SearchBrowseAboutContactDonate
Page Preview
Page 269
Loading...
Download File
Download File
Page Text
________________ 254 શ્રુતધર્મે-આામે, મનોનિત્યં તમાવનોપપત્તે, વ્યાવસ્તુ-જાય વ અસ્થાધિકૃતવૃષ્ટિમતો અન્યવેષ્ટિતે -સામાન્ય, અતસ્તુ-અત વ ારાત્ આક્ષેપજज्ञानात् सम्यगाक्षेपकज्ञानेन हेतुभूतेन, भोगा:ફન્દ્રિયાર્થસમ્બન્ધા: મવહેતવ:-સંસારહેતવો ન કૃતિ ॥૬॥ આ જ વાત કરે છે. ગાથાર્થ : આનું મન હંમેશા શ્રુતધર્મમાં હોય છે, અને કાયા જ અન્ય ચેષ્ટામાં હોય છે. તેથી જ આક્ષેપકજ્ઞાનના કારણે આને ભોગો ભવના હેતુ બનતા નથી. ટીકાર્ય : આ છઠ્ઠી દૃષ્ટિવાળાનું મન હંમેશા શ્રુતધર્મ – આગમમાં જ રહે છે, કેમકે તે આગમના ભાવનમાં લીન હોય છે. તેથી માત્ર કાયા જ બીજી સામાન્ય પ્રવૃત્તિઓમાં પ્રવૃત્ત થાય છે. આ જ કારણથી સમ્યક્ષેપકજ્ઞાનના કારણે ઇન્દ્રિયના વિષયોરૂપ ભોગો સંસારના કારણ બનતા નથી. શ્રુતધર્મમાં મનોરતિ વિવેચન : પુખ્ખરવરદીવડ઼ે સૂત્રમાં અંતે આપણે પ્રાર્થીએ છીએ, મારો ધર્મ=શ્રુતધર્મ વધો. આનો અર્થ એ જ કે મારું મન વારંવાર- હંમેશા શ્રુતધર્મમાં જ રમ્યા કરો. જિનકલ્પી મુનિઓ ક્લાકો સુધી ધ્યાનમાં રહે, તે વખતે એમનું મન શ્રુતધર્મમાં જ લીન હોય. પછી ગોચરીમાટે નીકળે, ત્યારે પણ મન તો શ્રુતધર્મમાં જ હોય. અહીં પ્રશ્ન થાય, ગોચરીમાટે જાય, ત્યારે ઇર્યાસમિતિ જોતા ચાલવાનું છે. અને ગોચરી વહોરતાં એષણા સમિતિમાં ધ્યાન રાખવાનું છે, તો ત્યાં શ્રુતધર્મમાં મન ક્યાં રહ્યું ? અહીં જવાબ એ છે કે એ જે ઇર્યાસમિતિ કે એષણાસમિતિ જાળવે છે, તે કોનું આલંબન લઇ, કોનો સહારો લઇ ? કહોકે આગમનો. આમ એની ઇર્યાસમિતિ કે એષણાસમિતિ પણ આગમાર્થના ઉપયોગપૂર્વની હોવાથી, ત્યાં પણ મન શ્રુતધર્મમાં યોગદૃષ્ટિ વ્યાખ્યાનો ભાગ-૩ રમી રહ્યું છે, તેમ જ કહેવાય. તેથી જ કહ્યું, મન શ્રુતધર્મમાં હોય, અને કાયા અન્ય ચેષ્ટામાં ‘કાયસ્વસ્યાન્યચેષ્ટિતે' શરીરથી ભલે ગોચરી લાવવા-વાપરવાની ચેષ્ટા કરે, પણ તે બધા સમયમાં પણ એનું મન તો શ્રુતધર્મમાં જ હોય, તેથી જ ગોચરી વાપરતી વખતે પણ મન વિષયભોગમાં ન હોય. ગૌતમસ્વામી ભલે લાડુ વહોરીને લાવે, પણ વાપરતી વખતે મન લાડુમાં નહીં, પણ આગમમાં હોય. સાધુને જેમ ખેતાલીરા દોષથી નિર્દોષ ગોચરી લાવવાની કહી છે, તેમ ખાતાખાતા રાગવગેરે પાંચ દોષથી રહિતપણે વાપરવાનું પણ કહ્યું છે. ભગવાનનું વચન છે, કે જે રીતે બીલમાં સાપ પ્રવેશી જાય – સીધો સટ- સડસડાટ જરા પણ બીલની ભીંતને અડ્યા વિના, એ રીતે સાધુ પણ આહાર સડસડાટ ઊતારી જાય, જરા પણ જીભને કે દાંતને સ્વાદ અડ્યા વિના ! આ આગમવચનને નજરમાં રાખી વાપરતી વખતે સાધુનું મન આગમાર્થમાં જ છે, એમ જ કહેવાય ને ? વળી, આહારસાથે જ આહારનો સ્વાદ પણ જીભને અડતો હોવા છતાં, એ સ્વાદના અનુભવ વિના જ વાપરી જવાનું ત્યારે જ શક્ય બને, જો તે વખતે મન આહારના સ્વાદને જાણવા-માણવાને બદલે આગમાર્થમાં-શ્રુતધર્મમાં રોકાયેલું હોય. ‘ન ભોગાઃ ભવહેતવ:' આ હેતુથી સાધુ વાપરતો હોવા છતાં ઉપવાસી કહેવાય છે. આવા જ હેતુથી ઇંદ્રિયોના વિષયોના સંપર્કરૂપ ભોગો કેટલાક અંશે સાધુને પણ હોવા છતાં તે સાધુમાટે સંસારના કારણરૂપ બનતા નથી, કારણ કે એનો જે બોધ છે- જ્ઞાન છે, તે સમ્યક્ષેપક છે, અર્થાત્ પરિણતિને ખેંચી લાવનાર– ઘડનાર બને છે. એ જ્ઞાનથી એ સાધુ આશ્રવને સમ્યગ્રીતે ત્યાજ્ય અને સંવરને સમ્યગ્ રીતે ઉપાદેય સમજે છે, કેમકે એને આ જ બોધથી સંસારનો ભય ઊભો
SR No.020954
Book TitleYogdrushti Samucchay Part 03
Original Sutra AuthorN/A
AuthorBhuvanbhanusuri, Padmasenvijay
PublisherDivyadarshan Trust
Publication Year2000
Total Pages342
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy