનંતજ્ઞાનમય ! હવે આપણી સ્થિતિ જોઇએ, તો દેખાય છે કે આપણાં જ્ઞાન અર્થાત્ દર્શન શ્રવણ- સ્પર્શન વગેરે રાગ યા દ્વેષથી ખરડાયેલાં હોય છે, કેમકે પૂર્વે વિષયોના જ સંપર્ક બહુ રાખી એવાં જ રાગાદિથી મલિન જ્ઞાન જ કર્યા છે. તેથી એના સંસ્કાર એવો જ વારસો આપે ને ! એ આત્માનું મલિનસ્વરૂપ છે. એમાં રાગાદિની મલિનતા આવી, તેથી મમત્વભાવ ને સ્વાર્થભાવ ઊભો થાય છે. આ મારી ચીજ, આને હું જ રાખું, હું જ વાપરું... તત્ત્વશ્રવણમાંથી આ સમજવા મળે છે કે આ મમત્વભાવ અને સ્વાર્થવૃત્તિથી જ સંસાર અનંતકાળથી ચાલ્યો આવે છે. એને ટૂંકો કરવો હોય તો મમતા ને સ્વાર્થવૃત્તિ તોડ. એમાટે પરાર્થવૃત્તિ પરોપકારભાવ લાવ કે મારું બીજાને કામ લાગે. બીજા ભોગવે. આત્માનું શુદ્ધ સ્વરૂપ લાવવું છે ? તો મલિનવૃત્તિનાં કાર્ય ઓછા કરો, દા.ત. ખા ખાઉં એ આહારસંજ્ઞાની મલિનવૃત્તિનું કાર્ય છે. નિરંકુશ ખાનપાનની સામે તપની વૃત્તિ રાખી એનાં કાર્ય અર્થાત્ તપસ્યાઓ કરો. એવી મલિનવૃત્તિ પરિગ્રહસંજ્ઞાની. એનાં કાર્ય ધંધો-ધનકમાઇ. એની સામે દાનવૃત્તિ રાખી દાનનાં કાર્ય કરો. એવી
SR No.020954
Book TitleYogdrushti Samucchay Part 03
Original Sutra AuthorN/A
AuthorBhuvanbhanusuri, Padmasenvijay
PublisherDivyadarshan Trust
Publication Year2000
Total Pages342
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy