SearchBrowseAboutContactDonate
Page Preview
Page 118
Loading...
Download File
Download File
Page Text
________________ કુતર્કથી જીતવાના ઉપાય ફરીથી શાનો પામે ? જૈન ધર્મ પાળવો એને કહેવાય કે, જિનવચન ઉપર પૂરેપૂરી વફાદારી હોય, એકાદ જિનવચનની સામે પણ બળવો ન હોય. કુતર્કની પકડ આંતરિક માનસિક વસ્તુ છે, ને મન એવું ચંચળ છે કે, એની પકડ મુકાતી નથી. ત્યારે કુતર્કથી બચવા આ વિચારવું જોઈએકે – ‘મારું જ્ઞાન કેટલું ? ને તીર્થંકર ભગવાનોનું જ્ઞાન કેટલું? એમનું જ્ઞાન એટલે ? એ સર્વ દ્રવ્યોના અનંતાનંત કાળના અનંતાનંત સર્વ પર્યાયો જાણે જુએ– એની સામે મારું જ્ઞાન કૂછ નહિ, તો એમણે અનંતજ્ઞાનમાં જોયા પ્રમાણે તત્ત્વ, માર્ગ અને સિદ્ધાન્ત પ્રકાશ્યા. એની સામે મારે કેટલી બુદ્ધિથી સવાલ ઉઠાવવાનો હોય, એમ વિચારવાથી કુતર્ક હટી જાય. માત્ર એકાદવાર આમ વિચારવાનું એમ નહિ, કિન્તુ પૂર્વગાથામાં અવેદ્યસંવેદ્યપદ પર વિજય મેળવવા અર્થાત્ એમાંથી બહાર નીકળી જવા અને વેદ્યસંવેદ્યપદ પામવા માટે બે ઉપાય બતાવ્યા, તે સત્સંગ અને સર્વજ્ઞના આગમની સારી રીતે ઉપાસના કરવાની. એનો પ્રભાવ કેટલો ઊંચો છે? તો કે – સત્સંગ અને જિનાગમની સારી ઉપાસનાથી મોહસંયોગટળીને સમ્યજ્ઞાનયોગ ઊભો થાય છે. સમ્યજ્ઞાનયોગનું ફળ આ, કે પહેલાં મોહસંયોગનીસામણમાં જીવબધું મોહના કાટલે માપતો હતો. અર્થાત્ કોઈ પણ કામકરતાં એ જોતો હતો કે ‘આમાંથી સરવાળે મને પૌલિક અનુકૂળતા ભૌતિક સુખ- સગવડ કેવીક મળે છે ! મારું અહંત્વ – મારી વિચારધારા કેવીક પુષ્ટ થાય છે? મારા માનને ટક્કર તો નથી લાગતી ને ?' આ મોહયોગને હવે જ્ઞાનયોગથી હટાવી દે છે. જ્ઞાનયોગમાં પહેલું તો પોતાનું અહંત્વ આપમતિપણુંમાનાકાંક્ષા ફગાવી જ્ઞાનીભગવંતોએ આગમમાં કહ્યું, તે જ મારે પ્રમાણ. આમ આગમ 103 પ્રામાણ્યને જ મનપર ધરે. એટલે સ્વાભાવિક છે, કે જ્યાં આગમને પ્રમાણ તરીકે આગળ કર્યા ત્યાં અહંત્વ-આપમતિટળી જાય, કુતર્કની પકડ છૂટી જાય. સત્સંગ સેવવા સાથે આગમશાસ્ત્ર કે ન્યાય ભણતાં જીવને આ જ સાવધાની રાખવાની છે કે ‘જીવ! જોજે શાસ્ત્રો ભણે છે એટલે બુદ્ધિનો વિકાસ થતો રહેશે, ને એ વિકસિત બુદ્ધિથી તર્કશક્તિ ખીલતી રહેશે, પરંતુ એ વિકસિત બુદ્ધિ અને તર્ક – શક્તિથી કુતર્ક કરવાનું શીખીશ નહિ, સદાશાસ્ત્રપ્રતિબદ્ધ બન્યો રહેજે. શાસ્ત્રપ્રતિબદ્ધ હોય, એ જ સાચો સબુઝ છે. એને કુતર્ક હોય નહિ. અબુઝને કુતર્ક પાર વિનાના. કેમકે અબુઝને શાસ્ત્રબંધન નથી. તેથી એની મતિ ગમે તેમ-ગમે ત્યાં ભટક્યા કરતી હોય. આમ, જ્ઞાનયોગમાં પહેલું આગમ-પ્રામાણ્ય આજ્ઞાપ્રામાણ્ય, એટલેકે ‘મારે વીતરાગ પરમાત્મા ની આજ્ઞા જ પ્રમાણ’ એ ભાવ હૈયામાં કોતરી રાખવાનો છે, ને પછી બધી વૃત્તિ- પ્રવૃત્તિમાં જ્ઞાન દૃષ્ટિ રાખવાની. જિનેશ્વર ભગવાનની, ભગવાનના ચરણની સાચી સેવા આ જ કે ભગવાનની આજ્ઞાને સર્વેસર્વા પ્રમાણ કરાય. એ કરાય પછી તો બીજો બધો જ્ઞાનયોગ લાવવો સહેલો છે. કઠિન છે જિનચરણસેવા એટલે કે સંપૂર્ણ જિનાજ્ઞા સ્વીકાર. માટે તો આનંદઘનજી મહારાજે ૧૪માં ભગવાનના સ્તવનમાં ગાયું કે – ‘‘ધાર તરવારની સોહિલી, દોહિલી ચૌઠમાં જિનતણી ચરણસેવા; ધાર પર નાચતા દેખ બાજીગરા સેવના ધાર પર રહે ન દેવા.’’ અર્થાત્ તરવારની ધાર પર નાચવાનુંચાલવાનું તો જાદુગરોકરી શકે છે, એટલે એ સહેલું, પરંતુ જિનચરણસેવામાં સ્થિરપણે ચાલ્યા કરવું,
SR No.020954
Book TitleYogdrushti Samucchay Part 03
Original Sutra AuthorN/A
AuthorBhuvanbhanusuri, Padmasenvijay
PublisherDivyadarshan Trust
Publication Year2000
Total Pages342
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy