SearchBrowseAboutContactDonate
Page Preview
Page 188
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org શું જૈનો ઇશ્વર નથી માનતા? ) માત્ર પોતાની દૃષ્ટિનો આગ્રહ એ બીજા પ્રત્યે મૈત્રી આદિ ભાવોને ગુમાવનારો છે. એ તો એવો ખોટો આગ્રહ ન રાખે એજ મૈત્રી આદિ ભાવો જાળવી શકે,મૈત્રી આદિ ભાવોને પરતન્ત્ર રહી શકે. શેઠે જો પોતાની દૃષ્ટિનો જ આગ્રહ ન રાખ્યો હોત, તો એને લાગત કે, બીજા કાર્યની વ્યગ્રતામાં એનું જ ભાન રહે, તેથી ઘડાનું ભાન ન રહે, એ વાસ્તવિક છે,' ને તેથી તેની વચમાં પડલો ઘડો ફૂટે એ સ્વાભાવિક છે,' તો શેઠને નોકર પરનો સ્નેહ ન તૂટત, નોકર પર દયાને બદલે દ્વેષ ન આવત, નોકરના બીજા ગુણો અંગે પ્રમોદભાવ રહેત, અને બીજાઓ આગળ નોકરના દોષ ન ગાત.પોતાની દૃષ્ટિના આગ્રહમાં આ બધું ગુમાવ્યું. મિથ્યા દર્શનની એકાંત દૃષ્ટિના આગ્રહવાળાની પણ આ સ્થિતિ થાય છે. એને પોતાની એકાંત દ્દષ્ટિની માન્યતાના આગ્રહમાં એથી વિરુદ્ધ માન્યતાવાળા પર સ્નેહ-મૈત્રીભાવ નથી રહેતો; એના બીજા ગુણો ધૃણાથી નિંદા કરે છે કે, ‘આ તો આવું આવું મિથ્યા માને છે, આવું સાચું નથી માનતા...'વગેરે. જૈનો ઇશ્વર નથી માનતા ? દા. ત. ઇતરો કહે છે ને કે, ‘જૈનો ઇશ્વર નથી માનતા, નાસ્તિક છે ?' એને કોણ કહે કે 'ભલા આદમી ! એ તો જો કે એ જો ઇશ્વર-પરમાત્માને ન માનતા હોત તો પર્વતો પર અને બીજે લાખો કરોડો રૂપિયાના પરમાત્માનાં મંદિરો શું કામ બનાવત ? કયાં તમે ઇશ્વરને માનનારાઓએ આવા મોટી રકમોના મંદિર બાંધ્યા છે ? આબુના એકેક મંદિર પાછળ કરોડો રૂા. ખર્ચાયા છે. રાણકપુરનું એક મંદિર ૯૯ કરોડ રૂપિયાના ખર્ચે બંધાયું છે. શત્રુંજય પર લાખો રૂપિયાના મંદિરોની હારમાળા છે. ઇશ્વરને-પરમાત્માને અથાગ બહુમાનથી માન્યા વિના શું આ બને ? ઇશ્વરને જગતકર્તા માનવામાં ઇશ્વરની હલકાઇઃ ઉલ્ટું ઇશ્વર પરમાત્માને જગતકર્તા Acharya Shri Kailassagarsuri Gyanmandir (૧૫૫ માનનારાઓએ ઇશ્વરનું બહુમાન નહિ પણ અપમાન કર્યુ છે, હલકાઇ કરી છે, વિટંબણા કરી છે. આમ એ કહેશે, ‘ઇશ્વર સર્વશક્તિમાન છે, ‘જીવોના ભલા માટે જ આખા જગતને સરજે છે.’ હવે એને પૂછો કે ‘તો પછી એમાં જીવોને ત્રાસ આપનારા નરકાગાર સરજીને જીવોનું શું ભલું કર્યુ ? જીવોને ભયંકર દુ:ખમાં રીબાતા કર્યા એ શું એનું ભલું ?’ તો એ કહે છે, ‘એમા તો જીવોના પાપ કર્મો ધોવાય એ એનું ભલું છે.' તો આપણે પૂછીએ કે ઇશ્વર તો સર્વશક્તિમાન છે, તો પાપી જીવોનાં પાપકર્મ અને એને ત્રાસ આપ્યા વિના એમજ ધોઇ નાખવાની શું ઇશ્વરની શક્તિ નથી ? જો એ શકિત નથી તો ઇશ્વર સર્વશકિતમાન કયાં રહ્યા ? ત્યારે એ કહે છે ‘‘તો શું જીવોએ પાપ કરતા રહેવાનું અને ઇશ્વર એમ જ પાપ ધોઇ નાખે ? તો તો ડાંડિયાઓનું ડાંડપણું પોસાતુ જ રહે ? અને તેથી સજજનોનો તેમના હાથે મરો જ થતો રહે ! પાપ કર્મ કરતા રહેવું અને શિક્ષા ન લેવી એ કયાંનો ન્યાય ? માટે ઇશ્વર એવા પાપ કર્મ કરનારાઓને શિક્ષા માટે નરકાગાર વગેરે સરજે એ એના ભલા માટે જ છે,’’ આની સામે આપણો પ્રશ્ન આ છે કે, જો ઇશ્વર જીવોનું ભલું જ કરનારો છે તો જીવોનું પહેલું ભલું આ છે કે ‘એ પાપ કર્મ કરતા અટકે.' અગર જો ઇશ્વર સર્વશકિતમાન છે, તો એ જીવોને પાપ કર્મ કરતા અટકાવવાની શક્તિવાળો નથી ? સર્વશક્તિમાન ઇશ્વર માટે આ શી મોટી વાત છે કે જીવને હિંસા ખૂન વગેરે કરવાના સાધન હાથ શસ્ત્ર વગેરેની ક્રિયા અટકાવી ન શકે ? સમુદ્રમાં મોટી મોટી ભરતી-ઓટ કરવાની શકિતવાળો ઇશ્વર શું ખૂન કરવા જનાર જીવના હાથ ન થંભાવી દે? અક્કડ ન કરી શકે ? હાથ અક્કડ જ કરી નાખે તો પછી એ જીવ ખૂન શી રીતે કરી શકવાનો ? એમ જૂઠ બોલવા જનાર જીવની એક નાનકડી જીભ ન થંભાવી દે ? જો જીભ જ અક્કડ કરી નાખે, તો પછી એ જીવ અસત્ય બોલી જ શી રીતે શકે ? આમ ઇશ્વરને સર્વશક્તિમાન For Private and Personal Use Only
SR No.020952
Book TitleYogdrushti Samucchay Part 01
Original Sutra AuthorN/A
AuthorBhuvanbhanusuri, Padmasenvijay
PublisherDivyadarshan Trust
Publication Year1993
Total Pages282
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy