SearchBrowseAboutContactDonate
Page Preview
Page 38
Loading...
Download File
Download File
Page Text
________________ અહીં ખંડ ૧, ૨ અને ૬ દક્ષિણા ભરત છે અને ખંડ ૩, ૪ અને ૫ ઉત્તર ભરત છે. લઘુહિમfavda ઉત્તર ભરતી વૈરાપર્વલા દક્ષિણાભરતા T 2 // 1 ની ની જે બૂ શ્રી ૫ ની સૌ થી ૬ ક્ષિ ણે ભ ર ત ો _ છે. ભરત ક્ષેત્રમાં પણ બરાબર મધ્યમાં પશ્ચિમથી પૂર્વ વૈતાદ્ય નામનો પર્વત છે. તેનાથી ભરત ક્ષેત્રના બે ભાગ થાય છે. ઉત્તર ભરત ક્ષેત્ર અને દક્ષિણ ભરત ક્ષેત્ર. ને વળી ઉત્તરના લધુ હિમવંત પર્વત પરના પઇસરોવરમાંથી પૂર્વ-પશ્ચિમ બંને દિશામાં ગંગા-સિંધુ નામની નદીઓ નીકળે છે. તે પર્વત પર ૫00 યોજન વહી દક્ષિણ તરફ વળે છે. પર્વત પરથી નીચે કુંડમાં પડી તેમાંથી નીકળી ઉત્તર-ભરતમાં વહી વૈતાઢય પર્વતને ભેદી દક્ષિણમાં આગળ વધી લવણ સમુદ્રમાં ભળે છે. ગંગા નદી પૂર્વ સમુદ્રને તથા સિંધુ નદી પશ્ચિમ સમુદ્રને મળે છે. આ બે નદીના કારણે ઉત્તર ભરતના અને દક્ષિણ ભરતના ત્રણ-ત્રણ ભાગ થાય છે. આ છ ખંડ કહેવાય છે- ચક્રવર્તીરાજા છ ખંડના પ્રભુત્વને ધારણ કરે છે. વાસુદેવો દક્ષિણના ત્રણ ખંડના પ્રભુત્વને ધારણ કરે છે. છ ખંડમાં થઈ કુલ ૩૨,૦૦૦ દેશો હોય છે. આમાં દક્ષિણમાં જે મધ્યખંડ છે, e તેમાં ૨ પા આર્ય દેશો છે. તેમાં જ તીર્થકરો, ચકવર્તાઓ, વાદેવો, બળદેવો થાય છે. આ જ રીતે ઉત્તરમાં ઍરવત ક્ષેત્ર વિષે પણ સમજવું. માત્ર તેમાં શિખરી પર્વત પર પુંડરીક સરોવરમાંથી પૂર્વ-પશ્ચિમ બે નદીઓ નીકળી ઉત્તર તરફ વળે છે અને વૈતાદ્યને ભેદીને ઉત્તરમાં વહી ક્રમશઃ પૂર્વ-પશ્ચિમ લવણ સમુદ્રને મળે છે. બંને નદીઓના નામો રક્તા અને રક્તવતી છે. | ભરત ક્ષેત્રની ત્રણે ચોવીશીના ૭૨ તીર્થકરોના નામ લઈને આપણે પ્રણામ કરીશું. તેવી જ રીતે ઐરાવત ક્ષેત્રના પણ ૭૨ તીર્થકરોને ભાવથી નમીશું. મહાવિદેહ ક્ષેત્રમાં પણ અજિતનાથ પ્રભુના કાળે બત્રીશે વિજયોમાં થયેલ તીર્થકરોના પણ નામનું સ્મરણ કરી તેમને પણ ભાવથી નમસ્કાર કરીશું. 11 ત્રિલોક till iteના
SR No.020837
Book TitleTrilok Tirth Vandana
Original Sutra AuthorN/A
AuthorHemchandrasuri
PublisherSanghavi Ambalal Ratanchand Jain Dharmik Trust
Publication Year2012
Total Pages168
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy