SearchBrowseAboutContactDonate
Page Preview
Page 179
Loading...
Download File
Download File
Page Text
________________ 164 દેવ વીતરાગ છે, ગુરુ વીતરાગ થવા તરફ છે – વૈરાગી છે, તેઓપાસેથી નિગ્રહ કે અનુગ્રહની અપેક્ષા રાખી શકાય નહીં, તો તેઓનો અનુગ્રહ મળે કેવી રીતે ? આ પ્રશ્નનો જવાબ એ છે, કે આ અનુગ્રહ કે કૃપા તેઓપાસેથી નહીં, પણ હૃદયમાંથી મેળવવાની છે. હૃદયમાં ઊભી કરવાની છે. આપણા હૃદયમાં દેવ-ગુરુનું સ્થાન જેટલું ઊંચું બહુમાનભાવ જેટલો જોરદાર અને એ બહુમાનને અનુરૂપ હૃદયમાં તેઓપ્રત્યેનો સમર્પિતભાવ જેટલો જોરદાર એટલી કૃપા આપણને સહજ પ્રાપ્ત થાય છે. સાક્ષાત્ દ્રોણાચાર્યે તરછોડેલા એકલવ્યે આ કામ કર્યું. પોતે જંગલમાં જઇદ્રોણાચાર્યની પ્રતિમા બનાવી, એ પ્રતિમાની સમક્ષ ધનુર્વિદ્યા શીખવાનું શરું કર્યું. દરેક વખત પ્રતિમાને પૂછી પૂછીને ( ભલે પ્રતિમાજવાબ ન આપે) બાણ ચલાવવા માંડ્યા. આ જે બહુમાનભાવ અને સમર્પિતભાવ હતો, એના પ્રભાવે એકલવ્ય અર્જુનને પણ ઇર્ષ્યા કરાવે એવો બાણાવલી બન્યો. સાક્ષાત્ ગુરુ તરફથી અવકૃપા મળવા છતાં, હૈયામાં ગુરુબહુમાનભાવ હોવાથી અંદરથી મહાઅનુગ્રહ પ્રાપ્ત કર્યો. ન તેથી જ જ્યારે ભસતા કૂતરાના મોંમા કૂતરાને ઇજા ન પહોંચે એ રીતે ખાણો ભરી દીધા. અને તે જોઇ બધા પાંડવો ચકિત થયા. અને આવી ધનુર્વિદ્યા કોની પાસેથી શિખ્યા એમ પૂછ્યું. ત્યારે એકલવ્યે કહ્યું – ગુરુ દ્રોણાચાર્ય પાસેથી. ખિન્ન અને આશ્ચર્યચકિત અર્જુને આ વાત દ્રોણાચાર્યને કહી. દ્રોણાચાર્ય એકલવ્ય પાસે આવ્યા. કહ્યું - મેં તો તને કાઢી મુક્યો હતો, પછીતે એમકેમકહ્યું કે ધનુર્વિદ્યા દ્રોણાચાર્ય પાસે શીખ્યો. એકલવ્યે દ્રોણાચાર્યની પ્રતિમા બતાવી કહ્યું - આપે મને કાઢી મુક્યો હતો, પણ મેં મારા હૃદયમાંથી આપને કાઢ્યા ન હોતા. આ હૃદયમાં રહેલા આપની કૃપાથી હું આ શીખ્યો. યોગદૃષ્ટિ વ્યાખ્યાનો ભાગ-૩ આ છે હૃદયમાં બહુમાનભાવથી સ્થાપેલા દેવ-ગુરુની નિરંતર મળતી કૃપાની કમાલ. આવી વ્યક્તિ દરેક વાતમાં દેવ-ગુરુને જ આગળ કરે. કાર્યારંભેકૃપાનીયાચના કરવી અને કાર્ય પૂર્ણ થયે કૃપાનો ચમત્કાર માની આભાર વ્યક્ત કરવો જોઇએ. પંચસૂત્રમાં પણ કહ્યું છે કે ‘અઓ ચેવ પરમગુરુસંજોગો’ આમ દરેક વાતમાં ગુરુને આગળ કરનારો અંતે પરમગુરુ = પરમાત્માનો સંયોગ પામે છે. ગુરુનામની પવિત્રગંગાનદી અંતે પરમગુરુનામના મહાસાગરમાં મળે છે. તેથી એ ગંગાના કિનારાને - ગંગાપ્રવાહને પકડી રાખનારો અંતે પરમગુરુનામના મહાસાગરને પામે છે. અહીં પૂછોકે, એક સમ્યગ્ અનુષ્ઠાન લાવવા આટલા બધા લક્ષણો કેમ બતાવો છો? અહીં સમાધાન આ છે, જે અનુષ્ઠાનો શુભાનુબંધી હોય, તે સદ્દનુષ્ઠાન છે. અર્થાત્ એ અનુષ્ઠાનોથી એવા પુણ્યદળિયા કમાવા મળે કે જેથી પરભવમાં સમૃદ્ધિની સાથે ફરી સદ્દનુષ્ઠાન માટેની સામગ્રી મળે, અને એ અનુષ્ઠાનોથી એવા શુભભાવ કમાવા મળે, કે જેથી પરભવમાં પણ એવી સામગ્રી મળ્યે ફરીથી એવા સદનુષ્ઠાન આદરવાનાં કોડ જાગે. જો શુભાનુબંધ ન પડ્યા હોય, તો એ શુભઅનુષ્ઠાનથી ઉપાર્જિત પરભવની પુણ્યાઇથી સમૃદ્ધિ મળે, પણ શુભ અનુષ્ઠાન ન મળે. (સામગ્રી અને/ અથવા એવા ભાવ ન મળે. ) આમ સદનુષ્ઠાન કરતાં કરતાં શુભભાવ ઊઠ્યા જોઇએ, શુભ સંસ્કારો આત્મામાં પડવા જોઇએ. તો જ શુભાનુબંધ થાય. પણ આ સંસ્કારો એમ સહજ – સસ્તામાં ઊભા થતાં નથી. એમાટે ઉપરોક્ત આદર-પ્રીતિ-અવિઘ્ન વગેરે સામગ્રી જોઇએ છે. ખોટા અનુષ્ઠાનો સહજ આદર વગેરેથી થતાં હોવાથી એના સંસ્કારો સહજ પડી જાય છે. સામે પક્ષે સાનુષ્ઠાનો સહજ આદર વગેરેથી થતાં
SR No.020954
Book TitleYogdrushti Samucchay Part 03
Original Sutra AuthorN/A
AuthorBhuvanbhanusuri, Padmasenvijay
PublisherDivyadarshan Trust
Publication Year2000
Total Pages342
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy