SearchBrowseAboutContactDonate
Page Preview
Page 201
Loading...
Download File
Download File
Page Text
________________ 186 વારંવાર આ પ્રમાણે અભિલાષા કરતાં રહેવાથી એવો પ્રસંગ આવીને ઊભો રહે, ત્યારે ક્ષમા રાખવાનો ખ્યાલ તરત જ આવી જાય. ક્ષમાનું રટણ રાખ્યું હોય, તો જાતને જોવાનો–તપાસવાનો ભાવ આવે, અને જાત ક્રોધ કરીને ભૂલે, તો જાતને ઠપકો આપવાનું મન પણ થાય. જ્યારે જ્યારે ક્ષમાની વાત આવે, ત્યારે ત્યારે દિલ દઇને રસપૂર્વક અને અહોભાવપૂર્વક સાંભળવાનું મન થાય, તો સમજવું કે ક્ષમાની ડાલ પ્રગટ થઇ છે. અને પછી અવસરે મન મારીને પણ ક્ષમાની પ્રવૃત્તિ- મહેનત ચાલુ થાય, ત્યારે પત્ર- પુષ્પોની પ્રાપ્તિ સમજવી. અને જ્યારે ક્ષમા બિલ્કુલ સહજ – સ્વભાવગત થઇ જાય, ત્યારે ક્ષમા ફળસ્વરૂપે પ્રાપ્ત થઇ સમજવાની. આ જ પ્રમાણે દરેક ધર્મસ્થાન માટે સમજવાનું છે. સાનુબંધ બીજાધાન એટલે ? ટૂંકમાં, જેને જે રીતે ધર્મનું બીજાધાન થાય, તેને તે પ્રમાણે ઉપદેશ સર્વજ્ઞો આપતા હોય છે. વળી આ બીજાધાન પણ સામાન્ય નહીં, પરંતુ સાનુબંધ થાય, એ રીતે દેશના અપાય છે. જ્યારે ઉત્તર– ઉત્તરગુણોની વૃદ્ધિ દ્વારા ભવોગ ભળવા માંડ, ત્યારે બીજાધાન સાનુબંધ થાય. બીજાધાન સાનુબંધ થાય, તો પરંપરા ચાલે, અહીં અનુબંધ=બીજશક્તિ. વર્તમાનની પ્રવૃત્તિ જો બીજાક્તિવાળી હોય, તો ભવાંતરમાં પણ ઉત્તરોત્તર વર્ધમાન તાકાતવાળું બીજાધાન થયા કરે. જેથી તે-તે ભવની પ્રવૃત્તિ વધુનેવધુસામર્થ્યવાળી બનતી જાય. જેથી આત્માની પરિણતિ પણ વધતી જવાથી તે-તે ધર્મનું પરિણમન પણ વધુ ને વધુ સારા પ્રમાણમાં થતું જાય. પ્રત્યેક શ્રવણ જીવમાં સમજ, શ્રદ્ધા અને પરિણતિ વધારનારું બને છે. યોગદૃષ્ટિ વ્યાખ્યાનો ભાગ-૩ તેથી શ્રવણમાં ક્યારેય કંટાળો આવવો જોઇએ નહીં. આ ફરક આપણને ધર્મદેશનાવગેરેમાં દેખાય છે. જેઓએ પૂર્વમાં સાનુબંધ બીજાધાન કર્યું હોય છે, તેઓ એકની એક દેશના સાંભળી વિશિષ્ટ પરિણતિ પામે છે, સાધુ થવા જેટલી ઊંચી ભૂમિકાપર પહોંચી જાય છે. એથી નબળા બીજાધાનવાળા બીજાઓ શ્રાવક બને છે, એથી પણ નબળા અનુબંધવાળા બીજાધાનવાળા માત્ર સમ્યક્ત્વ પામે છે. એમ ક્રમશઃ ઉતરતા ઉતરતા જેને પૂર્વે ક્યારેય ધર્મનું બીજાધાન કર્યું નથી, તેવાઓ સામાન્યથી જ અહોભાવ પામી રવાના થાય છે. અને બીજાધાનની યોગ્યતા વિનાનાઓ ઉપેક્ષા, કટાક્ષ વગેરે કરે છે. બળવત્તર બીજાધાનવાળા જીવો ભવાંતરમાં શુભપ્રવૃત્તિમાં વધુ શીઘ્રતાથી જોડાય છે, એકાદ પ્રસંગ પણકે એકાદ વાક્ય પણ તેમને જાગૃત કરવા સમર્થ બની જાય છે. એક જ દેશના શ્રોતાભે ભિન્ન परिहारान्तरमाह एकापि देशनैतेषां यद्वा श्रोतृविभेदतः । અચિત્ત્વપુખ્યસામર્થાત્ તથા ચિત્રાડવમાસતે।।૩૬।। एकापि देशना तन्मुखविनिर्गममधिकृत्य । તેષાં-સર્વજ્ઞાનાં યદા શ્રોતૃવિષેતસ્તથામન્યત્વभेदेन अचिन्त्यपुण्यसामर्थ्यात् परबोधाश्रयोपात्तવિપાાવિત્યર્થઃ, તથા-નિત્યાવિન્દ્રામેળચિત્રાડવમાસત તિરૂદ્દા બીજું સમાધાન આપે છે. ગાથાર્થ : અથવા તો આમની એક જ પ્રકારની દેશના અચિત્યપુણ્યના સામર્થ્યથી શ્રોતાઓના વિભેદથી તેવા પ્રકારે વિચિત્ર ભાસે છે. ટીકાર્ય દેશનાદાતાના મુખમાંથી નીકળવારૂપે – એ મુદ્દાને અપેક્ષીને આ સર્વજ્ઞોની દેશના એક સરખી જ હોવા છતાં શ્રોતાભેદથી= શ્રોતાઓના
SR No.020954
Book TitleYogdrushti Samucchay Part 03
Original Sutra AuthorN/A
AuthorBhuvanbhanusuri, Padmasenvijay
PublisherDivyadarshan Trust
Publication Year2000
Total Pages342
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy