SearchBrowseAboutContactDonate
Page Preview
Page 44
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir [ ૫૩ ] એના ચાર ભેદ છેઃ ફૂટસ્થ, જીવ, ઈશ્વર અને બ્રહ્મ; અથવા પ્રમાતા ચેતન, પ્રમાણુ ચેતન, પ્રમેય ચેતન અને પ્રમાં ચેતન. ચિત્તઃ ચિંતન કરનારી અંતઃકરણની વૃત્તિ. ચિદાભાસઃ બુદ્ધિમાં ચેતનને આભાસ; ચેતનના ધર્મથી રહિત હાઈને ચેતન જેવું ભાસે તે; જીવ, પ્રમાતા, અહંકાર વગેરે તેનાં નામ છે. ચોદનાઃ ચાદના-વિધિ, ક્રિયાપ્રવર્તક વચન, પ્રવ તંક, આદેશ. ચૌદ ભુવનઃ બ્રહ્માંડ, જેમાં ભૂર્લોક, ભુવર્લોક, સ્વર્લોક, જનક, મહર્લોક, તપલોક અને બ્રહ્મલોક આને કેટલાક સત્યક પણ કહે છે, એ ઉપરનાં સાત ભુવન છે; અને અતલ, વિતલ સુતલ, રસાતલ, તલાતલ, મહાતલ અને પાતાલ આ સાતેય પાતાલ તરીકે ઓળખાય છે, આ સાત નીચેનાં ભુવન છે. બધાં મળી ચૌદ ભુવન , થાય છે. જગત : નામરૂપાત્મક માયાનો અનિર્વચનીય પ્રવાહ, પ્રપંચ. જરાયુજ : ચાર પ્રકારનાં પ્રાણી છે. તેમાં જે ઓરથી વીંટાયેલ અવસ્થામાં ઉત્પન્ન થાય છે For Private and Personal Use Only
SR No.020886
Book TitleVedant Shabda Kosh
Original Sutra AuthorN/A
AuthorAtmanandgiri Swami
PublisherSastu Sahityavardhak Karyalay Mumbai
Publication Year1970
Total Pages130
LanguageGujarati
ClassificationDictionary
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy