SearchBrowseAboutContactDonate
Page Preview
Page 268
Loading...
Download File
Download File
Page Text
________________ દેરાસર ન લઇ જાઉં, તો સંસ્કાર કેવી રીતે પડે ? બાબાને બોલાવી મેં કહ્યું - જો ! તને દેરાસર જવું ગમે છે ? બાળકે હા પાડી ! તને ભગવાન ગમે છે ? બાબાએ હા પાડી. જો તું કોઇના ઘરે મહેમાન થઇને જાય, તો ઘરના બધાને મળે કે નહીં ? બાબાએ કહ્યું – બધાને મળું ! તો જો ! તું દેરાસર જાય ને એટલે ભગવાનના ઘરે જાય છે. બરાબર ? બાબાએ કહ્યું - હા ! તો દેરાસરમાં તારે બધા ભગવાનને મળવું જોઇએ કે નહીં? બાબાએ હા પાડી! મેં કહ્યું- તો જો તારે છે ને, દરેક ભગવાનને મળવાનું ! અને ભગવાનને કહેવાનું- ‘નમો જિણાણું.' બાબાએયાદ રાખી લીધું. તો વાત આ છે ! ધર્મનો યોગ એવો હોય કે જે બધાને પ્રીતિ પમાડે. ધર્મનું આ માહાત્મ્ય છે. પણ આ માહાત્મ્ય આવે છે વિશુદ્ધ આચારથી. ‘સમાચાર’થી બધા સાથે સારો આચાર– વ્યવહાર એવો અર્થ લઇએ, તો તાત્પર્ય એ છે કે જીવમાત્ર સાથે ભેદભાવ વિના સારો વ્યવહાર હોવો જોઇએ. બધાને આવકાર, કોઇને તિરસ્કાર નહીં. આ રીતે સર્વપ્રિય બનેલો તે ધર્મમાં એકાગ્રમનવાળો થાય છે. આ દૃષ્ટિને પામેલા જીવનો અંતરાત્મા અત્યંત પાપભીરુ અને ગુણખપી બની ગયો હોય છે. પોતાના જીવનમાં એક પણ દોષ ન લાગે, એની તકેદારીવાળો હોય. દોષ ભૂંસવાનો ને ગુણ કમાવાનો ભવ આ માનવભવ છે, પશુગતિમાં ક્યાં એ શક્ય છે ? આ વાત બરાબર ધ્યાનમાં હોવાથી તે ધર્મમાં એકાગ્ર મનવાળો બને છે, કેમકે ધર્મનું કાર્ય છે, દોષ ભૂંસી આપવા, ગુણકમાવી આપવા. અહીં મન એકાગ્ર કરવું એટલે, દરેક ધર્મકાર્યમાં મન એવું ચોટાડ્યું હોય, કે ગમે-તેવી આપત્તિ હવે એ બધા ભગવાનપાસે જઇ ‘ભગવાન તકલીફ આવે, તો પણ ધર્મમાંથી મન ઉખડે નહીં. તમને નમો જિણાણં’ એમ કહે છે. થોડા દિવસે એ ભાઇ ખુશ ખુશ હતા. કહે સાહેબ ! આપે તો મુરકેલી કરીદીધી. કેમ શુંથયું? શું દેરાસરમાં બાબાએ ધમાલ વધારી દીધી ?’ એકહે- ના! પણ મારી મુશ્કેલી વધારીદીધી. કેવી રીતે ? 253 મેં કહ્યું – તો ભલેને કહે, શું વાંધો છે ? ધમાલ તો નથી કરતો ને ? એમણે કહ્યું – ના ! હવે ધમાલ બિલ્કુલ નથી કરતો, પણ સાહેબ, એતો ચોવીસી પાસે ઊભો રહી બધા ભગવાનને નમો જિણાણું કહે છે. હું કહું કે એકવાર કહીએ તો ચાલે, તો એ કહે, ના, સાહેબે બધા ભગવાનને નમો જિણાણું કહેવાનું કહ્યું છે. બીજા બધા ભગવાન બાકી રહી જાય, તો એમને ખોટું ન લાગે ? એમ કહી સાહેબ! એ તો ચોવીસીપાસે પણ- આ ઉપરના ત્રીજા ભગવાન ! તમને નમો જિણાણું... એમ કહે છે. મારે પૂજા કરતાં જેટલો સમય લાગે છે, તેથી વધુ સમય એને નમો જિણાણું કહેતા લાગે છે. દેરાસરમાં પણ બધા એને જ જોયા કરે છે. અને જે પણ ધર્મ કાર્ય કરે તે એકરસ થઇને કરે. તેથી સડસડાટ ચાલે. ગ્રંથલેખન કાર્ય કરે, તો પણ અસ્ખલિતપણે લેખન ચાલે. કેમકે શ્રુતધર્મમાં મન નિત્ય ચોટેલું રહે છે. રમ્યા કરે છે. આગમિક સૂત્રો અને પદાર્થોમાં રમ્યા કરતાં મનને લેખનમાં પણ સહજ એકાગ્રતા પ્રાપ્ત થઇ જાય. જેમ પરણેલી સ્ત્રી પિયર ગઇ હોય, કે એનો પતિ બજારમાં ગયો હોય, છતાં એ સ્ત્રીનું મન પતિમાં જ લાગેલું રહે છે. તેમ શ્રુતધર્મને પ્યારો ગણવાવાળો આ દૃષ્ટિવાળો જીવ બીજા-ત્રીજા કાર્ય કરતો હોય, ત્યારે પણ મનથી તો શ્રુતધર્મના સ્વાધ્યાયમાં જ રમ્યા કરતો હોય. તવેવા6- श्रुतधर्मे मनोनित्यं कायस्त्वस्यान्यचेष्टिते । अतस्त्वाक्षेपकज्ञानान्न भोगा भवहेतवः ॥ १६४॥
SR No.020954
Book TitleYogdrushti Samucchay Part 03
Original Sutra AuthorN/A
AuthorBhuvanbhanusuri, Padmasenvijay
PublisherDivyadarshan Trust
Publication Year2000
Total Pages342
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy