SearchBrowseAboutContactDonate
Page Preview
Page 39
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Ma r athana Kendra Achana Shei Kalassagarsu armander ત્રણ વચોવીશી * . . , , યુમલિકની ઈચ્છા અને જરૂરીયાતોને સંતોષતા દસ કલ્પવૃક્ષો ભરત ક્ષેત્ર અને ઐરાવત ક્ષેત્રમાં કાળ પરાવર્તિત થતો હોય છે, અવસર્પિણી કાળમાં બધુ ઉતરતુ હોય છે (ઘટતુ જાય છે) ઉત્સર્પિણી કાળમાં બધુ ચઢતુ (વધતુ) હોય છે. ઉત્સર્પિણી અવસર્પિણી બંને કાળના છ-છ ભાગ થાય છે તેને આરા કહેવાય છે. અવસર્પિણીના ૧ લા, ૨ જા, ૩જા આરામાં યુગલિક કાળ હોય છે. સ્ત્રી-પુરુષ-યુગલ સાથે જ જન્મ પામે છે. કલ્પવૃક્ષો તે કાળે હોય છે, તેની પાસેથી તેમને બધુ જ મળી રહે છે. એટલે કૃષિ (ખેતી) વ્યાપાર વગેરે કંઈ કરવાનું હોતુ નથી. સરળ સ્વભાવી યુગલો આયુષ્ય પૂર્ણ થયે અંતે મૃત્યુ પામી દેવલોકમાં જાય છે. ત્રીજા આરાના અંતે કલ્પવૃક્ષો ઓછા થતા જાય છે. ત્રીજા આરાના અંતે પ્રથમ તીર્થંકરનો જન્મ થાય છે. (જેમ આપણા આ ભરત ક્ષેત્રમાં ઋષભદેવ પ્રભુનો થયો) ધીમે ધીમે કલ્પવૃક્ષો ખતમ થઈ જતા પ્રથમ તીર્થકર ભગવંત (ગૃહસ્થાવસ્થામાં) કૃષિવ્યાપાર-શિ૯૫ વગેરે વ્યવહાર પ્રવર્તાવે છે. આગળ જતા ચારિત્ર લઈ તીર્થ સ્થાપે છે. અહિંથી અવસર્પિણી કાળમાં તીર્થ (શાસન)નો પ્રારંભ થાય છે. ત્રીજા આરાના ત્રણ વર્ષ સાડાઆઠ માસ બાકી હોય ત્યારે પ્રથમ તીર્થંકર નિર્વાણ પામે છે. ચોથા આરામાં ક્રમશઃ બીજા, ત્રીજા આદિ ત્રેવીસ તીર્થંકરો થાય છે. આને આપણે ચોવીશી કહીએ છીએ. ૪થા આરાના ત્રણ વર્ષ સાડા આઠ મહિના બાકી રહે ત્યારે ચોવીશમાં ભગવંતનું નિર્વાણ થાય છે. ત્રણ વર્ષ સાડા આઠ મહિના પૂર્ણ થયે ચોથો આરો પૂર્ણ થાય છે. પાંચમો આરો શરૂ થાય છે. પાંચમા આરામાં ચોવીશમા ભગવાનનું શાસન ચાલે છે. પરંતુ પાંચમા આરામાં જન્મ પામેલ કોઈ પણ જીવ તે ભવમાં મુક્તિને પામી શકતો નથી. પાંચમો આરો ૨ ૧ હજાર વર્ષનો હોય છે, તે પૂર્ણ થતા ધર્મ-શાસન-સંઘનો વિચ્છેદ થાય છે. પછી પાપમય છઠો આરો શરૂ થાય છે, તે પણ એકવીશ હજાર વર્ષનો હોય છે, તે પૂર્ણ થતા અવસર્પિણી કાળ પૂર્ણ થાય છે. હવે ઉત્સર્પિણી કાળ શરૂ થાય છે. આમાં અવસર્પિણીથી વિપરીત ક્રમ હોય છે. ૧લો આરો અવસર્પિણીના છઠ્ઠા આરા જેવો જ હોય છે. એકવીશ હજાર વર્ષનો છે. બીજો આરો પણ એકવીશ હજાર વર્ષનો હોય છે. બીજો આરો પૂર્ણ થતા ત્રીજા આરાના ૮૯ પખવાડીયા વીતે પ્રથમ તીર્થકર ઉત્પન્ન થાય છે. ત્રીજા આરામાં તેઓ શાસન સંઘની સ્થાપના કરે છે. ઉત્સર્પિણીમાં અહિંથી હવે શાસનનો પ્રારંભ થાય છે. ઉત્સર્પિણીનો આ ત્રીજો આરો અવસર્પિણીના ચોથા આરા જેવો હોય છે. આમાં ક્રમશઃ બીજા બાવીશ તીર્થંકરો થાય છે. ચોથા આરાની શરુઆતમાં ચોવીસમાં તીર્થંકર થાય છે. આમ કુલ ચોવીશ તીર્થંકરો ઉત્સર્પિણીમાં થાય છે. આને આપણે ચોવીશી કહીએ છીએ. ચોથા આરાના સંખ્યાના વર્ષો ગયા પછી યુગલિક કાળનો પ્રારંભ થાય છે. ૪થા, પમા, ૬ઠા આરામાં યુગલિક કાળ હોય છે. અવસર્પિણીના ૩જા, ૨ જા અને ૧લા આરા જેવો કાળ હોય છે. વર્તમાન અવસર્પિણીના ત્રીજા આરાનાં અંતે અને ચોથા આરામાં જે ચોવીશ તીર્થંકરો થયા તે વર્તમાન ચોવીશી કહેવાય છે. ગઈ ઉત્સર્પિણીના ત્રીજા આરામાં અને ચોથા આરાના પ્રારંભના વર્ષોમાં થઈ જે ચોવીશ તીર્થંકરો થયા તે અતીત ચોવીશી કહેવાય છે. આવતી ઉત્સર્પિણીમાં જે ચોવીશ તીર્થંકરો થશે તે અનાગત ચોવીશી કહેવાય છે. | ભરત-ઐરાત ક્ષેત્રોમાં દરેક અવસર્પિણી-ઉત્સર્પિણીમાં આ જ રીતે ચોવીશ ચોવીશ તીર્થકરો થાય છે. આ જ રીતે ભૂતકાળમાં અનંત અવસર્પિણી અને ઉત્સર્પિણીમાં અનંત ચોવીશી તીર્થકરોની થઈ છે અને ભવિષ્યમાં પણ આ જ રીતે અનંત ચોવીશી તીર્થંકર પરમાત્માઓની થશે. આ અનંત ચોવીશીઓને આપણે ભાવથી વંદન કરીએ છીએ, પણ આપણી પાસે વર્તમાન ચોવીશી, ઉપરાંત ગત ચોવીશી (અતીત) અને ભાવિ ચોવીશી (અનાગત)ના પ્રભુના નામો ઉપલબ્ધ થાય છે. તેથી આ ત્રણે ચોવીશીના પ્રભુના નામોને યાદ કરી નમસ્કાર કરીએ છીએ. પાંચે ભરત ક્ષેત્ર અને પાંચે ઐયત ક્ષેત્ર માટે આ બધી હકીકત જાણવી. એટલે ત્રીશ ચોવીશીના ૭૨૦ તીર્થકર ભગવંતોના નામ યાદ કરી આપણે નમસ્કાર કરીશું, Aિોક તીર્ણ વંદની 18 For Private and personal Use Only
SR No.020837
Book TitleTrilok Tirth Vandana
Original Sutra AuthorN/A
AuthorHemchandrasuri
PublisherSanghavi Ambalal Ratanchand Jain Dharmik Trust
Publication Year2012
Total Pages168
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy